આ છે હનુમાનજીનું ચમત્કારી તીર્થ સ્થળ, જ્યાં દર્શનથી કષ્ટ થઈ જાય છે દૂર.

જાણો હનુમાનજીના એવા ચમત્કારી તીર્થ સ્થળ વિષે જેના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે

મહાબલી હનુમાનજીને ભગવાન શિવનો 11 મો રુદ્ર અવતાર માનવામાં આવે છે, કળિયુગમાં હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે તેમના ભક્તોનું આહ્વાન જરૂર સાંભળે છે, તેમને કળીયુગના અજર-અમર દેવતા માનવામાં આવે છે. દેશભરમાં હનુમાનજી સાથે જોડાયેલા ઘણા મંદિરો અસ્તિત્વમાં છે, જે મંદિરોમાં લોકો તેમના જીવનની મુશ્કેલીઓ સાથે હનુમાનજીના શરણમાં જાય છે,અને તેમને હનુમાનજી બધી મુશ્કેલીઓ માંથી છુટકારો અપાવે છે.

આજે અમે તમને હનુમાનજીના એવા અદ્ભુત તીર્થસ્થાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે અહીં સંકટ મોચન હનુમાનજી નિવાસ કરે છે, આ તે સ્થાન છે જ્યાં હનુમાનજીએ લંકાના દહન પછી ગરમીથી છૂટકારો મેળવ્યો હતો.

અમે તમને હનુમાનજીના જે તીર્થસ્થળ વિશે જણાવી રહ્યા છીએ તે હનુમાન ધારા મંદિર છે, ચિત્રકૂટમાં હનુમાનજીનું એક એવું મંદિર છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, હનુમાનજીનું આ મંદિર પર્વતમાળાની મધ્યમાં છે. પર્વતના સહારાથી એક હનુમાનજી વિશાળ મૂર્તિની બરાબર સામે, બે જળકુંડ હંમેશાં પાણીથી ભરેલા રહે છે અને તેમાં સતત પાણી વહેતુ રહે છે, આ જળપ્રવાહ હનુમાનજીનો સ્પર્શ કરી વહેતુ રહે છે. આ જ કારણે આ મંદિરને હનુમાન ધારા મંદિર કહેવામાં આવે છે.

મહાબલી હનુમાનજીના આ મંદિર વિશે કહેવામાં આવે છે કે જ્યારે મહાબલી હનુમાનજીએ રાવણની લંકામાં આગ લગાવી ત્યારે તેઓ તેમની પૂંછડીની આગને બુઝાવવા આ સ્થળે આવ્યા હતા, જેને હનુમાન ધારા કહેવામાં આવે છે, તે એક ચમત્કારિક પવિત્ર અને ઠંડી જળ ધારા છે, જે પર્વતમાંથી બહાર આવી હનુમાનજીની મૂર્તિની પૂંછડીને સ્નાન કરાવ્યા પછી નીચે કુંડમાં જાય છે.

માન્યતા અનુસાર, જ્યારે હનુમાનજીએ તેમની પૂંછડીથી આગ લગાવી હતી. ત્યારે તેમની પૂંછડી પર ખૂબ જ બળતરા થતી હતી, ત્યારે મહાબલી હનુમાનજીએ શ્રી રામજીને તેમની બળી ગયેલી પૂંછડીનો ઇલાજ કરવા માટે પ્રાર્થના કરી, ત્યારે રામજીએ તેમના તીરના પ્રહારથી આ જ સ્થળે એક પવિત્ર પ્રવાહ બનાવ્યો, જે હનુમાનજીની પૂંછડી પર પડવાથી તેમની પૂંછડીની બળતરા ઓછી થઈ.

અહીં ભગવાન શ્રી રામજીનું એક નાનું મંદિર પણ છે, અહીં ભક્તો હનુમાનજીના દર્શન કરતા પહેલા નીચેના તળાવના પાણીમાં હાથ મોઢું ધોઈ નાખે છે. થોડા વર્ષો પહેલા અહીંયા પંચમુખી હનુમાનજી પ્રગટ થયા હતા. જો તમે ક્યારેય અહીં મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અહીંનું નજીકનું રેલ્વે સ્ટેશન ચિત્રકૂટ ધામ કર્વિ છે, મંગળવાર, શનિવાર ઉપરાંત હનુમાન જયંતિ અને નવરાત્રીમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

એમ તો અઠવાડિયાના સાત દિવસ ભક્તો માટે હનુમાન ધારા મંદિર ખુલ્લું રહે છે, જ્યાં હનુમાન ભક્ત તેમની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરે છે. એવું કહેવામાં આવે છે કે અહીં આવેલા તળાવના પાણીનું સેવન કરવાથી, ભક્તોની તમામ વેદનાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે, હનુમાન ધારા મંદિરની આજુબાજુ ઘણા જોવાલાયક સ્થળ છે.

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.