થાયરોઇડનો પાક્કો ઈલાજ જેને જણાવ્યો છે મહર્ષિ ચરકે ચરક સંહિતામાં, એક વાર જરૂર વાંચો

થાઈરોઈડને સાઈલેંટ કિલર માનવામાં આવે છે, કેમ કે તેના લક્ષણ વ્યક્તિને ધીમે ધીમે ખબર પડે છે અને જ્યારે બીમારીનું નિદાન થાય છે ત્યાં સુધીમાં મોડું થઇ ગયેલ હોય છે. ઈમ્યુન સીસ્ટમમાં ગડબડથી તેની શરૂઆત થાય છે પણ વધુ પ્રમાણમાં સારવાર એંટી બોડી ટેસ્ટ નથી કરાવતા જેથી ઓટો ઈમ્યુનીટી જોવા મળે છે.

આ ગ્રંથીનું યોગ્ય પદ્ધતિથી કામ ન કરી શકવાને કારણે ઘણી જાતની તકલીફો જેવી કે વજન વધવું તેની એક મુખ્ય સમસ્યા હોય છે.

થાઈરોઈડ એક મહિલાઓ માટે ગંભીર બીમારી બનતી જાય છે. એક રીપોર્ટ મુજબ ભારતમાં દર ૧૦ મહિલાઓમાંથી 8 મહિલાઓની અંદર થાઈરોઈડ જોવા મળે છે. આજે અમે થાઈરોઈડના લક્ષણ અને તેનું મહર્ષિ ચરકે ચરક સંહિતામાં જે ઉપચાર જણાવેલ છે, તે જણાવવા જઈ રહ્યા છીએ.

થાઈરોઈડના લક્ષણ :

જો કોઈના ગળામાં સોજો આવી જાય છે. તેમાં સોઈના ઘુસવા જેવો દુ:ખાવો થાય છે. આ રોગમાં રોગીનું મોઢું ફિક્કું અને ગળું અને તાળવું સુકું રહે છે. ધબકારાની ગતી ધીમી થઇ જાય છે. સાંધામાં પાણી આવી જાય છે તેથી દુ:ખાવો થાય છે, અને ચાલવામાં પણ તકલીફ થાય છે.

શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે અને શરીરમાં સોજો આવવા લાગે છે. બીજાની સરખામણીમાં ઠંડી વધુ લાગવી, ગરદનમાં ગાંઠ અને ગરદન નીચેના ભાગમાં દુ:ખાવો થવો. બોલવામાં અને શ્વાસ લેવામાં દુ:ખાવો થવો. વાળનું ખરવું અને દુ:ખાવો થવો. ભૂખ વધી જવી અને કામ કરવામાં મન ન લાગવું. ડીપ્રેશન અનુભવવું, વાત વાતમાં ભાવુક થઇ જવું અને કામમાં અરુચિ વગેરે.

થાઈરોઈડનો ચોક્કસ ઈલાજ અને સાવચેતીઓ :

મહર્ષિ ચરક મુજબ થાઈરોઈડનો રોગ વધુ દૂધ પીવા વાળા, સાબુત મગ, જુના ચોખા, જૌ, સફેદ ચણા, શેરડીનો રસ અને દૂધમાંથી બનેલ પદાર્થોનું સેવન કરવાથી થતો નથી. ખાટા ફળોનું સેવન ઓછામાં ઓછું કરી, ક્ચનારનો ઉપયોગ આ ગ્રંથીને સારી રીતે સક્રિય રાખે છે.

તે ઉપરાંત બ્રાહ્મી, આંબળા, ગુગળ અને શિલાજીત પણ ખુબ ફાયદાકારક હોય છે. ૧૧ થી ૨૨ ગ્રામ જળકુમ્ભીની પેસ્ટ બનાવીને થાઈરોઈડ વાળી જગ્યા ઉપર ઘણો ફાયદો થાય છે. આ આયોડીનની ઉણપને પણ પૂરી પાડે છે. જળકુમ્ભીનો ઉપાય ખુબ અસરકારક છે.

આંબળા ચૂર્ણ અને મધ : તમને લાગી રહ્યું હશે કે આંબળા ચૂર્ણ અને મધ એક સામાન્ય નામ છે, પણ તમને જણાવી આપું કે મેં અત્યાર સુધી જેટલા પણ થાઈરોઈડથી પીડિત રોગી હતા તેને આ ઉપાય જણાવેલ અને સો ટકા પરિણામ મળેલ છે. તેની અસર ૧૫ દિવસમાં તમને અહેસાસ થવા લાગશે.

