5 દિવસમાં પથરીના ટુકડે-ટુકડા કરીને બહાર કાઢી નાખે છે આ 1 વસ્તુ

આજના દોડધામ ભરેલા જીવનમાં પથરીની સમસ્યા વિષે સામાન્ય રીતે ઘણું સાંભળવા મળતું હોય છે. કિડની સ્ટોન એટલે કે કીડનીની પથરીની પીડા અસહ્ય હોય છે. અને તેના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. કીડનીની પથરીનું સૌથી મોટું કારણ આપણું ખોટું ખાવા પીવાનું અને ઓછું પાણીની ટેવ છે. કીડનીની પીડા પોતાની સાથે ઘણી તકલીફોને પણ આમંત્રણ આપે છે. પરંતુ પથરી થતા પહેલા આપણું શરીર ઘણા સંકેત આપવા લાગે છે, જેની આપણે લોકો વારંવાર અવગણના કરી બેસીએ છીએ.

ડાયટિશિયન રશ્મી શ્રીવાસ્તવ જણાવે છે કે, કિડનીમાં જે લોકોને પથરી થાય છે, તેને તો તેના લક્ષણો વિશે ખબર પડી જાય છે. જ્યારે પથરીનું કદ વધવા લાગે છે અને પેશાબ કરતા દરમ્યાન દર્દીને તકલીફ થવા લાગે છે ત્યારે તેની જાણ થવા લાગે છે. કિડનીની પથરીમાં જો તમે તમારા રોજિંદા ખાવા પીવામાં સંભાળ રાખો છો અને પરેજી પાળો છો, તો તમારી સમસ્યાઓ ઘણે અંશે દુર થઇ જાય છે. જાણો પથરી થવાથી તમારા ખાવામાં કઇ વસ્તુનો સમાવેશ કરવો અને કઇ વસ્તુને છોડી દેવી જોઈએ.

ન ખાઓ આ વસ્તુઓ :

પાલક :

પથ્થરીના દર્દીઓને પાલકથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેમાં ઑક્સેલેટ હોય છે, જે કેલ્શિયમને સંગ્રહિત કરે છે અને યુરીનમાં નથી જવા દેતું. એટલે કે પથરીના દર્દીઓ જો પાલક ખાય છે, તો તેમની સ્થિતિ ખરાબ થઈ શકે છે.

ચોકલેટ :

જો તમને ચૉકલેટ પસંદ છે, તો તમારે આ આદત છોડવી પડશે. કારણ કે તે તમારી કિડનીની પથરીને વધારી શકે છે. તેથી તમે ચૉકલેટથી દૂર રહો. કારણ કે તેમાં ઑક્સેલેટ્સ હોય છે.

ટમેટા :

આપણે આપણા ખાવામાં ટમેટાનો ઉપયોગ ઘણો કરીએ છીએ. ટમેટામાં પણ ઓક્સેલેટનું મોટા પ્રમાણમાં મળી આવે છે. અને જો પથરીનાં દર્દીઓએ જો ટમેટા ખાવા છે, તો તેનો ઉપયોગ કરતી વખતે તેના બીજ બહાર કાઢી લો.

મીઠું :

પથરીના દર્દીઓએ ખાવામાં મીઠાનો ઉપયોગ પણ ઓછો કરવો પડે છે. કારણ કે મીઠામાં સોડિયમ હોય છે, જે પેટમાં જઈને કેલ્શિયમ બની જાય છે અને તે પણ પથરીને વધારી દે છે.

ચા :

ડૉક્ટર પથરીના દર્દીઓને સૌથી વધુ સલાહ આપે છે કે, તે સવારની શરૂઆત ચા થી ન કરે. કારણ કે તેનાથી નુકશાન ઘણું છે. એક કપ ચા પથરીની સાઈઝ વધારી શકે છે.

સી-ફૂડ અને મીટ :

જો તમને સી-ફૂડ અને મીટ પસંદ છે, તો તમારે તમારા સ્વાસ્થ્ય માટે પણ આ છોડવું પડશે. એટલું જ નહિ, અન્ય પ્રોટીન વાળી વસ્તુઓથી પણ તમારે પરેજી રાખવી પડશે. કારણ કે તેમાં પ્યુરિન નામનું એક ઘટક હોય છે. જો પથરીના દર્દીઓના શરીરમાં પ્યુરિનનું પ્રમાણ વધી જાય તો યુરિક એસીડનું સ્તર વધી જાય છે, જેનાથી પથરી મોટી થઇ જાય છે.

જરૂર ખાવ આ 1 વસ્તુ :

આયુર્વેદ અને ઘરેલુ સારવારમાં કિડનીની પથ્થરીમાં કળથીને ફાયદાકારક માનવામાં આવે છે. કળથી વાત અને કફનું શમન કરે છે, અને શરીરમાં તેનો સંગ્રહ અટકાવે છે. કળથીમાં પથરીનું ભેદન અને મૂત્રલ બંને ગુણો હોવાની તે પથરી બનવાની પ્રવુત્તિ અને પુનરાવૃત્તિ અટકાવે છે. તે ઉપરાંત તે યકૃત અને પલીહાંના દોષમાં લાભદાયી છે. તેનાથી મોટેપો પણ દૂર થાય છે.

આવી રીતે ઉપયોગ કરો :

250 ગ્રામ કળથી લો. એમાંથી કાંકરા-પત્થર કાઢીને તેને સાફ કરી લો. હવે તેને રાત્રે ત્રણ લિટર પાણીમાં પલાળી દો. સવારે પલાળેલી કળથી તે પાણી સહીત ધીમા તાપ ઉપર ચાર કલાક પકાવો. જ્યારે એક લિટર પાણી રહે છે (જે કાળા ચણાના સૂપ જેવું હોય છે) પછી નીચે ઉતારી લો. પછી ત્રીસ ગ્રામથી પચાસ ગ્રામ (પાચન શક્તિ મુજબ) દેશી ઘી નું તેમાં પડ મૂકો. પડમાં થોડું એવું સિંધવ મીઠું, કાળા મરી, જીરું, હળદર નાખી શકો છો. તમારી પથરી નાશક ઔષધી તૈયાર છે.

ઉપયોગની રીત :

દિવસમાં ઓછા માં ઓછું એક વખત, બપોરે ભોજનની જ્ગ્યાએ આ બધું સૂપ પી જાવ. 250 ગ્રામ પાણી જરૂર પીવો. એક-બે અઠવાડિયામાં કીડની અને મૂત્રાશયની પથરી ઓગળીને વગર ઓપરેશને બહાર આવી જાય છે. તેનું સતત સેવન કરતા રહેવાથી તે ઘણી રાહત આપે છે.