આ 8 રાશિઓના લોકો માટે લાભના અનેક અવસર લઈને આવશે આ મહિનો, થશે ધનલાભ.

ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન ઉભો થતો હશે કે આવનારો માર્ચ મહિનો અમારા માટે કેવો રહેશે? અમે તમને માર્ચ મહિનાના રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. ન્યુઝટ્રેંડના આ માસિક રાશિફળમાં તમે તમારી રાશી મુજબ જાણી શકશો કે આવનારો મહિનો તમારા પ્રેમ, કારકિર્દી અને આરોગ્યના હિસાબે કેવો રહેવાનો છે. આ માસિક રાશિફળમાં તમારે તમારા જીવનમાં થનારી મહિનાની ઘટનાઓનું ટૂંકમાં વર્ણન જાણવા મળશે, તો વાચો રાશિફળ ૨૦૨૦

મેષ રાશી :-

આ મહિનાના તમારા ખર્ચાનું સાવચેતી પૂર્વક ધ્યાન રાખવું તમારા માટે ઘણું મહત્વનું છે. બિજનેસમાં પૈસા અટકાઈ શકે છે. સાવચેતીપૂર્વક રોકાણ કરો. તમારા કાર્યક્ષેત્રનું આંતરિક વાતાવરણમાં સુધારો આવશે. ગુસ્સો અને નકારાત્મક વિચારોને આવવા ન દો. શિક્ષણ પ્રતિયોગીતાની દિશામાં પ્રયત્નો સફળ થશે. કુટુંબીક વાતાવરણ સુખદ રહેશે. અમુક બાબતો ગેરસમજને કારણે બગડી શકે છે.

પ્રેમની બાબતમાં : લવ લાઈફ સુખી રહેશે. લવ પાર્ટનરને ફરિયાદની તક નહિ આપો.

કારકિર્દીની બાબતમાં : મહેનતનું ફળ એટલું જ મળી શકશે જેટલું તમે વિચારી રહ્યા છો.

આરોગ્યની બાબતમાં : કોઈ જુના રોગ ઉભરવાની શક્યતા છે. આંખની સમસ્યા થઇ શકે છે.

વૃષભ રાશી :-

આ મહિનામાં લગ્ન જીવનમાં શાંતિની પળ પસાર કરી શકો છો. ઝગડાથી દુર રહેવાના પ્રયાસ કરો. તમારા પ્રયાસથી પરિસ્થિતિઓને બગડવા ન દો. મીડિયા ફિલ્ડના વ્યક્તિઓ માટે ઘણી નવી તકો ઉપલબ્ધ થશે, સારા વિચાર પ્રતિભાને બહાર લાવવામાં સક્ષમ રહેશો. કરવામાં આવેલા કામનું ફળ મળશે. તમારા બોસ તમારા કામથી ખુશ થશે. કોઈ જુના કામનું પરિણામ તમારી ફેવરમાં રહી શકે છે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબંધમાં ભાવનાઓને બદલે પૈસાનું પ્રદર્શન કરવું સારું નહિ રહે.

કારકિર્દીની બાબતમાં : કારકિર્દીમાં કોઈ એકદમ નવી તક તમને મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યને લઈને સાવચેત રહો. શરીરના દુઃખાવાથી દુઃખી રહી શકો છો.

મિથુન રાશી :-

આ મહિનામાં ખોટા જોખમ લેવાથી મિથુન રાશી વાળાની તકલીફ વધી શકે છે. રોજગારી ક્ષેત્રના લોકોને સલાહ આપવામાં આવે છે કે તે પોતાના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. પ્રશાસનીક અને નાણા સેવામાં જોડાયેલા અધિકારી સફળ રહેશે. કોઈને લઈને વધુ આશા રાખવી સારું નહિ રહે. કાર્યક્ષમતાઓમાં અનોખી વૃદ્ધી થશે. મોટાભાગની બાબતોનો સામનો કરી શકશો. રાજકારણીઓ માટે સમય ઘણો લાભદાયક રહી શકે છે.

પ્રેમની બાબતમાં : પ્રેમીઓ વચ્ચે વાદ વિવાદને કારણે અણબનાવ રહેશે.

કારકિર્દીની બાબતમાં : વેપારીઓને ફાયદો થશે. બિજનેસને લઈને મગજમાં સતત પ્લાનિંગ ચાલતું રહેશે.

આરોગ્યની બાબતમાં : મિથુન રાશી વાળા ઋતુની બીમારીઓથી દુઃખી રહેશે.

કર્ક રાશી :-

આ મહિનો પરિશ્રમથી ભરેલો રહેશે. મીડિયા, મનોરંજન, ઓટોમોબાઈલના ક્ષેત્રમાં છો, તો લાભ થશે. બાળકો અને વડીલો માટે તમારી પાસે વધુ સમયની માંગણી કરી શકે છે. કોઈ મહત્વના કાર્યની સાર્થકતા માટે પરિશ્રમ તીવ્ર થશે. લોકોની વાતોમાં આવવાથી દુર રહો, જેથી પોતાના નુકશાનની સ્થિતિને સંભાળી શકો. અમુક વિશેષ સંબંધો મજબુત બની શકે છે.

