ભારતે બનાવી આ ટેસ્ટિંગ કીટ દુનિયામાં તહેલકો મચાવી દેશે જાણો કોરોનાનો ટેસ્ટ હવે હાથવેંતમાં

આખી દુનિયામાં તહેલકો મચી ગયો, ટેસ્ટિંગ કીટને લઈને ભારત સરકારનો નવો દાવો.

બંગાળી વાર્તાનો તમને શોખ ના હોય તો કદાચ તમે ‘ફેલુદા’ થી પરિચિત ના હોવ.

એટલા માટે અમે તમને પહેલા ‘ફેલુદા’ થી કરાવીએ છીએ. બંગાળી ફિલ્મ સત્યજિત રે નું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે.

આ ફાલુદા તેમની ફિલ્મનું એક પાત્ર છે અને કેટલીય વાર્તાનો ભાગ પણ, આ બંગલામાં રહેતા પ્રાઇવેટ જાસૂસી પાત્ર છે. જે શોધખોળ કરીને બધી સામાન્યનો ઉકેલ શોધી લે છે.

કેટલાક અંશે બ્યોમકેશ બક્ષી જેવું.

જેવા માટે આના વિષે ગુગલ કરશો ત્યારે કેટલીય મોટી ફિલ્મી હસ્તીઓના નામ મળી જશે, જે ફેલુદાની પાત્ર ભજવી ચુક્યા છે. પરંતુ આજે અમે સત્યજિત રેના ‘ફેલુદા’ ની વાત નથી કરી રહ્યા.

અમે આજે તમને જણાવીશું, કોરોના કાળમાં ‘ફેલુદા’ ફરીવાર ચર્ચામાં કેમ છે.

ખરેખર, ટેસ્ટિંગને લઈને ભારત સરકારનો એક નવો દાવો કર્યો છે. જેણે ખળભળાટ મચાવી દીધો.

કોરોના ટેસ્ટને લઈને રોજ નવા સમાચાર આવે છે ક્યારેક દેશમાં ટેસ્ટીંગ સંખ્યાને લઈને વિવાદ થાય છે, તો ક્યારેક ટેસ્ટીંગ કીટની કિંમતને લઈને વિવાદ થાય છે. પરંતુ બધું સફળ રહ્યું તો ભારત સરકારનો નવો દાવો ખલબલી મચાવી શકે છે.

વૈજ્ઞાનિક અને ઔધ્યોગિત અનુસંસાધન પરિષદ (CSIR), એક નવી રીતનો ટેસ્ટ શોધ્યોનો દાવો કર્યો છે.

તેના માટે એક પાતળી સ્ટ્રિપ હોય છે, જેમાં તમને બે કાળી ધારી દેખાય ને તમને ખબર પડી જશે કે તમે કોરોના પોઝીટીવ છો.

CSIR ના જણાવ્યા પ્રમાણે એ સાંભળવામાં આવ્યું છે કે જેટલું આ સરળ લાગી રહ્યું છે, કરવામાં આ એટલું સરળ છે નહિ.

CSIR, વિજ્ઞાન અને પ્રધ્યોગીકી મંત્રાલયની નીચે કામ કરે છે. આ ટેકનીકને બે વિજ્ઞાનિકોએ વિકસિત કરી છે.

ભારત સરકાર તરફથી આ ટેકનીકને આગળ વધારવા માટેની મંજુરી મળી ગઈ છે અને ટાટાની સાથે બનાવાનો કરાર પણ કરી લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી રજુ કરવામાં આવેલા પ્રેસનોટમાં ચોખ્ખું લખ્યું છે કે આ પુરેપુરો ભારતીય ટેસ્ટ છે. જેને એક સાથે સમુહમાં કેટલાય ટેસ્ટ કરવામાં સરળતા થશે.

કેવી રીતે કામ કરશે આ ટેસ્ટ

બીબીસી સાથે વાત કરતા CSIR ના ડાયટેકટર જનરલ ડો. શેખર માંડેએ જણાવ્યું કે “આ પેપર બેસ્ડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે, જેમાં એક પ્રકારનું સોલ્યુસન લગાવેલ હોય છે. કોરોના વાયરસના RAN ને નીકળ્યા પછી, આ પેપર ઉપર રાખતા જ એક ખાસ રીતનો બૈંડ જોવા મળે છે. જેનાથી ખ્યાલ આવે છે કે દર્દી કોરોના પોઝિટિવ છે કે નહિ.

