ટાઈગર શ્રોફ આજે બોલીવુડનું જાણીતું નામ છે. આમ તો ટાઈગરને હજુ ફિલ્મોમાં આવ્યાને વધુ સમય નથી થયો, પરંતુ તેણે પોતાના અભિનય અને હોટનેશથી સૌના દિલ જીતી લીધા છે. તે એક સારા કલાકાર હોવાની સાથે સાથે એક ઉત્તમ ડાન્સર પણ છે. ડાંસની બાબતમાં તે ઋત્વિક રોશન અને પ્રભુદેવા જેવા સુપરસ્ટારને પણ ટક્કર આપે છે. ટાઈગર શ્રોફ પોતાના જમાનાના જાણીતા કલાકાર જેકી શ્રોફનો દીકરો છે. ટાઈગર હાલના દિવસોમાં પોતાની ફિલ્મોથી વધુ પોતાના રીલેશનશીપને લઈને ચર્ચામાં રહે છે. તેની ગર્લફ્રેન્ડનું નામ દીશા પટ્ટણી છે.
ટાઈગરની જેમ દિશા પણ એક બોલીવુડ હિરોઈન છે, અને તેને પણ ડાંસનો ઘણો શોખ છે. ઘણા સોશિયલ ઈવેંટસ ઉપર દિશા અને ટાઈગર સાથે જોવા મળી ગયા છે. પરંતુ આજે અમે તમને એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે દંગ રહી જશો. સમાચાર આવી રહ્યા છે કે આજકાલ ટાઈગર શ્રોફ પોતાની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીને છોડીને કોઈ બીજી છોકરીના દીવાના થઇ ગયા છે. અને જે છોકરીના તે દીવાના થઇ ગયા છે તે કલાકાર કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે.
આ છોકરીના થયા દીવાના :
જે છોકરી માટે ટાઈગર શ્રોફનું દિલ ધબકવા લાગ્યું છે, તે કોઈ બીજી નહિ પરંતુ ૧૯ વર્ષની અનન્યા પાંડે છે. અનન્યા ચંકી પાંડેની દીકરી છે, જે બોલીવુડમાં ‘સ્ટુડેંટ ઓફ દ યર 2’ થી ડેબ્યુ કરવાની છે. આ ફિલ્મમાં તેના હીરો ટાઈગર શ્રોફ છે. ટાઈગર અનન્યાની સુંદરતાના દીવાના છે અને તે ઘણી વખત તેના વખાણ કરતા જોવા મળ્યા છે. ટાઈગરને તેમાં બોલીવુડની આગળની સ્ટાર જોવા મળે છે.
ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ દ યર 2’ માં અનન્યા અને ટાઈગર સાથે જોવા મળવાના છે, અને તે જે ગણતરીએ અનન્યાના વખાણ કરી રહ્યા છે તે સાંભળીને એવું લાગે છે, કે તેઓ અનન્યા ઉપર પોતાનું દિલ હારી ગયા છે. આમ તો અનન્યાને જોઈને કોઈપણ તેના દીવાના થઇ જશે કેમ કે તે સુંદરતામાં પરીથી ઓછી નથી. તેનો માસુમ એવો ચહેરો જોઇને જ બને છે. લોકો આ ફિલ્મની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ ફિલ્મના પહેલા ભાગમાં વરુણ ધ્વન અને આલિયા ભટ્ટે લોકોનું મનોરંજન કર્યુ હતું.
‘બાગી 2’ એ મચાવી ધૂમ :
ટાઈગર શ્રોફએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ ‘હિરોપંતી’ થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર હીટ સાબિત થઇ હતી. ત્યાર પછી તે ‘બાગી’, ‘ફ્લાઈંગ જટ્ટ’, ‘મુન્ના માઈકલ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. આમ તો ‘બાગી’ ને છોડીને બીજી ફિલ્મો વધુ કમાલ ન કરી શકી, પરંતુ બાળકોને તેની ‘મુન્ના માઈકલ’ અને ‘ફ્લાઈંગ જટ્ટ’ ઘણી પસંદ આવી હતી. હાલમાં ટાઈગર અને દિશાની ફિલ્મ ‘બાગી 2’ રીલીઝ થઇ હતી. ફિલ્મને બોક્સ ઓફીસ ઉપર સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો હતો. ફિલ્મ ‘બાગી’ માં જ્યાં ટાઈગર સાથે શ્રદ્ધા કપૂર હતી તે ‘બાગી 2’ માં તે પોતાની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટની સાથે જોવા મળ્યા હતા.