ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે આ કારણે આવ્યું હતું અંતર, મામાને કારણે જ નહિ લીધો કપિલના શો માં ભાગ.

આ વ્યક્તિને કારણે કૃષ્ણા અને ગોવિંદાના સંબંધમાં પડી તિરાડ, કપિલના શો માં ભાગ નહિ લેવા પાછળનું સામે આવ્યું આવું કારણ. ‘ધ કપિલ શર્મા શો’ માં આ અઠવાડિયે અભિનેતા ગોવિંદાને મહેમાન કલાકાર તરીકે બોલાવવામાં આવ્યા હતા અને આ શો નો ભાગ ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેક પણ છે. પરંતુ જયારે અભિષેકને ગોવિંદાના આવવાની ખબર પડી, તો તેમણે આ એપિસોડમાં ભાગ લેવાની ના કહી દીધી. આમ તો કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચે થોડો ખટરાગ ચાલી રહ્યો છે અને હાલના દિવસોમાં એક બીજાથી દુર રહે છે.

આ કારણે થયા મતભેદ : કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચે પહેલા ઘણું સારું ચાલી રહ્યું હતું અને તે બંને હંમેશા એક સાથે ઘણા શો માં પણ જોવા મળતા હતા. કૃષ્ણા અભિષેકે ઘણા શો માં ગોવિંદાની નકલ પણ ઉતારી હતી. પરંતુ કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહ અને ગોવિંદાની પત્ની સુનીતા વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ થઇ ગઈ હતી. જેના કારણે આ બંને કુટુંબમાં મતભેદ ઉભા થઇ ગયા.

કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે થોડા વર્ષો પહેલા એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે ‘પૈસા માટે નાચવા વાળો’ લખ્યું હતું. આ ટ્વીટને સુનીતાએ ગોવિંદા સાથે જોડીને જોયું અને ત્યારથી આ બંને કુટુંબ વચ્ચે લડાઈ શરુ થઇ ગઈ. આમ તો કાશ્મીરા શાહનું આ ટ્વીટ એવા સમયે આવ્યું હતું જયારે ગોવિંદા એક કાર્યક્રમમાં પૈસા લઈને ગયા હતા.

કાશ્મીરા શાહના આ ટ્વીટ ઉપર સુનીતાએ વિરોધ વ્યક્ત કર્યો અને કૃષ્ણાના કુટુંબ સાથે કાયમ માટે સંબંધ તોડી નાખ્યા. કાશ્મીરા શાહે ટ્વીટ પહેલા હંમેશા આ બંને કુટુંબ એક બીજાના ઘરે આવતા જતા હતા. પરંતુ આ ટ્વીટ પછી તેમણે એક બીજાના ઘરે આવવા જવાનું પણ બંધ કરી દીધું.

તે ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ માં હાલમાં જ ગોવિંદા મહેમાન બનીને આવ્યા હતા. આ એપિસોડ માંથી અભિષેકે પોતાને અલગ કરી લીધો અને એપિસોડમાં ન જોડાવાનો નિર્ણય કર્યો. અભિષેકે એક નિવેદન આપતા જણાવ્યું કે સારી કોમેડી માટે સેટનું વાતાવરણ સારું હોવું જરૂરી છે. મામા સાથે આ સમયે સંબધો સારા નથી. એટલા માટે મેં એપિસોડમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે.

કૃષ્ણાના જણાવ્યા મુજબ તેનો દીકરો હોસ્પિટલમાં હતો ત્યારે તેણે તેના મામાને ઘણા ફોન કર્યા હતા. પરંતુ ગોવિંદાએ એક ફોનનો જવાબ પણ ન આપ્યો. કૃષ્ણાએ કહ્યું કે તેના મામા તેને મળવા માંગતા ન હતા તો તે પણ તેના મામાને આવી રીતે નથી મળવા માંગતા.

કૃષ્ણાનું કહેવું છે કે હવે તો માત્ર કપિલ શર્મા જ છે, જે તેના અને તેના મામા વચ્ચેના સંબંધ ઠીક કરાવી શકે છે. એટલા માટે મામા આવતી વખતે શો માં આવે તો મને બોલાવી લેજો સ્ટેજ ઉપર અને બધાની સામે સમાધાન કરવાનું કહો. કૃષ્ણાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ સમયે આ બંને કુટુંબો વચ્ચે ઘણું અંતર આવી ગયું છે અને કૃષ્ણા ઈચ્છે છે કે વાતનું સમાધાન કરવા માટે થોડો સમય આપવામાં આવે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.