આ નવરાત્રી બની રહ્યો છે અશુભ સંયોગ, આખા એક વર્ષ દુનિયામાં થશે ઉથલ પાથલ.

શુભ નવરાત્રીમાં આ અશુભ યોગના કારણે દુનિયામાં થશે ઉથલ પુથલ, જાણો શું છે આ યોગ. હિંદુ ધર્મમાં નવરાત્રીને ખુબ જ શુભ અને પવિત્ર પર્વ માનવામાં આવે છે, આ વર્ષે નવરાત્રી 17 ઓક્ટોબર (શનિવાર) ના રોજ શરુ થઇ રહી છે. અને તેની સમાપ્તિ 25 ઓક્ટોબર (રવિવાર) ના રોજ થઇ રહી છે. આ વખતે આસો માસમાં સુદ પખવાડિયાની એકમ તિથી 17 ઓક્ટોબરે આવી રહી છે, અને આ દિવસથી શરદ (શારદીય) નવરાત્રી શરુ થશે. તેવામાં આ નવરાત્રીમાં માત્ર 8 દિવસોમાં પૂજા થશે જયારે 9 માં દિવસે વિસર્જન થઇ જશે.

આમ તો પુરુષોત્તમ માસને લીધે આ વખતે પિતૃપક્ષ અને નવરાત્રીની વચ્ચે એક મહિનાનો ગેપ આવ્યો છે. આ વર્ષે તુલા સંક્રાંતિ સાથે નવરાત્રી શરુ થઇ રહી છે. તે બધાને લીધે થોડા એવા સંયોગ ઉભા થઇ રહ્યા છે, જેને લઈને જ્યોતિષી પણ ચિંતિત છે.

durga
durga

દુનિયામાં થશે ઉથલ પાથલ : જ્યોતિષીઓના માનવા મુજબ તો આ વર્ષે દેશ વિદેશમાં ઘણી ઉથલ પાથલ થઇ શકે છે. આમ તો માં દર વર્ષે નવરાત્રી ઉપર અલગ અલગ વાહનો પર સવાર થઈને આવે છે. દેવી ભગવતી પુરાણ મુજબ માં દુર્ગા જે વાહન ઉપર બિરાજમાન થઈને પૃથ્વી ઉપર આવે છે તે ઘણા સંકેતો આપે છે. ઉદાહરણ તરીકે આ વર્ષે માં દુર્ગા ઘોડા ઉપર બિરાજમાન થઈને આવશે, અને પાડા ઉપર બેસીને પાછા જશે. અને ચૈત્રમાં જે નવરાત્રી આવી રહી છે તેમાં પણ માં ઘોડા ઉપર બેસીને આવશે.

કુદરતી આફતોના પણ છે અણસાર : હવે બંને નવરાત્રી પર માં નું એક જ પ્રકારના વાહન ઉપર બેસી પૃથ્વી ઉપર આવવું શુભ સંકેત નથી. ઘોડાને પશ્ચિમ દિશાનો કારક માનવામાં આવે છે, અને શનિ પશ્ચિમ દિશાના સ્વામી છે. નવરાત્રી પણ શનિવારથી શરુ થઇ રહી છે. તેવામાં પશ્ચિમિ દેશોમાં કુદરતી આપત્તિ, વાવાઝોડું-તોફાન, આતંકવાદી પ્રવૃત્તિઓ જેવી ઘણી સમસ્યાઓ આવી શકે છે. કોરોના પણ વિકરાળ સ્વરૂપ લઇ શકે છે.

બેરોજગારી અને મોંઘવારી વધશે : ભારતમાં બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓ વધી શકે છે. અને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે. તુર્કી અને ફ્રાંસના સંબંધ પણ ખરાબ થઇ શકે છે. સાંપ્રદાયિકતા અને યુદ્ધની સ્થિતિ ઉભી થઇ શકે છે. આ બધાની નકારાત્મક અસર ભારત ઉપર પણ પડશે.

durga
durga

પાડા ઉપર માં ભગવતીનું પાછા જવું સારા સંકેત નથી : માં ભગવતી નવરાત્રી સમાપ્ત થતા જ પાડા ઉપર સવાર થઈને પ્રસ્થાન કરશે. તે એક સારો સંકેત નથી માનવામાં આવતો. તેનાથી લગભગ એક વર્ષ સુધી દેશમાં રોગ અને અર્થવ્યવસ્થાને લઈને સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ભારત ચીનના સંબંધ પણ બગડી શકે છે. તે ઉપરાંત હાલમાં રાહુ અને કેતુની સ્થિત પણ સારી નથી ચાલી રહી. આ બધા સંયોગોને લઈને આ એક વર્ષ ભારત અને દુનિયાના પશ્ચિમી દેશો માટે ખરાબ જવાનો છે. આમ તો હજુ કોરોના ચારે તરફ ત્રાસ વરસાવી જ રહ્યો છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.