પથરીને ઓગાળી દે છે આ વસ્તુ, શરીરને બનાવે છે ફોલાદ, મહિલા અને પુરુષ બંને માટે છે ફાયદાકારક ઔષધિ

મૂસળીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. શક્તિની ઘણા પ્રકારની આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવા વાળી મૂસળી કોઈ ચમત્કારી ઔષધિથી ઓછી નથી હોતી. તેનો ઉપયોગ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. સફેદ મૂસળી ન ફક્ત શારીરિક ઉર્જા વધારે છે, પણ તે ઘણી બીમારીઓનો રામબાણ ઈલાજ હોય છે. તો આવો તમને જણાવીએ મૂસળીના પાંચ ચમત્કારી ફાયદા વિષે.

સફેદ મૂસળી શારીરિક શિથિલતાને દૂર કરે છે. શારીરિક ઉર્જા વધારવામાં તે ઘણી લાભકારી છે. એ જ કારણ છે કે, ઘણા પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવવામાં સફેદ મૂસળીનો ઉપયોગ કરવામાં આવે છે.

પેશાબમાં બળતરા થવા પર સફેદ મૂસળીના મૂળને પીસીને એલચી સાથે દૂધમાં ઉકાળીને પીવું ઘણું ફાયદાકારક હોય છે. દિવસમાં 2 વાર તેને પીવાથી ઘણો આરામ થાય છે.

મહિલાઓ માટે પણ મૂસળી ઘણી ફાયદાકારક હોય છે. તે મહિલાઓમાં વધતી ઉંમરની અસર ઓછી કરે છે અને તેમની સુંદરતામાં નિખાર લાવે છે. તેના સિવાય ઘણા પ્રકારના સ્ત્રી રોગોમાં તેનું સેવન ફાયદાકારક હોય છે.

પથરી એટલે સ્ટોનની સમસ્યામાં સફેદ મૂસળી ઘણો કારગર ઉપાય છે. તેને ઈન્દ્રાયણ (Colocynth) ના સૂકા મૂળ સાથે બરાબર માત્રા (1-1 ગ્રામ) માં પીસીને, એક ગ્લાસ પાણીમાં નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને દર્દીને રોજ સવારે પીવડાવવાથી ફક્ત 7 દિવસમાં જ પ્રભાવ દેખાય છે. તેના સેવનથી મોટી પથરી પણ ઓગળી જાય છે.

ભાગદોડ ભરેલા જીવનમાં શરીરના દુઃખાવાની ફરિયાદ ભલું કોને નથી હોતી! એવી સ્થિતિમાં રોજ સફેદ મૂસળીના મૂળનું સેવન લાભકારી હોય છે. હાઈ બ્લડ પ્રેશર અને ગઠિયામાં પણ મૂસળીનું સેવન ફાયદાકારક હોય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.