આ પેપર સ્ટ્રીપ ટેસ્ટ કિટને ઇન્સ્ટિટ્યૂટ પફ જિનોમક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજીના બે વૈજ્ઞાનિકોએ ડિઝાઇન કર્યું છે.

દેબજ્યોતિ ચક્રવર્તી અને સૌવિક મૈતી આ બંને બંગાળાના રહેવાવાળા છે અને એક સાથે કામ કરે છે.

બીબીસી સાથે વાત કરતા સૌવિક મૈતીએ જણાવ્યું કે આ સ્ટ્રીપ ઉપર બે બેન્ડ હશે.

પહેલો બૈંડ છે કંટ્રોલ બૈંડ, આ બૈંડનો રંગ બદલાય એનો મતલબ થાય છે કે સ્ટ્રીપનો ઉપયોગ બરાબર રીતે કરવામાં આવ્યો છે.

બીજો બૈંડ છે ટેસ્ટ બૈંડ, આ બૈંડનો રંગ બદલાય તેનો મતલબ છે કે દર્દી કોરોના પોઝિટિવ છે. કોઈ બૈંડ જોવા મળે નહિ તો માનવામાં આવશે કે દર્દી કોરોના નેગેટિવ માનવામાં આવશે.

ફેલુદા (FELUDA) નામ શા માટે?

ખાસ વાત એ છે કે આ રેપિડ ટેસ્ટ છે અને નહિ કે RT-PCR ટેસ્ટ. આ એક ત્રીજા પ્રકારના RNA બેસ્ડ ટેસ્ટ છે.

સત્યજિત રેની ફિલ્મોના જાસૂસી કેરેક્ટરની જેમ આ ટેસ્ટને નામ આપવામાં આવ્યું છે. – ફેલુદા

પરંતુ નામ એક સંજોગ છે કારણ કે આ ટેસ્ટમાં ડિટેન્શનની જે ટેકનીકનો ઉપયોગ કર્યો છે, તે છે. FNCAS9 EDITOR LINKED UNIFORM DETECTION ASSAY.

પરંતુ સૌવિક સત્યજીત રે ના ફેલુદાથી આની સમાનતા જણાવે છે, તેમની ફિલ્મોની જેમ આ ફેલુદા પણ કોરોના દર્દીને જાસૂસની જેમ શોધે લેશે.

ભારતમાં સૌથી પહેલા ઉપયોગ.

ડો. શેખર માંડેના જણાવ્યા પ્રમાણે “દુનિયાના બીજા દેશોમાં પણ આ રીતના પેપર ટેસ્ટ ઉપર કામ કરવામાં આવ્યું છે. પરંતુ અમારું કામ બીજા દેશો ની સરખામણીમાં ઘણું અલગ છે. એ એટલા માટે કારણ કે અમે ટેસ્ટમાં બીજું એન્જાઈમનો ઉપયોગ કરી રહ્યા છીએ.

આ ટેસ્ટમાં ઉપયોગ થવાવાળી ટેકાનીક ને CRISPR- CAS9 ટેકનીક કહે છે. બીજા દેશ આ ટેસ્ટમાં CAS9 ની જગ્યાએ CAS12 અને CAS13 નો ઉપયોગ કરે છે.

અમેરિકમાં બર્કલે યુનિવર્સીટીમાં આ પ્રકારના ટેસ્ટનો ઉપયોગ થયો છે. પરંતુ અત્યારે આનો ઉપયોગ કોરોના ટેસ્ટ માટે નથી કરી રહ્યા.

ડો.માંડે ના જણાવ્યા પ્રમાણે મેં મહિનાના અંત સુધીમાં ભારત આ ટેસ્ટ શરુ કરી શકે છે.

આ ટેસ્ટની ગુણવત્તા વિષે જાણકારી બતાવતા ડો.માંડે કહે છે કે ભારતમાં ઉપયોગ કરવામાં આવતા, RT-PCR ની જેમ આ ટેસ્ટના પરિણામ પણ એટલા જ સાચા આવી રહ્યા છે.

