આ ગ્રહને વૈજ્ઞાનિક માને છે ‘યમરાજનું ઘર’, 248 વર્ષમાં પૂરી કરે છે સૂર્યની એક પ્રદક્ષિણા.

દેવતાઓના નામ પર આધારિત ગ્રહોમાં યમરાજના નામનો પણ છે એક ગ્રહ, કહેવાય છે યમરાજનું ઘર.

તમે બધાએ બાળપણમાં સૂર્યમંડળ અને તેમાં રહેલા ગ્રહો વિષે તો જરૂર વાંચ્યું કે સાંભળ્યું હશે. આ બધા ગ્રહોની પોત-પોતાની ખાસિયત છે. વર્તમાનમાં આપણા સૂર્યમંડળમાં કુલ મળીને 8 ગ્રહ છે જેમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પૃથ્વી છે. થોડા સમય પહેલા આ સૂર્યમંડળમાં વધુ એક ગ્રહ જોડાયેલો હતો જેને પ્લુટો નામથી ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ વર્ષ 2006 પહેલા તેને સૂર્યમંડળના બધા ગ્રહોમાંથી સૌથી નાના ગ્રહનો દરજ્જો આપ્યો હતો, પણ 2006 પછી તેને આ યાદી માંથી દુર કરી દેવામાં આવ્યો અને તેને લઘુ ગ્રહોની યાદીમાં નાખવામાં આવ્યો. તેને હિંદીમાં યમ ગ્રહ પણ કહેવામાં આવે છે. એટલા માટે આપણે ત્યાં તેને યમરાજનું ઘર (હિંદુ માઈથોલોજીમાં મૃ તયુ) પણ કહે છે.

આ ગ્રહનું અંગ્રેજી નામ ઓક્સફર્ડ સ્કુલ ઓફ લંડનમાં ભણવા વાળી 11 માં ધોરણની એક વિધાર્થીની વેનેશિયા બર્નેએ રાખ્યું હતું. તે વિદ્યાર્થીનીનું કહેવું છે કે, રોમમાં અંધારાના દેવતાને પ્લુટો કહેવામાં આવે છે અને આ ગ્રહ પર પણ લગભગ હંમેશા અંધારું રહે છે, એટલા માટે તેનું નામ પ્લુટો રાખવામાં આવે.

આ ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરવામાં 248 વર્ષનો સમય લાગે છે. પૃથ્વીની સરખામણીમાં આ ગ્રહ પર એક દિવસ 6.4 દિવસ બરાબર થાય છે, પૃથ્વીના 24 કલાક અહીંના 153 કલાક બરાબર હોય છે. આ ગ્રહ ઘણો દૂર છે આ કારણે સૂર્યનો પ્રકાશ આ ગ્રહ સુધી પહોંચવામાં 5 કલાકનો સમય લાગી જાય છે.

આ ગ્રહ પર તાપમાન ખુબ ઓછું છે આથી અહીં જીવન શક્ય નથી, અહીંનું તાપમાન માઇન્સ 233 ડિગ્રીથી લઈને માઇન્સ 223 ડિગ્રી છે. આ ગ્રહ પર બરફ છે અને પાણી પણ છે, તે પણ પૃથ્વી પર રહેલા ત્રણ મહાસાગરોથી ત્રણ ગણું વધારે.

આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.