તમારા ધાબા ઉપર લગાવો આ નાની એવી વસ્તુ… ઘેર બેઠા થશે ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી.. ઘણા લોકોએ લગાવી છે

પોતાના ધાબાને કમાવવાનું સાધન બનાવવાનું સપનું જોઈ રહેલા માટે ટાટાની ખાસ પ્રોડક્ટ માર્કેટમાં છે. કંપનીનો દાવો છે કે ટાટાપાવરની ખાસ સોલાર પ્રોડક્ટ તમે પોતાના ધાબા ઉપર લગાવો છો, તો તમને લગભગ ૧૨.૫ લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે. કંપનીનું કહેવું છે કે તેનાથી તમને વીજળીના બીલમાં ૨૫ વર્ષ સુધી દર વર્ષે ૫૦ હજાર રૂપિયા સુધીની બચત થશે.

દેશમાં સોલાર એનર્જીનો પ્રયોગ વધતો જોઈને ટાટા પાવર સોલારએ થોડા મહિના પહેલા મુંબઈમાં સોલાર એનર્જી સાથે જોડાયેલા રેસીડેન્સીયલ રૂફટોપ સોલ્યુશન બહાર પાડ્યા છે. તમારા ધાબાને બનાવો તમારું સેવિંગ એકાઉન્ટ. ટેગ લાઈન દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ પ્રોડક્ટ ઉપર કંપની આકર્ષક સ્કીમ પણ આપી રહી છે. કંપનીનો દાવો છે કે તેનાથી તમારા વીજળી બીલમાં આવતા ૨૫ વર્ષ સુધી ઘટાડો કરી શકાય છે.

કંપનીનો દાવો છે કે રેસીડેન્સીયલ રૂફટોપ સોલ્યુશન ધાબા ઉપર લગાવ્યા પછી એક ગ્રાહક પોતાના વીજળી બીલમાં વર્ષના ૫૦ હજાર રૂપિયાની બચત કરી શકે છે. કેમ કે આ પ્રોડક્ટની ઉંમર ૨૫ વર્ષ બતાવવામાં આવી રહી છે. તેવામાં આ સમયગાળા દરમિયાન તમારા આશરે ૧૨.૫ લાખ રૂપિયા બચશે. સેવિંગ ઈઝ અર્નિંગના હિસાબે ગણવામાં આવે તો તમે ઘેર બેઠા ૨૫ વર્ષમાં ૧૨.૫ લાખ રૂપિયા કમાઈ શકો છો. તે પણ ૫૦,૦૦૦ રૂપિયા વર્ષના હિસાબે.

કંપની સોલાર પેનલનું સંપૂર્ણ સોલ્યુશન આપશે અને તેના મેન્ટેનન્સનું પણ ધ્યાન રાખશે. વીજળી બચાવો અને સાથે કમાવ પણ. ટાટાપાવરની રીન્યુએબલ એનર્જી સબ્સીડીયરી ટાટા સોલાર તમારા માટે આ પ્લાન લઇને આવી છે. કંપનીએ હાલમાં રૂફટોપ સોલ્યુશનની કિંમતનો ખુલાસો તો નથી કર્યો. આમ તો બીજી વેબસાઈટ (ઇન્ડિયા માર્ટ) ઉપર આપવામાં આવેલી જાણકારી મુજબ આ ૧ કિલોવોટની ક્ષમતા વાળી પ્રોડક્ટ લગાવવાનો ખર્ચ લગભગ ૪૫ થી ૫૦ હજાર રૂપિયા થઇ શકે છે. સાથે જ તેની ઉપર સરકાર તરફથી મળનારી સબસીડી પણ મેળવી શકાય છે.

સરકાર આપે છે સબસીડી : પાટનગર દિલ્હીમાં જોલ્ડ એનર્જીના ફાઉંડર અભિષેક ડબાસના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જો તમારી પાસે ૧૦૦ ચોરસ ફૂટનું ધાબુ છે, તો તેની ઉપર તમે ૧ કિલોવોટનું યુનિટ લગાવી શકો છો. તેની ઉપર લગભગ ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. હાલના સમયમાં તેની ઉપર સરકાર લગભગ ૩૦ ટકા સબસીડી આપે છે. તેને લીધે એક કિલોવોટના યુનિટની પડતર કિંમત લગભગ ૪૨ હજારની આસ પાસ થાય છે.

આ લેખ તમારા મિત્રો અને સંબંધિઓને શેર કરવાનું ન ભૂલશો, જેથી તેઓ પણ તેનાથી માહિતગાર થઈ શકે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.