ગોળ જો તમે આવી રીતે ખાશો, તો બ્લડ પ્રેશર અને એસીડથી થતી અનેક બીમારીઓથી મળશે છુટકારો.

આ જ છે ગોળ ખાવાની સાચી રીત, જાણી લો અનેક બીમારીથી તમે રહેશો સંપૂર્ણ સુરક્ષિત.

ઋષિઓએ કહ્યું છે કે જો ખાવું છે તો ખાવો, વધુ ખાવું છે, તો પણ ખાવો પણ સ્વાસ્થ્ય વર્ધક ખાવાનું ખાવો. એટલા માટે જ ગોળ વધુ ખાધા પછી પણ ખાવામાં આવે છે. હવે એક વાત છે, જે ખુબ જરૂરી છે. જે આપણા બધા માટે ફાયદા કારક છે. આ પ્રયોગ તમે બધા કરો, જેમ કે હમણાં વાત થઇ ગોળની વાત, તેની સાથે તમે એક નાનો પ્રયોગ જરૂર કરજો તમે લોકો.

કારણ કે ખાવામાં શું ભળેલું છે? તમને લોકોને પણ ખબર નથી, કેટલા પ્રકારના કેમિકલ ભળેલા છે અને કેમિકલનો મતલબ છે એસિડ. કેમિકલનો મતલબ છે અમ્લ. ભોજનમાં એસિડિક પ્રમાણ કેટલું છે ખબર નથી. તમે બજારમાંથી શાકભાજી ખરીદી રહ્યા છો, તમે બજારમાંથી અનાજ ખરીદી રહ્યા છો, તેલ મસાલા બહારથી લઇ રહ્યા છો, તો તેમાં અમ્લ ભળેલું છે તેની કાઈ ખબર નથી.

આ બધી ભોજન સામગ્રીને આપણે રાંધી દઈએ છીએ, કડાઈમાં નાખીને રાંધીએ છીએ, કૂકરમાં નાખીને રાંધીએ છીએ, તેનાથી થોડું વધારે એસિડિક ભોજન થઇ જાય છે. હવે અમ્લ(એસિડ)ની માત્ર વધી રહી છે, જયારે મનાઈ કરવામાં આવી છે, અમ્લની માત્રા 20 % થી વધુ ના હોવી જોઈએ. આ જ કહેવામાં આવ્યું છે. એટલે 100 માંથી 20 ભાગ જ હોવો જોઈએ અમ્લનો. પરંતુ તમે જુઓ સવારનો નાસ્તો કડાઈમાં રાંધેલો, દિવસનું ભોજન પણ રાંધેલું, રાતનું ભોજન પણ રાંધેલું, બધું જ રાંધેલું. તમે કાચું ક્યારે ખાઓ છો? જયારે કાચી વસ્તુમાં ક્ષારની માત્ર વધુ છે. અને ક્ષારની માત્ર 80% કરવાની છે, પરંતુ સવારથી સાંજ સુધી તો તમે રાંધેલું ભોજન ખાવો છો. તેલ તો છે બધામાં.

ગોળ બધા ઘરોમાં હશે, તમે ગોળ રાખો. જયારે સીઝન આવે ત્યારે કોઈ જાણીતો કે ઓળખીતા ભાઈ જે ગોળ બનાવતા હોય તેમને કહો કે 5 કિલો કે 10 કિલો ગોળ જેટલા પણ દિવસ તમારે ગોળાને રાખવો હોય, 2 મહિના 4 મહિના તેને લાવીને ઘરમાં રાખી દો, તેમને કહી દેવું કે અમારે આટલો ગોળ જોઈએ. ચોખ્ખો ગોળ જોઈએ, કોઈ કેમિકલ નાખશો નહિ, તેની સફાઈ માટે પણ કોઈ કેમિકલ ના નાખશો, થોડો કાળો ગોળ હશે, તો ચાલશે પરંતુ તેને ગોરો નથી બનાવવાનો. કાળો હશે તો ચાલશે અને થોડા પૈસા પણ વધારીને આપી દો, કે જેથી તે પણ ઈમાનદારીથી સારો ગોળ બનાવીને આપી દે.

એ ગોળનો સંગ્રહ કરી લો. જમ્યા પછી ગોળ ખાવો જોઈએ એ આપણને બધાને ખબર છે. પરંતુ તેની પદ્ધતિ અલગ છે. કોઈપણ સમયે જમ્યા પછી નાનો એવો ગોળનો ટુકડો લો અને પોતાના મોઢામાં નાખો અને મોઢામાં નાખ્યા પછી તેને ચાવવાનો નથી. મોઢામાં જ રાખો, જયાર મોઢામાં રાખો છો, ત્યારે આપોઆપ મોઢામાં લાળની માત્રા વધવા લાગે છે. તે લાળને પીતા જાઓ. તમે હવે ક્ષાર પી રહ્યા છો. ક્ષારને બનવાનું છે 80%. હવે એ ક્ષારને પીતા જાઓ 15 થી 20 મિનિટ સુધી રાખશો ગોળાને મોઢામાં તો તમે જોઈ શકશો કે ખુબ વધુ માત્રામાં તમારા મોઢાનો ક્ષાર એટલે કે લાળ તમારા પેટમાં સપ્લાય થવાની શરુ થઇ જશે. આજે સપ્લાય છે, તે જેટલી માત્રામાં ક્ષારને મોઢામાંથી પેટમાં મોકલશે તેટલો જ પેટમાં રહેલ એસિડ શાંત થતો જશે. આ નિયમ છે.

તો હવે તમે જયારે પણ ભોજન કરો સવારે કરો, બપોરે કરો કે રાતે કરો. ગોળનો એક નિયમ બનાવી લો. ફક્ત પોતાનો જ નહિ પણ બાળકોનો પણ બનાવી લો. બીપી તમારી હંમેશા નિયંત્રણમાં રહેશે, તમે જુઓ આપણા 56 ભોગના પકવાન છે, તે ગોળામાં બનાવવા વાળા છે.

તમે ઘરમાં પ્રયોગ જુઓ, ગોળાની મીઠાઈ બનાવીને જુઓ, પરંતુ શરત એક છે કે જયારે ગોળાની ચાસણીને બનાવીએ છીએ, તો ચાસણી તૈયાર થઇ જાય ત્યારે થોડું દૂધ નાખો. જયારે તમે દૂધ નાખશો, તો જેટલી પણ ગોળાની ઉપરની ગંદકી છે. તે બધી ઉપર અલગ થઇ જશે અને ઉપરની બધી ગંદકીને નિતારી લો અને ફેંકી દો, જે ફીણ જેવું છે ને તે બધું કાઢી નાખો અને આ જ ચાસણીનો ઉપયોગ તમે મીઠાઈમાં કરો. તમારી મીઠાઈ એટલી કાળી નહિ થાય, ખુબ સરસ થશે મીઠાઈ.

સંશોધનમાં પણ સાબિત થઇ ચુક્યું છે કે આપણા મોઢાની લાળ ખૂબ જ વધુ માત્રામાં ક્ષારીય છે. જેનાથી ઘણા બધા રોગો દૂર રહે છે, જેમ કે હાર્ટ એટેક, બીપી, એસીડીટી વગેરે. તો હવે તમને ગોળ ખાવાની સાચી રીત સમજાઈ ગઈ હશેને?