પ્રેમની બાબતમાં : આ મહીને તમારા જુના પ્રેમી સાથે અચાનક મુલાકાત થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : બિજનેસ સારો ચાલશે. ઉતાવળમાં કોઈ કામ ન કરો. તમારા વ્યવહારમાં સંતુલન રાખો.

આરોગ્યની બાબતમાં : પહેલાથી કોઈ બીમારીથી પીડિત લોકોના આરોગ્યમાં સુધારો આવશે.

સિંહ રાશી :

આ મહીને નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. કોઈ મિત્રની મધ્યસ્થતાથી બગડેલા સંબંધોમાં સુધારો થશે. નવા ધંધાની શરુઆતનો વિચાર આવશે. ભોલેનાથની કૃપાથી આર્થિક દ્રષ્ટિએ લાભ રહેશે. ભાવુકતા સાથે કરવામાં આવેલા કે ઉતાવળમાં કરવામાં આવેલા નિર્ણય ખોટા સાબિત થશે. સખત મહેનતથી તમને વધારાનું પ્રોત્સાહન મળશે. ધન સંબંધીત બાબતોમાં તમારા પિતાની સલાહ તમારા માટે મદદરૂપ સાબિત થશે.

પ્રેમની બાબતમાં : તમારા સાથી તમારો સાથ નિભાવશે.

કારકિર્દીની બાબતમાં : આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે તમને ઘણી વધુ તક મળશે.

આરોગ્યની બાબતમાં : સિંહ રાશીના અમુક વ્યક્તિઓના આરોગ્યનો પાયો નબળો રહી શકે છે.

કન્યા રાશી :-

કન્યા રાશી વાળા ઘરના વડીલને સમય આપે. કોઈ સારા મિત્ર સાથે મુલાકાતના યોગ ઉભા થઇ રહ્યા છે. પૈસાની બાબતમાં કોઈ સાથે અણબનાવ થઇ શકે છે. તમારું ધ્યાન કોઈ દુરના સ્થાન ઉપર વધુ રહેશે. આર્થિક સુદ્રઢતા માટે મન નવી યોજનાઓ ઉપર કેન્દ્રિત રહેશે. જીવનની અડચણોને ઓછું મહત્વ આપો. મહત્વના નિર્ણયોમાં બોલકણા સ્વભાવથી કાર્યક્ષેત્રમાં છાપ ખરાબ થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબંધો માટે મહિનો ઠીક ઠીક રહેશે.

કારકિર્દીની બાબતમાં : બિજનેસ કરવા વાળા લોકો માટે લાભનો મહિનો રહેશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યમાં નાની મોટી તકલીફોની શક્યતા છે.

તુલા રાશી :-

જીવનસાથીનો સહયોગ મળવાથી તમે કોઈ મોટું કામ કરી શકો છો. વિકટ પરિસ્થિતિઓમાં પણ મનમાં પોતાના પ્રત્યે શંકા ન રાખો. કામકાજમાં મન લાગશે. આખો મહિનો મનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને ગ્રહોની અનુકુળતાનો લાભ મળશે. ભૌતિક સુખમાં વધારો થશે. વિચારોમાં ઉતાર ચડાવ રહી શકે છે, છતાં પણ તમારે લોકોની વાત સમજવાનો પ્રયાસ કરવો પડશે.

પ્રેમની બાબતમાં : આ મહીને તમારા માંથી અમુકના જીવનમાં પ્રેમ પ્રવેશ કરી શકે છે.

કારકિર્દીની બાબતમાં : આ મહીને તમારા પ્રયાસો સફળ થશે અને વિકાસની તક મળશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યને લઈને જરાપણ બેદરકાર ન રહો. કફ અને પિત્ત રોગથી દુઃખી રહી શકો છો.

વૃશ્ચિક રાશી :-

સમાજમાં વૃશ્ચિક રાશી વાળાનું માન સન્માન વધશે. પૈસાની સ્થિતિમાં સુધારાની તક મળી શકે છે. તમારા લાભની ગડમથલમાં કોઈ બીજાને હાથો ન બનાવો. તમારા જે પણ અધૂરા સપના હતા તે આ મહીને પુરા થઇ શકે છે. જૂની તકલીફોના સમાધાનની શક્યતા રહેશે. અમુક નવા પરિચિતો દ્વારા દગો ન મળે તે માટે દુર રહેવા માટે વિકલ્પોને સમજી વિચારીને પસંદ કરો. કાર્યક્ષેત્રમાં વિરોધીઓની સક્રિયતાથી સાવચેત રહો.

પ્રેમની બાબતમાં : તમારા બંને વચ્ચે પ્રેમ અને સ્નેહમાં ઘટાડો આવી શકે છે.

કારકિર્દીની બાબતમાં : વેપારની બાબતમાં ભાગ્ય સાથ આપશે. ધનને વધારવા ઉપર વિચાર આવશે.

