આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

આ મહિને 6 ગ્રહોની સાથે રાહુ-કેતુનું પણ થશે રાશિફળ પરિવર્તન, જાણો કઈ રાશિઓ માટે રહશે શુભ કે અશુભ.

સપ્ટેમ્બરમાં થતી ગ્રહોની ઉથલ પાથલની અસર પડશે તમામ રાશીઓ ઉપર

સપ્ટેમ્બરમાં તમામ ગ્રહોની ચલમાં પરિવર્તન થશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડીત ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ આ મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર, અને રાહુ-કેતુ રાશી બદલશે. ચંદ્ર દર અઢી દિવસમાં રાશી બદલશે. તે ઉપરાંત મંગળની ચાલ વક્રી હશે. તે ગુરુ અને શનીની ચાલ સીધી થઇ જશે. આ ગ્રહોના ફેરફારની અસર તમામ રાશીઓ ઉપર પડશે. ભાગ્યેજ એવું બને છે, જયારે એક મહિનામાં તમામ ગ્રહોની ચાલ બદલાઈ જાય. તમામ ગ્રહોની ચાલમાં પરિવર્તન થવાથી આ મહીને ઘણા લોકોના જીવનમાં ફેરફાર થઇ શકે છે.

જ્યોતિષાચાર્ય પંડિત મિશ્રના જણાવ્યા મુજબ તમામ રાશીઓ ઉપર ગ્રહ-સ્થિતિની અસર

સૂર્ય : સૂર્ય ગ્રહની અસર શરીરમાં પેટ, આંખો, હ્રદય, ચહેરો અને હાડકા ઉપર થાય છે. સૂર્યની અશુભ અસરથી માથાનો દુઃખાવો, તાવ અને હ્રદયની બીમારીઓ થાય છે. તેની શુભ અસરથી આત્મવિશ્વાસ વધે છે. સન્માન અને પ્રસિદ્ધી મળે છે. આ ગ્રહની અસરથી નોકરી અને ધંધામાં પ્રગતી પણ મળે છે.

સૂર્યનું રાશી પરિવર્તન

17 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશીમાં આવશે અને 17 ઓક્ટોમ્બર સુધી આ રાશિમાં રહેશે

શુભ : મેષ, કર્ક અને ધન

અશુભ : વર્ષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન

મંગળ : મંગળની અસર શારીરિક ઉર્જા, બ્લડ પ્રેશર, સ્વભાવમાં ઉત્સાહ, પરાક્રમ અને ગુસ્સો, પ્રોપર્ટી, વ્હીકલ, ભાઈ, દોસ્ત, ધાતુઓમાં તાંબુ અને સોના ઉપર રહે છે. જો મંગળની શુભ અસર હાય તો કામ સાથે જોડાયેલી મુશ્કેલી પડે છે. શુભ અસરથી ફાયદો થાય છે.

મંગળની ચાલમાં પરિવર્તન

10 સપ્ટેમ્બરના રોજ મેષ રાશીમાં વક્રી થશે અને 4 ઓક્ટોમ્બર સુધી રહેશે

શુભ : કુંભ અને વૃશ્ચિક

અશુભ : મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન

બુધ : બુધ ગ્રહની શુભ અસરથી શિક્ષણ, લેવડ-દેવડ, રોકાણ અને બિજનેસમાં ફાયદો થાય છે. તેની અસરથી ફાયદાકારક યોજનાઓ બને છે. તેની સાથે જ શરીરમાં બુધની અસર સ્કીન અને અવાજ ઉપર પડે છે. બુધની શુભ અસરથી માણસ બુદ્ધિશાળી બને છે. બુધની અશુભ અસરથી તે બાબતોમાં નુકશાન થાય છે.

બુધનું રાશી પરિવર્તન

2 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશીમાં ફરી 22 સપ્ટેમ્બરના રોજ તુલા રાશીમાં આવશે

શુભ : મેષ, સિંહ, વર્ષભ, કુંભ અને ધન

અશુભ : મિથુન, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને મીન

ગુરુ : જ્યોતિષમાં ગુરુ ગ્રહને આરોગ્ય, મેદસ્વીપણું, ચરબી અને જ્ઞાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેની અસર શિક્ષણ, મોટા ભાઈ, કિંમતી હીરો અને ધાર્મિક સ્થળો ઉપર થાય છે. આ ગ્રહની શુભ-અશુભ અસર નોકરી અને ધંધા ઉપર પણ પડે છે.

