આ છે 10 થોડા ભણેલા અભિનેતા, બાકી કહેવાય છે કે ક્યાયનાં ચાલે એ લોકો ચાલી જાય બોલીવુડમાં

અભ્યાસનું આજે જીવનમાં ઘણું મહત્વ છે. શિક્ષણનું મહત્વ યુગોથી ચાલતું આવી રહેલ છે. કહેવાય છે કે જેટલું વધુ આપણે જીવનમાં જ્ઞાન મેળવીએ છીએ, એટલો જ વધુ આપણે આપણા જીવનમાં વિકાસ કરીએ છીએ. સારું ભણેલાં ગણેલાનો અર્થ માત્ર એ જ નથી હોતો કે પ્રતિષ્ઠિત અને માન્યતા મેળવેલ, કે સારી સંસ્થાઓમાં નોકરી કરવી. આમ તો તેનો અર્થ થાય છે કે જીવનમાં સારા અને સામાજિક વ્યક્તિ બનવું.

બોલીવુડની દુનિયામાં અભિનેતા કે હિરોઈનને તેના અભિનય અને પોપ્યુલારીટીથી ઓળખવામાં આવે છે. જો આ પોપ્યુલર થઇ જાય તો પછી તેના અભ્યાસ ઉપર કોઈ ધ્યાન નથી આપતું. આમ તો એવું નથી કે અહિયાં ભણેલાં ગણેલા સ્ટાર્સ નથી. બોલીવુડમાં એવા ઘણા મોટા સ્ટાર્સ છે જેમની ગણતરી સૌથી વધુ ભણેલાં ગણેલા લોકોમાં કરવામાં આવે છે. આજે અમે એવા જ ૧૦ સ્ટાર્સ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.

અમિતાભ બચ્ચન :

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને નૈનીતાલના શેરવુડ કોલેજમાંથી સ્નાતકની ડીગ્રી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયની કરોડીમલ કોલેજ આવી ગયા. તેમણે સાયન્સ અને આર્ટમાં આગળનો અભ્યાસ પૂરો કર્યો છે. સ્વીંસલેંડ યુનીવર્સીટીએ બીગ બિ ને ડોક્ટરેટની ડીગ્રીથી સન્માનિત પણ કરેલ છે.

રણદીપ હુડા :

રણદીપ હુડાના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. અભિનેતા રણદીપ હુડાનો સ્કૂલનો અભ્યાસ દિલ્હી પબ્લિક સ્કુલમાં થયો છે. ત્યાર પછી તે ઉચ્ચ શિક્ષણ માટે મેલબોર્ન જતા રહેલ. ત્યાં તેમણે બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી. પછી ઇન્ડિયા આવીને અભિનયની દુનિયામાં આવી ગયા.

પરણિતી ચોપરા :

અભિનેત્રી પરણિતીની શરુઆતનો અભ્યાસ કોન્વેન્ટ ઓફ જીસસ એંડ મેરીથી થયેલો હતો. ત્યાર પછી તે પણ લંડન જતી રહેલી. ત્યાં તેમણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કુલમાં બિઝનેસ, ફાઈનાન્સ અને ઇકોનોમિકસમાં ઓનર્સની ડીગ્રી મેળવેલી.

તાપસી પન્નુ :

ફિલ્મ ચશ્મેબદ્દૂરથી બોલીવુડમાં પ્રવેશ કરનારી અભિનેત્રી તાપસી પન્નુની શરૂઆતનો અભ્યાસ દિલ્હીની માતા જયકોર પબ્લિક સ્કૂલમાંથી પૂરો થયો. ત્યાર પછી તેમણે તેગ બહાદુર કોલેજ માંથી કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં સ્નાતકની ડીગ્રી મેળવી. તાપસી વિષે કહેવામાં આવે છે કે તે એપ ડેવલપર પણ છે. તેમણે પોતાના ક્લાસમેટ સાથે fontswap એપ આઈફોન માટે ક્રિએટ કરી હતી.

કૃતિ સેનન :

ફિલ્મ ‘હીરોપંતી’ થી પોતાના કેરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી કૃતિ સેનનએ જેપી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક એંડ કોમ્યુનીકેશનમાં સ્નાતક કરેલ છે.

સુશાંત સિંહ રાજપૂત :

આજકાલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરી રહેલ છે. તેમણે શરૂઆતનો અભ્યાસ સેંટ કેરેંસ હાઈસ્કુલ, પટનાથી કર્યો હતો. આગળના અભ્યાસ માટે તે દિલ્હી આવી ગયા. દિલ્હીમાં તેમણે કુલાચી હંસરાજ મોડલ સ્કુલમાં અભ્યાસ કરેલ. પછી અહીયાની દિલ્હી કોલેજ ઓફ એન્જીનીયરીંગ માંથી તેમણે મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યો.

વિદ્યા બાલન :

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન આજે જેટલા અભિનય દુનિયામાં સક્રિય છે. એટલા જ તે અભ્યાસ દરમિયાન પણ હતા. વિદ્યાએ મુંબઈના જેવિયર્સ કોલેજમાંથી સોસીયોલોજીમાં ગેજ્યુએશન અને તે વિષયમાં માસ્ટરી પણ કરી છે.

અમીષા પટેલ :

અભિનેત્રી અમીષા પટેલે કેથેડ્રલ એંડ કેનન સ્કુલમાંથી પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરેલુ. ત્યાર પછી તે ટફટસ વિશ્વવિદ્યાલયમાં ઇકોનોમિકસના અભ્યાસ માટે મેસાચુસેટ્સ જતી રહેલી. તમને જાણીને નવાઈ થશે કે અમીષા ઇકોનોમિકસમાં ગોલ્ડ મેડલીસ્ટ છે. તે ઉપરાંત તેમણે બાયોજેનેટીક એન્જીનીયરીંગમાં પણ ડીગ્રી મેળવેલ છે.

પ્રીતિ ઝીંટા :

સુંદર અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ કોલેજનો અભ્યાસ શિમલાની જાણીતી સેંટ બીડજ કોલેજ માંથી કરેલો છે. તેમણે અંગ્રેજીમાં બીએ ઓનર્સ પણ કરેલ છે. એટલું જ નહી પ્રીતિ ઝીંટા પાસે ક્રિમીનલ સાઈકોલોજીમાં માસ્ટર ડીગ્રી પણ છે.

જોન અબ્રાહમ :

અભિનેતા જોન અબ્રાહમે બોમ્બે સ્કોટીસ સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યાર પછી તેમણે ત્યાં જય હિન્દ કોલેજ ઇકોનોમિકસમાં સ્નાતક કર્યુ છે. એટલું જ નહી તેમની પાસે MBA ની ડીગ્રી પણ છે. બોલીવુડમાં આવતા પહેલા તે એક એડવરટાઈજિંગ એજન્સીમાં મીડિયા પ્લાનર હતો. તે કોલેજ સમયમાં ફૂટબોલ ટીમના કેપ્ટન પણ રહી ચૂકેલ છે.