પ્રિયા પુનીયા ઈંડિયન વુમન ક્રિકેટ ટીમની ઘણી જ સારી ખેલાડી છે. ઘણા ઓછા સમયમાં પ્રિયાએ પોતાની રમત દ્વારા લોકોના દિલમાં પોતાની એક વિશેષ અને અલગ ઓળખાણ બનાવી લીધી છે. ઈંડિયન ક્રિકેટર પ્રિયા પુનિયા પોતાની રમતની સાથે સાથે પોતાની સુંદરતાને લઈને પણ સમાચારોમાં જળવાયેલી રહે છે. જયારથી પ્રિયા પુનિયાએ ભારતીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી જ તે પોતાની સુંદરતા દ્વારા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. પ્રિયા હંમેશા પોતાની સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતી રહે છે, જેને તેના બધા ફેંસ ખુબ પસંદ કરે છે.
ભલે પ્રિયા રમત દરમિયાન ઘણા જ સાધારણ લુકમાં જોવા મળે છે, પણ જો તમે પ્રિયાને કોઈ પાર્ટી કે ઈવેંટમાં જોશો તો તમે તેને ઓળખી નહી શકો. રમતના મેદાનમાં ઘણી જ સિમ્પલ એવી લાગતી પ્રિયા મેકઅપ કર્યા પછી કોઈ મોડલથી ઓછી સારી નથી દેખાતી.
જો તમને અમારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે પોતે આ તસ્વીરોમાં પ્રિયા પુનિયાના સુંદર અને હોટ લુકને જોઈ શકો છો. આ તસ્વીરો જોયા પછી તમને પણ પ્રિયાની સુંદરતાનું પ્રમાણ મળી જશે. આ બંને જ તસ્વીરોમાં પ્રિયા ઘણી જ હોટ અને સુંદર દેખાઈ રહી છે. પ્રિયા ઈંડિયન વુમન ટીમમાં એક બેટ્સવુમેન તરીકે રમે છે, અમે તમને જણાવી દઈએ કે પ્રિયાની સુંદરતા અને હોટ લુકના લાખો દીવાના છે.
પ્રિયાએ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 5 ODI મેચ રમી છે, આ મેચોમાં પ્રિયાએ 175 રનની સુંદર પાળી રમી છે. 9 ઓક્ટોમ્બર 2019 ના રોજ પ્રિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ODI માં પોતાની પહેલી મેચ રમી હતી. જયારે T20 માં ગયા વર્ષે 6 ફેબ્રુઆરી 2019 ના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી મેચ રમી હતી. પ્રિયાનો જન્મ 6 ઓગસ્ટ 1996 ના રોજ ગામ જણાઉ ખારીમાં થયો હતો. પ્રિયાના પિતાનું નામ સુરેન્દ્ર પુનિયા છે. પ્રિયાના પિતા સરકારી નોકરીમાં ફરજ બજાવતા હતા, જેના કારણે જ તેની પોસ્ટીંગ અલગ અલગ જગ્યાએ થતી રહેતી હતી.
ટ્રાંસફરને કારણે જ અજમેર, જયપુર અને દિલ્હીમાં પ્રિયાના પિતા પોસ્ટેડ રહ્યા. દિલ્હીથી જ પ્રિયાએ પોતાની ગ્રેજયુએશનની ડીગ્રી પ્રાપ્ત કરી. આજના સમયમાં પ્રિયા નેશનલ મહિલા ટીમ તરફથી ક્રિકેટ રમી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે, સતત છેલ્લા દસ વર્ષોથી પ્રિયા એક ઓપનર બેટ્સવુમેન તરીકે મેદાનમાં ઉતરી રહી છે. પ્રિયા પુનિયા એક ઉત્તમ રાઈડ હેંડ બેટ્સવુમેન છે.
ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં થયેલી સીનીયર વુમન વનડે ચેમ્પિયનશીપમાં પ્રિયાએ આઠ મેચોમાં બે સદી સાથે કુલ 407 રન બનાવ્યા હતા. આ ચેમ્પિયનશીપ બેંગલુરુમાં રમાઈ હતી. આ ચેમ્પિયનશીપમાં પ્રિયાને બેસ્ટ ત્રણ ખેલાડીઓમાં સ્થાન મળ્યું. આ પ્રદર્શનને કારણે વર્ષની શરુઆતમાં પ્રિયાની પસંદગી ન્યૂઝીલેંડ પ્રવાસ માટે થઇ.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.