આ દસ રાશિઓ માટે મિશ્રિત ફળદાયી રહશે દિવસ, કેટલાક ગુપ્ત શત્રુ પહોચાડી શકે છે નુકશાન

મેષ રાશિ :

આજે તમે તમારા મૂડમાં બદલાવ અનુભવશો અને તેના કારણે કામમાં પણ મન લાગશે નહિ. શિક્ષા-પ્રતિયોગિતા માટે પણ સમય યોગ્ય નથી. લોકો વિષે તમને કંઈક રોચક વાતો પણ ખબર પડી શકે છે. નોકરીમાં ટ્રાન્સફરનો યોગ બની રહ્યો છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સુખના સાધન જોડાશે. સંતાન જોડેથી સુખ પ્રાપ્ત થશે. ગાયને રોટલી ખવડાવો, તમારી સ્થિતિ સારી રહશે. બિઝનેસમાં તમને મોટો નફો મળશે.

વૃષભ રાશિ :

દિવસની શરૂઆતમાં તમને થોડીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. પારિવારિક જીવનમાં સમય અનુકૂળ રહશે. પરંતુ કોઈ પણ નિર્ણય જુસ્સામાં આવીને લેવો નહિ. સાવધાનીથી પગલાં લેવા પડશે. ઉત્તમ દામ્પત્ય જીવન રહશે. સમસ્યા દૂર થવામાં થોડો સમય લાગી શકે છે. પરિવારના નાના સભ્યો વિષે ચિંતા રહશે. આજે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ થઇ શકે છે. તમારે તમારા ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે.

મિથુન રાશિ :

પરિવારમાં કોઈની સાથે મતભેદ થઇ શકે છે. તમારું મન વિચલિત થઇ શકે છે. આજે તમે ઉચ્ચ અધિકારીઓ કે સમાજમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવી શકો છો. આવનારા ત્રણ દિવસમાં તમને ઘણા શુભ પરિણામ પ્રાપ્ત થશે. કારોબારી ક્ષેત્રમાં ઉન્નતિ થશે. ઘર-બહાર પ્રસન્નતા રહશે. જોખમ ન ઉઠાવો. કોઈ કામને પૂર્ણ કરવા માટે જરૂરથી વધારે મહેનત કરવી પડી શકે છે. તમે તમારા ખર્ચાઓને લઈને વિચારમાં ડૂબી શકો છો.

કર્ક રાશિ :

ખાનગી વાતો પોતાની પ્રિય સાથે જણાવવા માટે યોગ્ય સમય છે. પ્રેમ સંબંધો માટે સારો સમય છે. વ્યસ્તતા થઇ શકે છે. વિવાહિત લોકો પોતાના જીવનસાથી સાથે યોગ્ય વ્યવહાર રાખો અને સંવાદહીનતાને આવવા દેવો નહિ, નહિતર વૈચારિક મતભેદ થઇ શકે છે. આજે તમે યોગ્ય ક્ષણ જોઈએ પોતાના પ્રિયને પ્રપોઝ કરી શકો છો. તમારા કેટલાક જરૂરી કામ અધૂરા રહી શકે છે. પોતાના ગુરુને કંઈક ભેટ આપો, તમારી દરેક સમસ્યા દૂર થશે.

સિંહ રાશિ :

આજે નવા મિત્રો બનશે પરંતુ થોડું સાવધાન રહો, કારણ કે આમાંથી મોટાભાગના સ્વાર્થી થઇ શકે છે. જો તમે કોઈ વસ્તુને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો આજે તમે તેને મેળવી શકો છો. યાત્રામાં થોડી સાવધાની રાખો. પ્રેમ સંબંધોમાં સફળતા મળવાની સંભાવના છે. કામમાં મન લાગશે નહિ. આજે તમે કેટલાક મામલામાં વધારે જ ઉત્સાહિત રહેશો. પારિવારિક સંબંધી કે મિત્ર વગેરે ઘરમાં મહેમાનના રૂપમાં આવી શકે છે.

કન્યા રાશિ :

આજે કોઈને પણ ધન ઉધાર આપો નહિ, નહિતર તમને નુકશાન પહુંચી શકે છે. બીજા પર તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. પ્રેમ-સંબંધો માટે દિવસ મિશ્ર રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમે શ્રેષ્ઠ પ્રતિભાનો પરિચય આપવામાં સફળ રહેશો. તમારું આકર્ષણ વધી શકે છે. કોઈ નવા કાર્ય-એન્ટરપ્રાઇઝને શરુ કરી શકશો. આવકમાં વૃદ્ધિ થશે. ચેલેન્જિંગ વાતાવરણમાં વ્યવહારિક રહો. પોતાના કોઈ મિત્રની બર્થડે પાર્ટીમાં જઈ શકો છો.

