પપ્પા સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા, 3 વર્ષની બાળકી વચ્ચે આવીને પોતે ગીત ગાવી લાગી, જુઓ ક્યૂટ વિડીયો

બાળકો ઘણા ક્યૂટ હોય છે. તેઓ જે પણ કરે છે લોકોને ઘણું પસંદ આવે છે. એવી રીતે જ એક વ્હાલી છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર બધાનું દિલ જીતી રહી છે. આ વિડીયોમાં નાનકડી છોકરી સ્ટેજ પર ‘દિલ હે છોટા સા છોટી સી આશા’ ગીત ગાતી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે, સ્ટેજ પર બાળકીના પિતા ગીત ગાઈ રહ્યા છે, પણ તેમની દીકરી વચ્ચે આવી જાય છે અને બોલે છે કે મારે ગીત ગાવું છે. એ પછી બાળકી ઘણા પ્રેમથી પોતાના પિતાને પાછળ મોકલી દે છે અને એકલી ગાવા લાગે છે.

બાળકી પોતાની તોતડી ભાષામાં ગીત ગાતા ઘણી ક્યૂટ દેખાઈ રહી છે. છોકરીની નિર્દોષતા જોઈને ત્યાં રહેલા બધા દર્શક ઘણા ખુશ થઈ જાય છે. થોડી વાર ગાયા પછી બાળકીના પિતા પણ તેને જોઈન કરી લે છે. પછી બાપ-દીકરીની જોડી સાથે ગાય છે. ગીત ગાતા સમયે બાળકી વચ્ચે વચ્ચે પોતાના અંદાઝમાં ડાંસ પણ કરે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોને ઘણો પસંદ કરી રહ્યા છે.

જાણકારી અનુસાર બાળકીના પપ્પાનું નામ માધવ બીના અગ્રવાલ છે. આ વિડીયોને બાળકીની મમ્મી મેઘા અગ્રવાલે ટ્વીટર અને યુટ્યુબ પર શેયર કર્યો છે. તેમણે વિડીયો સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘મારી 3 વર્ષની દીકરી પહેલી વાર પોતાના પિતા સાથે પરફોર્મ કરી રહી છે. એને તમારો આશીર્વાદ જોઈએ.’

જુઓ વિડીયો :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, બાળકીનું નામ વેદા અગ્રવાલ છે. વેદાના પિતા વ્યવસાયે એક વોકલિસ્ટ અને મ્યુઝિક કમ્પોઝર છે. તે અલગ અલગ જગ્યાએ પોતાનો સિંગિંગ શો કરે છે. એવામાં પહેલી વાર તેમની દીકરી વેદા સ્ટેજ પર આવી તો પપ્પાને પાછળ કરીને પોતે ગાવા લાગી. બાળકીનો આ ક્યૂટ અંદાઝ લોકોને ખુબ પસંદ આવ્યો. હવે સોશિયલ મીડિયા પર તો આ વિડીયો ઘણો પોપ્યુલર થઈ રહ્યો છે. લોકોએ આ બાળકીના વિડીયો પર કમેન્ટ પણ કરી છે. જેમાંથી અમુક કોમેન્ટ નીચે મુજબ છે.

અમે પણ આમની વાતથી સહમત છીએ. વિડીયો જોઈને અમારા ચહેરા પર પણ સ્મિત આવી ગયું.

વાત સાચી કહી છે. બાળકી એટલી વ્હાલી કે કે, માં એ તેને નજરથી બચાવવા માટે કાળો ટીકો લગાવવો પડશે.

ક્યુટનેસ તો છે ભાઈ. આના કરતા ક્યૂટ વસ્તુ અમે આજ સુધી નથી જોઈ.

સાચું કહ્યું, આ બાળકી ખરેખર પરી લાગી રહી છે. અમારા તરફથી પણ બાળકીને ઘણો બધો પ્રેમ.

તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.