જો ખાવામાં વધારે તીખું ખવાઈ જાય તો આ રીતે આપો મોં ને આરામ

જો તમને તીખું ખાવું પસંદ છે, પણ મોં બળવાના ભયથી ખાઈ શકતા નથી તો આ વિકલ્પ તમારી કરશે ખુબ મદદ.

ઘણી વખત આપણે એટલા મરચા ખાઈ લઈએ છીએ કે આપણને એ નથી ખબર રહેતી કે તરત શું કરવામાં આવે. મરચા ખાવાથી વધુ એસીડીટી અને પેટમાં તકલીફ તો થાય જ છે, પરંતુ સાથે સાથે તેનાથી તરત મોઢું પણ બળવા લાગે છે. જો તમને મોઢામાં છાલા છે કે પછી તમારું ગળું ખરાબ છે ત્યારે તો વધુ મરચા ખાવા ઘણી જ તકલીફ ભરેલું થઈ શકે છે. અને સવારે પણ એનો અંજામ મળી શકે છે.

વધુ મરચા વાળું ખાવાથી મગજ સુધી આ રીતે જ સિગ્નલ પહોચે છે જેવી રીતે હાથ દાઝી જવાથી થાય છે, બસ ફરક માત્ર એટલો હોય છે કે હાથ વખતે રિફલેક્સન કારણે આપણે તરત આપણો હાથ હટાવી લઈએ છીએ, પરંતુ મોઢામાં તીખું લાગવાથી એવું નથી થતું. એટલા માટે જયારે પણ તીખું લાગે છે તો થોડો સમય માટે આપણને ઘણી તકલીફ થાય છે અને પાણી પીવું કે કાંઈક મીઠું ખાવું સારું લાગે છે. જો તમે પણ કાંઈક એવું જ કર્યું છે અને તીખું લાગી રહ્યું છે તો તમે વહેલી તકે કાંઈક કરી શકો છો. આજે અમે તમને તે વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જે તેજ તીખું લાગવાથી તમને કામ આવી શકે છે.

(1) ડેરી પ્રોડક્ટ્સ કરશે મદદ : ડેરી પ્રોડક્ટ્સમાં casein નામનું એક પ્રોટીન હોય છે જે તમને તીખું લાગવા ઉપર મદદ કરે છે. મરચામાં રહેલા capsaicin ના કારણે આપણું મોઢું બળે છે અને ડેરી પ્રોડક્ટ્સ તેને જ ઠીક કરે છે. જો તમે મરચાની સમસ્યાને દુર કરવા માગો છો તો ગાયના દૂધ માંથી બનેલી વસ્તુ ખાવ કે પીવો જેમ કે દહીં, દૂધ, ક્રીમ, ચીજ વગેરે.

(2) એસીડીક ફૂડસ કરી શકે છે મદદ : તમે હંમેશા સાંભળ્યું હશે કે આપણે એસીડીક ફૂડસથી દુર રહેવું જોઈએ, પરંતુ જો તમને ઘણું વધુ તીખું લાગી રહ્યું છે તો આ પ્રકારનું ખાવાનું તમને મદદ કરી શકે છે. એસીડીક ફૂડસમાં તે શક્તિ હોય છે કે તે મોઢામાં ચાલી રહેલી એસીડીક એક્ટીવીટીને દુર કરી શકે છે. અહિયાં એસીડીકનો અર્થ એસીડીટી પેદા કરવા વાળી નહિ પરંતુ નેચરલ એસીડ્સથી ભરપુર ખાવાનું છે. જેમ કે લીંબુ પાણી, ઓરેન્જ જુસમાં સેટ્રીક એસીડ હોય છે. ટમેટા વગેરેમાં એલ્કલાઈન એસીડ હોય છે અને ડેરીમાં લેક્ટીક એસીડ હોય છે.

(3) કાર્બ્સ કરી શકે છે મદદ : જો તમને વધુ તીખું લાગી રહ્યું છે તો તમે કાર્બ્સ ખાવ. ઉદાહરણ રૂપે તમે ઘણા વધુ તીખું લાગવાથી બ્રેડ વગેરે ખાઈ શકો છો. તે ઉપરાંત, તમે બીજા સ્ટાર્ચી ફૂડસ પણ ખાઈ શકો છો જે તમને મદદ કરશે જેવા કે ભાત વગેરે ખાવાથી તમારા મોઢામાં તીખું લાગવું બંધ થઇ જશે.

શું કરવું જો તીખું લાગી રહ્યું છે તો?

જો તમને તીખું લાગી રહ્યું છે તો તમે કેટલીક બાબતોથી દુર રહો. પહેલા તો પાણી ન પીવો. હા, જો તમારી પાસે ઉપર આપવામાં આવેલા વિકલ્પો માંથી કાંઈ પણ ઉપલબ્ધ નથી તો તમે પાણી પી શકો છો, પરંતુ ઘણી વખત તમે જોયું હશે કે તીખું લાગવાથી ભલે તમે 1 ગ્લાસ પાણી પી લો તો પણ કાંઈ થતું નથી. એવું એટલા માટે કેમ કે પાણી મરચાના capsaicin મોલીકયુલ્સને સંપૂર્ણ મોઢામાં ફેલાવી દે છે અને તેનાથી સમસ્યા વધી જાય છે. પાણી પીવાથી આખા મોઢામાં આ પ્રકારની સમસ્યા થવા લાગે છે.

તેમ જ તમારે આલ્કોહોલથી દુર રહેવું જોઈએ. જો તમને ક્યારેક તીખું લાગી રહ્યું છે તો તમે આલ્કોહોલથી દુર રહો કેમ કે તેનાથી સમસ્યા ઘણી વધી શકે છે અને જો ક્યાંક કપાયેલું છે કે મોઢામાં છાલા છે તો તેનાથી મરચાની તીવ્રતા વધુ તેજ થઇ જશે. ત્યાર પછી એસીડીટીની સમસ્યા પણ થઇ શકે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.