કેટલા દિવસમાં બન્યો આ ટેસ્ટ.

ભારતના વૈજ્ઞાનિક 28 જાન્યુઆરીથી જ આ ટેસ્ટ બનાવના કામમાં લાગ્યા હતા.

આ ટેસ્ટ બનાવાવાળા વૈજ્ઞાનિક સૌવિત ના જણાવ્યા પ્રમાણે ચાર એપ્રિલની આજુબાજુ અમે એ તૈયાર કરી લીધું હતું. પરંતુ આ કીટના માસ-પ્રોડક્શન માટે અમને કંપનીના સાથની જરૂર હતી. પછી તેના માટે ટેન્ડર કાઢવામાં આવ્યા અને બાકી જરૂરી મંજૂરીની પ્રક્રિયા પુરા કરવામાં મહિના સુધીનો બીજો સમય લાગી ગયો.

રૈપિડ ટેસ્ટ કીટથી કેટલા સારા.

પાછલા કેટલાક દિવસોમાં ચીનથી રૈપિડ ટેસ્ટ કીટ મંગાવામાં આવ્યા હતા. જેના પરિણામ બરાબર નહિ આવ્યા. ત્રણ રાજ્ય સરકારે જયારે ફરિયાદ કરી તો આઈસીએમઆર જાતે આ ટેસ્ટ કીટ ચકાસણી કરી, પરંતુ તેમની ચકાસણીમાં પણ તે કીટ ફેલ સાબિત થઇ તો ભારતે ચીનને તે કીટ પાછા આપી દીધા. ભારત સરકાર ટેસ્ટિંગની પ્રક્રિયામાં ઝડપ લાવા માટે રૈપિડ ટેસ્ટ કીટ ભારતમાં લાવા માંગતી હતી.

પરંતુ શું આ પેપર ટેસ્ટ કીટ પછી રૈપિડ ટેસ્ટ કીટની જરૂરત નહિ પડે?

આના ઉપર ડો.માંડે કહે છે. “આ ટેસ્ટ કીટ કોઈનાથી સારી કે ખરાબ નથી હોતી, ખરેખર RT-PCR ટેસ્ટ કરવામાં થોડો વધુ સમય લાગે છે. અને તેની કિંમત પણ થોડી વધુ છે. પેપર બેસ્ડ ટેસ્ટમાં સમય પણ ઓછો લાગે છે અને કિંમત પણ ઘણી ઓછી છે.

પેપર બેસ્ડ ટેસ્ટ ના સેમ્પલ લઈને પરિણામ આવા સુધી એકથી બે કલાકનો સમય લાગે છે. કિંમત માટે જણાવતા ડો.માંડે કહે છે કે માસ પોડક્શન થયું તો 300-500 રૂપિયા એક ટેસ્ટની કિંમત પડશે.

ઘરે થશે ટેસ્ટ?

આ સવાલ ઉપર સૌવિક કહે છે કે “એવું નથી, પહેલા તો તમે બીમારીને સમજો, આ વાયરસ ફેલાયો છે, એટલા માટે આ બીમારીના સેમ્પલ લેવાની પ્રક્રિયામાં ઘણી સાવધાની રાખવી પડે છે. પછી સેમ્પલ માંથી RNA કાઢવાની પ્રક્રિયા પણ ઘણી જટિલ છે, આ ટેસ્ટ લેબમાં જ થઈ શકે છે અને તેના માટે ખાસ પ્રકારની મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા લોકો આ કરી શકે છે.

આ ટેસ્ટમાં નાક અને મોઢામાંથી સેમ્પલ લેવામાં આવે છે, જેને બફર ટ્રાન્સપોર્ટ મટીરિયલમાં ભેગું કરવામાં આવે છે. આ મટીરિયલની ખાસિયત એ છે કે તેમાં વાયરસ નથી બનતા. પછી સેમ્પલને લેબમાં લેવામાં આવે છે. પછી RNA કાઢવામાં આવે છે અને ત્યારે ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ દેશના કોઈપણ પેથોલોજી લેબમાં કરી શકાય છે.

પરંતુ ભારતમાં મેના અંત સુધી રાહ જોવી પડશે. જયારે આ ટેસ્ટ કીટ લેબમાં મળી રહશે.

આ માહિતી બીબીસી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.