ઘરના સમારકામમાં મળ્યું આખું શહેર, દીવાલ પાછળ છુપાયેલી હતી સેંકડો વર્ષ જૂની વિરાસત

ક્યારે ક્યારે કાંઈક એવી ઘટનાઓ થાય છે, જેની તમે કલ્પના સુધી નથી કરી શકતા. એવી જ ઘટના તુર્કીના એનાટોનીયાના કાયરેરી રાજ્યના રહેવાસી એક વ્યક્તિ સાથે થઈ. આ ઘટના જયારે તેઓ પોતાના જુના મકાનનું સમારકામ કરાવી રહ્યા હતા એ દરમિયાન થઈ. જુના મકાનમાં જુનવાણી રાખવામાં આવેલો કિંમતી સામાન મળવાની ઘટનાઓ તમે ઘણી વખત સાંભળી હશે. ક્યારે સોના ચાંદી, હીરા અને દાગીનાઓ મળવાની પણ વાત સામે આવી હશે. પરંતુ આ વ્યક્તિને કાંઈક એવું મળ્યું કે તેને પુરાતત્વ વિભાગને બોલાવવા જ પડ્યા હતા. જયારે પુરાતત્વ વિભાગગે તપાસ કરી અને તેના રીપોર્ટ વિષે તે વ્યક્તિને ખબર પડી તો તેની ઊંઘ ઉડી ગઈ. કેમ કે તે વ્યક્તિને દીવાલની પાછળ કાંઈ બીજું નહિ પરંતુ આખું શહેર જ મળી ગયું હતું.

પડી દીવાલ, નીકળ્યું શહેર :

તુર્કીના રહેવાસી ૫૦ વર્ષના મુસ્તુફા બોજ્દેમીર નામના એક વ્યક્તિએ ખાસ કરીને જુનું મકાન ખરીદ્યું હતું. મકાન ઘણું જુનું હતું. જેના ઘણા ભાગમાં રીપેરીંગ કરાવવા લાયક હતું. મુસ્તુફા બોજ્દેમીરએ ઘર ખરીદવાના પાંચ વર્ષ પછી ફરી વખત નવેસરથી બનાવરાવવાનું નક્કી કર્યુ. કામ જ્યારે બેઝમેંટ સુધી પહોચ્યું તો તેણે ઘરના બેઝમેંટમાં એક્દીવાલ જોઈ. પરંતુ જયારે બીજા વર્કસ સાથે તે અંદર ગયો તો ત્યાં વર્ષો જુનું એક શહેર જોઈ દંગ રહી ગયો. આ શહેર ઘણું મોટું હતું અને જમીન નીચે ઘણા માળ રહેલા હતા, મુસ્તુફાએ તરત તેની માહિતી કાયસેરી ગર્વનર ઓફીસ અને કલ્ચર એન્ડ ટ્યુરીઝમ ડાયરેક્ટરેટને આપી. રીસર્ચ પછી ખબર પડી કે મુસ્તુફાના ઘરના બેસમેંટની નીચે વર્ષો પહેલા વસેલા ડ્રેકુયુ શહેરના અવશેષ મળ્યા હતા.

ડ્રેકુયુ શહેરમાં રહેતા હતા ૨૦ હજાર લોકો :

ડ્રેકુયુ શહેર જમીનથી લગભગ ૬૦ મીટર નીચે વસ્યું હતું. ટ્યુરીઝમ ડાયરેક્ટરેટની તપાસમાં જાણવા મળ્યું કે શહેરના ૧૮ માળ હતા. ક્યારે તેની અંદર ચર્ચ, સ્કુલ અને ઘણી દુકાનો પણ હતી. અહિયાં લગભગ ૨૦ હજાર લોકો રહેતા હતા. તે સમયે જમીનમાં આવા પ્રકારના અન્ડરગ્રાઉન્ડ શહેર એટલા માટે વસાવવામાં આવતા હતા, જેથી કોઈ રીતે યુદ્ધ કે કુદરતી આપત્તિથી લોકોને બચાવી શકાય.

રહેલા છે ઘણા અન્ડરગ્રાઉન્ડ શહેર : ટ્યુરીસ્ટ માટેના ઘણા વિસ્તારોમાં એવા ઘણા અન્ડર ગ્રાઉન્ડ શહેર વસેલા છે. ૧૯૬૩ માં ડ્રેકુયુ શહેરના મળ્યા પછી પુરાતત્વ વિભાગએ ખોદકામ દરમ્યાન એક સરખા એવા ઘણા શહેરોની પણ ભાળ મેળવી. આ શહેરની શોધ દરમિયાન અંદરથી લોકોના અવશેષ પણ મળ્યા હતા. ત્રણ વર્ષ પછી તેને ટ્યુરીસ્ટ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.