લગ્ન ની પહેલી રાત્રે છોકરીઓ ના મનમાં આવે છે આવા વિચાર

લગ્નનું બંધન એક છોકરા અને છોકરી બન્ને માટે ઘણું જ અલગ હોય છે. આમ તો છોકરીઓ માટે વધુ અઘરું એટલા માટે હોય છે, કેમ કે તે પોતાના ઘર પરીવાર, સંબંધો બધું છોડીને એક એવા વ્યક્તિના ઘેર જાય છે, જેને તે વધુ ઓળખતી પણ નથી. તેના મનમાં લગ્નની એક રાત પહેલા ઘણા બધા પ્રશ્ન ફરવા લાગે છે. તેના કારણે જ તે ગભરાવા લાગે છે. થોડા પ્રશ્ન કન્યાઓને એટલા દુ:ખી કરે છે કે તે દુ:ખી થઇને બેભાન પણ થઇ જાય છે. તમને જણાવીએ છીએ શું છે તે વાતો જે છોકરીઓને દુ:ખી કરે છે. જયારે તમે જાણશો ત્યારે તમે તેનો ઉકેલ પણ કાઢી શકશો.

ઉતાવળતો નથી કરી નાખી ને :

લગ્ન એક એવું બંધન છે જેને લઈને છોકરીઓમાં હંમેશા ડર રહેતો હોય છે. છોકરીઓને લાગે છે કે ક્યાંક તેણે લગ્ન માટે ઉતાવળ તો નથી કરી નાખી ને. એવા વિચાર તેને જીવનના કોઈ પણ સમયે આવી શકે છે. ખાસ કરીને છોકરીઓની આશાઓ કાંઈક વધુ જ હોય છે. તેમનામાં દરેક સમયે નવા નવા વિચાર ઉભા થતા રહે છે. તેને લાગે છે કે જેની સાથે તે લગ્ન કરવા જઈ રહી છે, ખબર નથી તે તેના સપના પુરા કરી શકશે કે નહિ. તેને લાગે છે કે તે થોડું વધુ મોડું કરત તો તેને સારો અને એવો છોકરો મળ્યો હોત જેને તે ઈચ્છે છે.

કેવા હશે સાસરિયા વાળા :

દરેક છોકરી માટે સાસરિયા તેમના જીવનનું સૌથી મોટું સત્ય હોય છે. પોતાના માતા પિતા અને ભાઈ બહેન સાથે મોટા થયા અને યુવાન થઇને કોઈ બીજા સાથે એડજસ્ટ કરવામાં ઘણી તકલીફ થાય છે. છોકરીઓને બાળપણથી જ સાસરિયાને બિહામણું સ્થળ બતાવવામાં આવે છે, જેથી તેના મનમાં સાસરીયા અને સાસુને લઈને ડર બેસી જાય છે. તેને લાગે છે કે તેની સાસુ તેને માનશે નહિ અને સાસરિયામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.

પતિ :

આ એક વ્યક્તિના નામ ઉપર એક છોકરી પોતાના જીવનનો એક મોટો નિર્ણય કરતી આવી છે. તેના મનમાં વિચાર આવે છે, કે જે તેનો પતિ છે તે તેના માટે કેવો હશે. ભલે લવ મેરેજ પણ કેમ ન હોય. એક બોયફ્રેન્ડ અને એક પતિમાં ઘણો ફરક હોય છે. છોકરીઓના મનમાં પતિને લઈને પણ ઘણા પ્રકારની વાતો ચાલતી રહે છે. સાસરીયામાં તેને સૌથી નજીક પતિ જ લાગે છે. તેવામાં તે પતિ સાથે સારા સંબંધો ઉપર ઘણું બધું વિચારવા લાગે છે.

લગ્નનો ખર્ચ :

લગ્નના સમયે જેવી રીતે શણગાર જમણવાર વગેરેમાં ખર્ચા થાય છે તે એક છોકરીથી કાંઈ છૂપું નથી રહેતું. તે જુવે છે કે કેવા તેના પિતા અને ઘરવાળા તેના લગ્ન માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. આ વસ્તુને લઇને પણ તે ઘણી દુ:ખી થાય છે. તેને લાગે છે કે તે આ ખર્ચને કારણે જ તે પોતાના પિતા ઉપર બોજ બની રહી છે. તેને એવું લાગે છે કે ક્યાંક તેના પપ્પાએ તેની ખુશી માટે પોતાના બજેટથી વધુ ખર્ચા તો નથી કરી દીધા. તેવા જ થોડા પ્રશ્ન છોકરીના મનમાં લગ્ન પહેલા આવે છે અને આ પ્રશ્નોને લઈને તે ગભરાતી રહે છે.