આજસુધી પડદા પર નથી બની આ કલાકારોની જોડી, તેમને સાથે જોવા માટે ઉત્સુક રહી ગયા દર્શક.

આ સુપરહિટ કલાકારોએ ક્યારેય નથી કર્યું એક બીજા સાથે કામ, દીપિકાથી લઈને કંગના અને અક્ષય સુધીના નામો છે આ યાદીમાં.

ફિલ્મોમાં હંમેશા મલ્ટીસ્ટાર કાસ્ટ જોવા મળે છે જ્યાં ઘણા કલાકારો એક સાથે કામ કરતા જોવા મળે છે. અને ક્યારેક કેટલાક કલાકારો વચ્ચે એવી કેમેસ્ટ્રી જોવા મળે છે કે તેમને ફિલ્મોમાં વારંવાર કાસ્ટ કરી લેવામાં આવે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, બોલીવુડના કેટલાક કલાકાર એવા પણ છે જેમણે એક પણ વખત પડદા ઉપર સ્ક્રીન શેર નથી કરી. આ કલાકારોનો જોરદાર અભિનય જોઇને મનમાં એ પ્રશ્ન ઉઠે છે કે, આ કલાકારો જો સાથે જોવા મળે તો પડદા ઉપર ધમાલ મચાવી દે.

કંગના રનૌત અને રણબીર કપૂર : કંગના રનૌત બોલીવુડમાં હંમેશા મહિલા કેન્દ્રીય ફિલ્મો જ કરતી જોવા મળી છે. તેમણે પડદા ઉપર ઘણા હીરો સાથે રોમાન્સ પણ કર્યો, પણ રણબીર કપૂર સાથે તેમણે ક્યારે પણ કામ નથી કર્યું. એટલું જ નહિ ઘણી વખત કંગના રનૌત રણબીર કપૂર ઉપર નિશાન સાધતા પણ જોવા મળી છે. એવામાં આશા ઓછી છે કે કંગના રનૌત અને રણબીર ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે જોવા મળે.

સલમાન અને દીપિકા પાદુકોણ : દીપિકાએ પોતાની કારકિર્દીની શરુઆત શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઓમ શાંતિ ઓમથી કરી હતી. તે ઉપરાંત તે ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો સાથે જોવા મળી ચુકી છે. પણ આજ સુધી પડદા ઉપર સલમાન અને દીપિકાની જોડી નથી બની. દીપિકા જયારે પણ સલમાન સાથે કોઈ રીયાલીટી શો માં જોવા મળી, તો તેમની કેમેસ્ટ્રી ઘણી પસંદ કરવામાં આવી. આ જોડીને પડદા ઉપર જોવી ઘણી સારી રહેશે.

ગોવિંદા અને કાજોલ : ગોવિંદાએ પડદા ઉપર ઘણી હિરોઈનો સાથે રોમાન્સ કર્યો પણ કાજોલ સાથે તે કોઈ ફિલ્મમાં જોવા ન મળ્યા. એવું કહેવામાં આવે છે કે બંને સાથે ફિલ્મ કરવાના હતા પણ કોઈ કારણથી શુટિંગ ન થઇ શક્યું અને બંનેની જોડી બનતા બનતા રહી ગઈ. બંનેએ સાથે ફોટોશૂટ કરાવ્યા હતા જેના ફોટા ઘણા શેર થયા હતા.

અક્ષય કુમાર અને રાની મુખર્જી : અક્ષય અને રાની મુખર્જી 90 ના દશકથી ઇન્ડસ્ટ્રીમાં રહેલા છે અને ફિલ્મો કરી રહ્યા છે. એ વાત નવાઈ પમાડે છે કે, આજ સુધી અક્ષય અને રાનીની જોડી પડદા ઉપર ન બની. રાનીએ ગોવિંદા, શાહરૂખ, સલમાન જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું પણ અક્ષય સાથે તે ક્યારે પણ કોઈ ફિલ્મમાં જોવા ન મળી. ઓફસ્ક્રીન બંનેની દોસ્તી ઘણી સારી છે તેથી જો ભવિષ્યમાં બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળે, તો પ્રસંશકને ઘણું સારું લાગશે.

શાહરૂખ ખાન અને આમીર ખાન : બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને મિસ્ટર પરફેકટનિસ્ટ આમીર ખાન આજ સુધી કોઈ ફિલ્મમાં સાથે જોવા નથી મળ્યા. એક તરફ જ્યાં સલમાન ખાને બંને કલાકારો સાથે કામ કર્યું છે, તો શારુખ અને આમીર ક્યારેય પણ કોઈ ફિલ્મનો ભાગ નથી બન્યા. શાહરૂખ અને આમીર ઓફસ્ક્રીન ઘણી વખત સાથે જોવા મળ્યા. ક્યારેક ક્યારેક બંનેના મતભેદના સમાચારો આવ્યા તો ક્યારેક દોસ્તીના પણ, પણ દર્શક આજ સુધી આ બે સુપરસ્ટારને એક ફ્રેમમાં ન જોઈ શક્યા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.