આરોગ્યની બાબતમાં : આ મહીને તમારા આરોગ્યને લઈને થોડા ગંભીર રહેવાની જરૂર છે.

ધન રાશી :-

આ મહીને તમે નવી ઓફર માટે તૈયાર રહો. નોકરીમાં ફેરફાર જોવા મળશે પરંતુ તમારા ગુસ્સા અને આવેશને અનિયંત્રિત ન થવા દો. સરકારી કર્મચારીઓના અટકેલા કામ પુરા થઇ શકે છે. રચનત્મક કાર્યોથી લોકપ્રિયતા વધશે. ખોટા કામમાં સમય ન બગાડશો. ઉચ્ચ કક્ષાના લોકો સાથનો લાભ પ્રાપ્ત થશે. ધાર્મિક કામગીરી ઉપર ખર્ચ થવાની શક્યતા છે, જે તમને માનસિક શાંતિ પૂરી પાડશે.

પ્રેમની બાબતમાં : લવ લાઈફ સારી રહેશે. દાંપત્ય જીવનમાં જીવનસાથીને સમય આપો.

કારકિર્દીની બાબતમાં : કારકિર્દી અને શિક્ષણની બાબતમાં મહિનો ઘણો સારો રહેવાની શક્યતા છે.

આરોગ્યની બાબતમાં : તમારા આરોગ્ય ઉપર થોડુ ધ્યાન આપો. પેટ સંબંધી તકલીફો થઇ શકે છે.

મકર રાશી :-

વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો. મિત્રના ગ્રુપમાં ગુપ્ત દુશ્મનોથી સતર્ક રહો. તમે એવી કોઈ કામ કરી શકો છો, જેથી તમારી પ્રશંસા થશે. ધાર્મિક કાર્યોમાં રસ અને અધ્યાત્મિક ઉત્કર્ષની પ્રાપ્તિ થશે. વિચારોનું આદાન પ્રદાન પણ તમને ઘણો લાભ અપાવી શકે છે. તમારા અટકેલા કામ આ મહિનામાં પુરા થઇ શકે છે. કોઈ નવા ધંધા પ્રત્યે તમારું આકર્ષણ વધશે.

પ્રેમની બાબતમાં : તમારા દાંપત્ય વચ્ચે અંતર દુર થશે.

કારકિર્દીની બાબતમાં : બિજનેસ અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા અટકેલા પૈસા મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : મકર રાશીના અમુક લોકો માનસિક અશાંતિ માંથી પસાર થશે. થાક અને આળસ પણ રહેશે.

કુંભ રાશી :-

તમારી સારી ભાવનાઓ ધ્યેયને સફળ કરશે. વાંચવા લખવાના દરેક કાર્ય ધગશ સાથે કરી શકશો. કોઈ અઘરા કામમાં સહાયતા મળવાથી રાહત અનુભવશો. ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓને સફળતા પ્રાપ્ત થશે. કાયદાની બાબતમાં વિજયના પ્રબળ યોગ રહેશે. શાસન-સત્તામાં તમારી પક્કડ મજબુત રહેશે. મહત્વના નિર્ણય લેવા માટે બીજા ઉપર નિર્ભર રહેવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

પ્રેમની બાબતમાં : ગેરસમજને કારણે તમે વિવાહિત જીવનમાં પોતાને ફસાયેલા અનુભવી શકો છો.

કારકિર્દીની બાબતમાં : આ મહીને બિજનેસમાં સફળતા મળશે. નોકરીમાં જવાબદારી વધશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય સંતોષકારક રહેશે, પરંતુ પેટ સંબંધિત બીમારીઓ માટે સાવચેતી રાખવી જોઈએ.

મીન રાશી :-

જે કામ તમે ઘણા સમયથી કરવાનું વિચારી રહ્યા છો, તે આ મહિનામાં કરી લેશો. પૈસાને લઈને કોઈ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ઘણા લોકો તમારા વિચારોને ખોટા પણ સમજી શકે છે. કુટુંબમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં ધાર્મિક કાર્ય પુરા થશે. તમે તમારા સ્વાર્થીપણાનો પરિચય ન આપો, કોઈ મહત્વના કામથી મન ચિંતિત રહેશે. જુના સંબંધો વધુ ગાઢ બનશે.

પ્રેમની બાબતમાં : જુના પ્રેમી સાથે મુલાકાત થઇ શકે છે. લવ પાર્ટનર ઉપર ખર્ચા વધશે.

કારકિર્દીની બાબતમાં : નોકરી-ધંધા સાથે જોડાયેલા તમામ કાર્ય થોડા એવા પ્રયાસથી જ પુરા થશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય સારું રહેશે. અમુક લોકો ઊંઘની ખામીથી દુઃખી રહી શકે છે.

તમારા માસિક રાશિફળ માર્ચ ૨૦૨૦નું તમામ રાશીઓનું રાશિફળ વાંચ્યું. તમને માસિક રાશિફળ માર્ચનું આ રાશિફળ કેવું લાગ્યું? અમને જરૂર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.