‘પાદ’ પ્રતિયોગિતામાં 200 માંથી ફક્ત 3 કન્ટેસ્ટન્ટ ભાગ લેવા પહોંચ્યા, છેલ્લા સમયમાં હવા ટાઈટ થઈ ગઈ

આ દુનિયામાં ઘણી બધી વિચિત્ર પ્રવૃતિઓ થતી હોય છે. અને લોકો ન જાણે કેવા કેવા કારનામાં કરતા હોય છે. તમે પણ અલગ અલગ જાતની સ્પર્ધાઓ વિષે સાંભળ્યું હશે, પણ આજે અમે તમને પાદવાની સ્પર્ધા વિષે જણાવીશું. જી હાં, તમને પણ નવાઈ લાગશે કે પાદવાની પણ સ્પર્ધા યોજાય છે.

જણાવી દઈએ કે, દુનિયામાં જ્યાં આ સ્પર્ધાની ચર્ચા થઇ રહી હતી, એ ગયા રવિવારે ગુજરાતમાં આવેલા સુરત શહેરમાં પુરી થઇ. મંચ શણગારેલો હતો, જજ બેઠેલા હતા, મીડિયા પણ ઉત્તેજિત હતી, મેડલ ચમકી રહ્યા હતા અને પ્રતિસ્પર્ધીના પેટમાં ધમાચકડી થઇ રહી હતી.

ભારતના પહેલા ‘પાદશાહ’ સાથે સુરતમાં આ સ્પર્ધાની પહેલી સીઝન સંપન્ન થઈ. જેવી આશા હતી એટલી આતશબાજી જોવા ના મળી. મીડિયા રિપોર્ટ મુજબ કુલ 200 પ્રતિસ્પર્ધી ભાગ લેવા માટે આવેદન પત્ર ભર્યું હતું, પરંતુ સ્થળ પર ફક્ત 3 લોકો જ પહોંચ્યા. આયોજકોએ નિર્ણય કર્યો કે મેડલ ત્રણેને વહેંચી દેવામાં આવે.

પહેલો નંબર વિષ્ણુ હેડાને મળ્યો. આમ તો સામાન્ય રીતે ચાર લોકો વચ્ચે પાદવાથી લોકો ફરી જાય છે, અને કહે છે કે, ‘મેં કાઈ નથી કર્યું.’ એવી રીતે 2500 રૂપિયાનું ઇનામ મેળવ્યા પછી વિષ્ણુ હેડાએ પણ એવું જ કહ્યું કે, ‘મેં કાઈ નથી કર્યું.’

બીજા પ્રતિસ્પર્ધી સુશીલ જૈન ખાલી પેટ ભાગ લેવા માટે પહોંચ્યા પરંતુ માઈક આગળ ઉભા રહેતા જ નર્વસ થઇ ગયા અને ત્રણ પ્રયત્ન પછી પણ અસફળ રહ્યા. આયોજકોએ તેને ‘પરફોમન્સ પ્રેસર’ જણાવ્યું.

રિપોર્ટ પ્રમાણે ત્યાં હાજર દર્શકોને પણ ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ શરમના કારણે કોઈ આગળ આવ્યું નહિ. પ્રતિસ્પર્ધા માટે મહિલાઓએ પણ આવેદન કર્યું હતું, પરંતુ એક પણ મહિલા ભાગ લેવા માટે ના આવી.

જ્યાં સુધી અમને ખ્યાલ છે કે ‘પાદશાહ’ નું ઇનામ અવાજના આધારે આપવામાં આવ્યું છે. પરંતુ જ્ઞાની લોકોનું કહેવું છે કે, આની પરખ દુર્ગંધથી કરવામાં આવે છે. ત્યારે જ તો ચતુર દ્વારા ફિલ્મ થ્રી ઇડીયટસમાં કહેવામાં આવ્યું છે કે,

ઉત્તમમ દધદદાત પાદમ, મધ્યમ પાદમ થુચુક થુચુક, ઘનિષ્ઠ: થુડથુડી પાદમ, સુરસુરી પ્રાણ ધાતકમ.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.