ગુરુની ચાલ બદલાશે

13 સપ્ટેમ્બરથી ધન રાશિમાં જશે અને 20 નવેમ્બર સુધી રહેશે

શુભ : મિથુન, મેષ, વૃશ્ચિક અને સિંહ

અશુભ : વૃષભ, કર્ક, કન્યા, ધન, મકર, કુંભ અને મીન

શુક્ર : શુક્ર ગ્રહની અસર આવક, ખર્ચા, શારીરિક સુખ-સુવિધાઓ, શોક અને ભોગ-વિલાસ ઉપર થાય છે. આ ગ્રહને કારણે લગ્ન, પત્ની, અપોઝીટ જેંડર અને યૌન સુખ સંબંધી બાબતોમાં શુભ-અશુભ ફેરફાર જોવા મળે છે. શરીરમાં શુક્રની અસર પ્રાઈવેટ પાર્ટ્સ ઉપર પડે છે. તેની શુભ અસરથી ખાંસી અને કમરના નીચેના ભાગોમાં બીમારી રહે છે.

શુક્રનું રાશી પરિવર્તન

27 સપ્ટેમ્બરના રોજ સિંહ રાશીમાં આવશે અને 23 ઓક્ટોમ્બર સુધી આ રાશિમાં રહેશે

શુભ : મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન અને મકર

અશુભ : કુંભ, મીન અને વૃશ્ચિક

શની : શનીની શુભ અસરથી ન્યાય મળે છે. નોકરી અને ધંધામાં પ્રગતી મળે છે. દેવું દુર થાય છે. વિવાદોમાં જીત મળે છે અને ઉંમર વધે છે. તેની સાથે જ હાડકા અને પગ સાથે જોડાયેલી શારીરિક તકલીફો પણ દુર થાય છે. શનીની અશુભ અસરથી દુઃખ વધે છે. દુશ્મનો હેરાન કરે છે. આરોગ્ય ખરાબ રહે છે. કામકાજમાં અડચણો આવવા લાગે છે. વસ્તુ ચોરાઈ જાય છે. અકસ્માત થાય છે અને હાડકાને ઈજા થાય છે. કાયદાકીય બાબતોમાં ગુંચવાયેલા રહેશો.

શનિની ચલમાં ફેરફાર

29 સપ્ટેમ્બરના રોજ મકર રાશીમાં પ્રવેશ થશે

શુભ : વૃશ્ચિક અને સિંહ

અશુભ : મેષ, વૃષભ, મિથુન, કુંભ અને મીન

રાહુ : રાહુની શુભ અસરથી નોકરી અને ધંધામાં ભાગ્યનો સાથ મળશે. મનપસંદ ટ્રાન્સફર મળે છે. યોજનાઓ સફળ થાય છે. ગેરસમજ દુર થાય છે. રાજનીતિ અને જરૂરી કામોમાં ભાગ્યનો સાથ મળે છે. તેની અશુભ અસરથી મગજ ઉગ્ર થાય છે. માણસ દગો અને છેતરપીંડીનો સહારો લે છે. અધર્મી બની જાય છે. કૂટનીતિનો ભોગ બને છે. નશો અને ચોરી કરવા લાગે છે. શારીરિક તકલીફો વધે છે.

રાહુનું રાશી પરિવર્તન

22 સપ્ટેમ્બરના રોજ વૃષભ રાશીમાં આવશે

શુભ : મીન અને ધન

અશુભ : મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ

કેતુ : કેતુની શુભ અસરથી નોકરી અને ધંધામાં યોજનાઓ પૂરી થાય છે. દરેક તરફથી મદદ મળે છે. માણસ ધર્મ અને આધ્યાત્મિક તરફ વળી શકે છે. આ ગ્રહથી પગ મજબુત બને છે અને શારીરિક તકલીફો દુર થાય છે. કેતુની અશુભ અસરને કારણે વિવાદ વધે છે. સતત ડર બનેલો રહે છે. પગ, કાન, ગરદનનું હાડકું, ગોઠણ, સાંધાના દુઃખાવા અને કીડની સંબંધી બીમારીઓ થાય છે. ઝેરીલા જીવ અને જંગલી જાનવરોથી નુકશાન થાય છે.

કેતુનું રાશી પરિવર્તન

22 સપ્ટેમ્બરના રોજ વૃષભ રાશીમાં આવશે

શુભ : મિથુન અને કન્યા

અશુભ : મેષ વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.