તુલા રાશિ :

વેપારમાં પ્રગતિ અને આવકમાં વૃદ્ધિ થશે. ખર્ચમાં વધારો થશે પરંતુ ફાલતુ ખર્ચાથી બચીને રહો. પ્રેમ-સંબંધોમાં વાત બગડે નહિ તેનું ધ્યાન રાખો અને અહંકારથી બચો. ભાગ્યવૃદ્ધિ થવાના સંકેત છે. અટકેલા પૈસા પાછા આવશે. કોઈ ખરાબ સમાચાર મળવાથી પરેશાન રહેશો. વગર કામની મહેનત થશે. કોર્ટ-કચેરી કે કોઈ વિવાદમાં તમને જીત મળી શકે છે. ઓફિસનું કામમાં તમને નવા ચેલેન્જો આવી શકે છે.

વૃશ્ચિક રાશિ :

પરિવારમાં ખુશીઓ અને સૌભાગ્ય આવશે. તમારા ઘરમાં ધનથી જોડાયેલી બધા પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળશે. પ્રેમ-સંબંધોમાં માર્યાદિત રહો કારણ કે આવું ન કરવા પર સંબંધમાં તણાવ આવી શકે છે. જીવનસાથીની સલાહ તમારી માટે યોગ્ય સાબિત થશે. વાંચવા-લખવા વગેરે કામોમાં ઉત્સાહ અને જોશથી કામ કરી શકશો. મહત્વપૂર્ણ માણસ તમારી ખાસિયતને ઓળખી લેશે. દરરોજના કામોમાં તમને પૂર્ણ રૂપથી સફળતા મળશે.

ધનુ રાશિ :

વ્યવસાયિક સંદર્ભમાં ક્યાંક દૂરની મુસાફરી સંભવ છે. ગુસ્સો કે જુસ્સામાં આવીને પ્રેમને વચ્ચે આવા દેવો નહિ, તો સારું રહશે. ગેરસમજ વધવાની સંભાવના છે. એટલા માટે પોતાની સમસ્યા પોતે જ નિર્વારણ કરવાનો પ્રયાસ કરવું જ સારું રહશે. કોઈની પર પણ જરૂરતથી વધારે ભરોસો કરો નહિ. સરકારી સરકારી કામમાં રોકાયેલા કામ કોઈ બહારની વ્યક્તિની મદદથી પૂર્ણ થશે. જેટલું વધારે બોલશો તેટલા જ સમસ્યામાં પડી શકો છો.

મકર રાશિ :

આજે તમને તમારા બાળકો તરફથી શુભ સમાચાર મળી શકે છે. પારિવારિક જીવનમાં સમસ્યા આવી શકે છે. પરંતુ છેવટમાં બધા જુના ઝગડાનું નિવારણ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, આજે તમે તમારા મન પસંદની વસ્તુ ખરીદી શકો છો. શેયર માર્કેટમાં લાભ થશે. બીજાના કામમાં ધ્યાન ન આપો. દરરોજના કામ સમયસર પૂર્ણ થવામાં સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યના મામલામાં તમે તંદુરસ્ત રહેશો.

કુંભ રાશિ :

આજે પારિવારિક જીવન સુખદ રહશે. કપડાઓ પ્રતિ વલણ રહશે. શેયર બજારમાં રોકાણ કરતા પહેલા શાંતિથી વિચારો. તમારામાં ઉર્જાનો સંચાર રહશે, તેને યોગ્ય દિશામાં ઉપયોગ કરો. જીવનસાથીની સાથે ભાવનાત્મક સંવેદનશીલતાની સાથે-સાથે પ્રેમની મધુરતા વધશે. કેટલાક મામલામાં આજે તમે લોકો સાથે વિવાદ કરી શકો છો. પોતાને શાંત રાખી શકશો નહિ. ગૃહિણીઓ બેદરકારી ન રાખો. જરૂરી વસ્તુ ગુમાવી શકો છો.

મીન રાશિ :

આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરો છો, તો ફાયદો જરૂર થશે. જો કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો વધારે મહેનતની જરૂરત છે. નાહિરત પરિણામ તમારા પક્ષમાં આવશે નહિ. પ્રેમનો પ્રસ્તાવ માટે આજનો દિવસ યોગ્ય છે. આજે કોઈની સાથે કારણ વિના ભડકી શકો છો, આનાથી તમારા વ્યક્તિત્વ પર જ ખુબ ખરાબ અસર પડશે. ઈર્ષ્યા વ્યક્તિ નુકશાન પહુંચાડી શકે છે. નોકરીમાં ઉચ્ચાધિકારી પ્રસન્ન થશે.