તમે સવારે ઉઠતા જ ખાલી પેટ એક ચમચી મધ (કુદરતી મધ) માં ૫-૧૦ ગ્રામ આંબળા ચૂર્ણ ઉમેરીને આંગળીથી ચાટો. આ પ્રક્રિયા રાત્રી ભોજનના ૨ કલાક પછી કે સુતી વખતે ફરીથી કરો, પરિણામ તમારી સામે આવશે. ખુબ સરળ ઉપાય છે પણ ચોક્કસ અસરકારક છે જે મોટાપાને પણ કન્ટ્રોલ કરે છે. તમે તમારો અનુભવ ઔષધી સેવનના થોડા દીવસો પછી અમને જરૂર જણાવશો. અખરોટ પણ આ બીમારીના ઉપચારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

નારીયેલના તેલમાં મળી આવતા ફેટી એસીડથી ઘણો ફાયદો મળે છે. તે શરીરના અંગો અને મસ્તિકને ઘણો ફાયદો પહોચાડે છે. તેની સાથે જ આ હાઈપોતથેરાદીજ્મ નામના રોગને દુર કરે છે. જેના દ્વારા થાઈરોઈડ ફેલાય છે.

આ વાતનું ધ્યાન રાખો :

આલ્કોહોલનું સેવન : થાઈરોઈડની તકલીફ થાય તો આલ્કોહોલનું સેવન કરવાથી પણ મોટાપો વધી જાય છે. તે ઉપરાંત તેનાથી તમારું એલર્જી લેવલ ઓછું થઇ જાય છે, અને રાત્રે ઊંઘ ન આવવી, બેચેની અને ગભરામણ જેવી તકલીફો થઇ જાય છે.

સમય પ્રમાણે દવા લેવી : થાઈરોઈડની દવા નિયમિત અને યોગ્ય સમયે લેવાથી તમારું વજન વધતું નથી. ઘણા લોકો થાઈરોઈડની તકલીફને સામાન્ય સમજીને ઇગ્નોર કરી દે છે. તેમાં આપવામાં આવતી એંડરએક્ટીવ દવાઓથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. તેથી તેનું સેવન જરૂર કરો.

હેલ્દી ભોજન : આ બીમારીને કારણે વધી રહેલ મોટાપો ઓછો કરવા માટે નિયમિત કસરત કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ ત્રીસ મિનીટ રોજ કસરત કે સ્વીમીંગ કરવાથી મોટાપો દુર થઇ જશે.

જ્યુસ પીવું : થાઈરોઈડમાં ચા નું વધુ સેવન કરવાથી મોટાપો વધી જાય છે. તેના બદલે તમે રોજ બીટ, અનાનસ અને સફરજન માંથી બનેલ જ્યુસ પી શકો છો. રોજ તે પીવાથી તમારો મોટાપો પણ ઓછો થઇ જશે અને તમને એલર્જી પણ મળશે.

હાયપોથાઈરોયદિજ્મમાં ન ખાવ :

સોયા પ્રોડક્ટ : તેમાં ફાઈટો એસ્ટ્રોજન હોય છે. તેનાથી હાયથાઈરોયડીજ્મની તકલીફ વધે છે.

કોફી : તેમાં રહેલ કેફીનને કારણે થાય થાયરોક્સીન દવાનું અબ્જોર્બશન નથી થઇ શકતું.

ઓઈલી અને ચરબીવાળું ફૂડ : તેમાં રહેલ કેલેરીનું વધુ પ્રમાણ હાયઈપોથારોયડીજ્મને વધારે છે.

ગળી વસ્તુઓ : તેનાથી શરીરમાં મેટાબોલીજ્મ ઉપર અસર પડે છે. હાયપોથાઈરોયડીજ્મની તકલીફ વધે છે.

બ્રોકલી : તેનાથી સામાન્ય ફંક્શન માટે જરૂરી આયોડીન અબ્જોર્બશનની ક્ષમતા ઘટી જાય છે.

સી ફૂડ : તેમાં આયોડીન હોય છે જે હાયપોથાઈરોયડીજ્મની તકલીફ વધારે છે.

રીફાઈંન્ડફૂડ : તેમાં બ્લડ શુગર અને હાર્મોનનું લેવલ બગડી શકે છે, તકલીફ વધી શકે છે.

દૂધ અને ડેરીની બનાવટો : આ બધાથી હાયપોથાઈરાયડીજ્મની તકલીફ વધે છે.

રેડ મિટ : તેમા હાયપોથાઈરાયડીજ્મને કારણે થતા ઇન્ફલેમેશનની તકલીફ વધી શકે છે.

આલ્કોહોલ : તેનાથી એનર્જી લેવલ ઓછું થાય છે અને હાયપોથાઈરોયડીજ્મની તકલીફ વધે છે.

થાઇરોઇડ માટે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જો થાઈરોઈડને કારણે વધી ગયો છે મોટાપો તો કરો તેનો આ આયુર્વેદિક ઘરેલું ઈલાજ

થાઇરોઇડ માટે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> અરે વાહ ! ફક્ત 1 ઉપાય થી થઈ જાય છે થાઈરોઈડ કન્ટ્રોલ એકવાર અજમાવી જુયો