3 ફૂટના આ અભિનેતાનું ટીવી ઉપર છે રાજ, બે ગણી લાંબી આ યુવતી સાથે થયા હતા લવ મેરેજ

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે. જેમાં અમુક કિસ્સા રમુજી હોય છે, તો અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે. અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ગુસ્સો પણ આવે છે. આ બધા કલાકારોની અમુક વાતો એવી હોય છે, જેના વિષે સામાન્ય લોકો એકદમથી અજાણ હોય છે.

પણ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા આપણને એના વિષે સારી જાણકારી મળતી રહે છે. અને હાલમાં ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક એવી બાબત સામે આવી છે, જેના વિષે જાણીને તમે આશ્ચર્યચકિત રહી જશો. જેમાં એક 3 ફૂટના પુરુષે પાંચ ફૂટની મહિલા સાથે લગ્ન કર્યા છે. જેના વિષેની જાણકારી અમે તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે કિસ્સા વિષે વિસ્તૃત જાણકારી.

ટીવી અને ફિલ્મોમાં કામ કરવાવાળા કે.કે. ગૌસ્વામીની ઊંચાઈ ભલે ઓછી હોય, પરંતુ તેમણે પોતાના કામથી ઘણી ખ્યાતી પ્રાપ્ત કરી છે. ૪૬ વર્ષના આ કલાકારે ‘ગુટુરગુ’ અને ‘વિકરાલ ગબરાલ’ સીરીયલમાં ઘણી ખ્યાતી મેળવી હતી. કે.કે. ગૌસ્વામી મુંબઈમાં રહે છે અને સુખી આનંદમય જીવન પસાર કરી રહ્યા છે.

કે. કે. ની ઊંચાઈ ત્રણ ફૂટ છે. અને તેમની પત્ની પીકુની ઊંચાઈ એમનાથી લગભગ બમણી છે. પીકુની ઊંચાઈ લગભગ 5 ફૂટ છે. આ બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે. તેમને ટીવી જગતની એક અનોખી જોડી તરીકે જોવામાં આવે છે. થોડા દિવસો પહેલા કે. કે. ગૌસ્વામીની પત્ની પીકુએ કડવાચોથનું વ્રત રાખ્યું હતું. પીકુએ પતિની પૂજા કરી એ ફોટા પણ લોકો સમક્ષ આવ્યા હતા.

જણાવી દઈએ કે, આ જોડીએ લવ મેરેજ કર્યા હતા. કે. કે. ગૌસ્વામીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ‘જયારે હું પીકુને જોવા ગયો હતો તો તેના ઘરવાળાએ લગ્ન માટે ના કહી દીધી હતી. એનું કારણ એ હતું કે, મારી ઊંચાઈ ઓછી હતી. પણ કુકુ ઘરવાળાના ના કહેવા છતાં પણ કે. કે. સાથે લગ્ન કરવા માગતી હતી. પીકુની જિદ્દ આગળ ઘરવાળા હારી ગયા અને એમના લગ્ન કરાવી દીધા. હાલમાં કે. કે. અને પીકુના બે દીકરા પણ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.