ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

ચાણક્ય નીતિ અનુસાર ગુસ્સામાં કાંઈ પણ બોલતા પહેલા કરવું જોઈએ આ કામ, નહિ બગડે તમારી વાત

આચાર્ય ચાણક્યએ માણસના જીવનને સફળ અને ખુશહાલ બનાવવા માટે પોતાના નીતિ શાસ્ત્રમાં ઘણી નીતિઓ જણાવી છે. પોતાના નીતિ ગ્રંથમાં જ્યાં તેમણે માણસની વાણીને અમૃત જણાવી છે, તો તેને વિષ પણ કહી છે. તે કહે છે કે, કોઈ વ્યક્તિની વાણી મીઠી પણ હોય છે અને ઝેરથી ભરેલી પણ હોય છે. હવે તે વ્યક્તિએ નક્કી કરવાનું છે કે, તેણે પોતાની વાણીમાં વિષ ભરેલા શબ્દ બોલવા છે કે પછી ખાંડથી પણ મીઠા શબ્દો બોલવા છે.

કહેવામાં આવે છે કે, એક વ્યક્તિએ સમજી વિચારીને બોલવું જોઈએ. ક્યારે, ક્યાં અને કઈ રીતે બોલવું છે તેની સમજણ હોવી જરૂરી છે, કારણ કે પછી બોલેલા શબ્દ પાછા નથી લઇ શકાતા. ચાણક્યના કહેવાનો અર્થ છે કે, માણસ પાસે વાણી એક હથિયાર માફક છે, જેની મદદથી મનમાં પોતાના માટે સમ્માન પેદા કરી શકાય છે, પણ તે વાણીથી જ કોઈની નજરમાં નીચે પણ ઉતરી શકાય છે.

ઘણી વાર એવું થાય છે કે, માણસના જીવનમાં ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે, જયારે તે ગુસ્સામાં હોય છે. એવામાં તે પોતાની વાણીમાં ઝેર ભરી દે છે અને પછી તે વિષ ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. જયારે માણસ ગુસ્સામાં હોય છે ત્યારે તેને ખબર નથી પડતી તે શું કહી રહ્યો છે. કે એવું કહીએ કે તેને પોતાના બોલેલા ઝેરીલા શબ્દોનો જરા પણ ખ્યાલ નથી હોતો કે તે શું બોલી રહ્યો છે. જયારે તે વ્યક્તિનો ગુસ્સો શાંત થઈ જાય છે, અને તે પોતાના કહેલા શબ્દોને યાદ કરે છે, તો તેને પસ્તાવો થવા લાગે છે.

એટલા માટે કહેવામાં આવે છે કે, હંમેશા બોલતા સમયે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. બોલતા સમયે તે જરૂર ધ્યાન રાખવું જોઈએ કે, તે શું બોલી રહ્યો છે, અને તેનું પરિણામ શું આવશે? પરિણામ વિષે ખબર હોવા પર વ્યક્તિ બધું સંભાળી શકે છે. એટલા માટે જો માણસ બોલતા પહેલા એ વિચારી લે તો પછી તેની વાણીથી સામેવાળા વ્યક્તિને કોઈ ઇજા નહિ પહોંચે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)