હંમેશા માટે બંધ થઈ આ બેંક, તમારા પણ પૈસા છે તેમાં તો સમય પહેલા ઉપાડી લો

દેશમાં બેન્કિંગ સેવાઓને ઘરે-ઘરે પહોંચાડવા માટે ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2015 માં પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી. આ બેંકના લાઇસન્સ માટે દેશની 41 કંપનીઓએ આરબીઆઈને અરજી કરી હતી, પણ એમાંથી ફક્ત 11 કંપનીને લાઇસન્સ આપવામાં આવ્યું હતું.

આ પેમેન્ટ બેંકોમાંથી એક વોડાફોન એમ પેસા (vodafone m pesa) નું કામકાજ બંધ થઈ ગયું છે. એવામાં હવે m-pesa ના ગ્રાહકોએ એક નિશ્ચિત સમયગાળા સુધીમાં પોતાની પેમેન્ટ બેંકમાંથી બધા પૈસા ઉપાડી લેવા પડશે.

હકીકતમાં, વોડાફોને સ્વેચ્છાથી પેમેન્ટ બેંક m-pesa ને લીકવીડેટ એટલે કે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એ પછી જયારે રિઝર્વ બેંકે વોડાફોન m-pesa ને ફાળવેલ રાઇટ્સ સર્ટિફિકેટ (સીઓએ) ને રદ્દ કરી દીધા છે. આરબીઆઈના આ નિર્ણય પછી કંપની પ્રીપેડ ચુકવણી સાથે જોડાયેલા કામ નહિ કરી શકે. એનો અર્થ એ થયો કે પેમેન્ટ બેંકનું કામકાજ બંધ થઈ ગયું છે.

જો કે, ગ્રાહકો અથવા વ્યાપારીઓનો ચુકવણી સિસ્ટમ ઓપરેટર (પીએસઓ) ના રૂપમાં કંપની ઉપર કોઈ માન્ય દાવો છે, તો તે સીઓએ રદ્દ થવાના 3 વર્ષની અંદર એટલે કે 30 સપ્ટેમ્બર 2022 સુધી દાવો કરી શકે છે. દેખીતી વાત છે કે ગ્રાહકોએ આ ડેડલાઈન સુધી પોતાના દરેક પ્રકારના દાવાને ઉકેલવા પડશે.

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આદિત્ય બિડલા આઈડિયા પેમેન્ટ બેંક લિમિટેડ (એબીઆઈપીબીએલ) એ પણ આરબીઆઇને લિકવીડેટડેટ કરવાની અરજી કરી હતી.

શું હોય છે પેમેન્ટ બેંક?

હકીકતમાં, પેમેન્ટ બેંકને લોન્ચ કરવાનો હેતુ નાના બચત ખાતા ધારકો, ઓછી કમાણી વાળા પરિવાર, અસંગઠિત ક્ષેત્ર, પ્રવાસી મજૂરો અને નાના બિઝનેસમેનને બેન્કિંગ સેવાઓ સાથે જોડવાનો હતો. તેના માટે આરબીઆઇએ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, મોબાઈલ ફોન સેવા આપવા વાળી કંપનીઓ અને સુપર માર્કેટ ચેન વગેરેને પેમેન્ટ બેંક શરૂ કરવાની છૂટ આપી છે.

આ બેંકોને મોટી રકમ જમા કરવા માટે સ્વીકારવાની પરવાનગી નથી. એના સિવાય આ બેંક લોન નથી આપી શકતી. જો કે એટીએમ/ડેબિટ કાર્ડ જરૂર જાહેર કરી શકે છે, પણ ક્રેડિટ કાર્ડ નથી મળી શકતો.

બચશે આ પેમેન્ટ બેંક :

એયરટેલ પેમેન્ટ બેંક લિમિટેડ – ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ,

FINO પેમેન્ટ બેંક લિમિટેડ

Paytm પેમેન્ટ બેંક લિમિટેડ

Jio પેમેન્ટ બેંક લિમિટેડ

NSDL પેમેન્ટ બેંક લિમિટેડ

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.