નથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.

કૌટુંબિક સંબંધો સુધારવાની ટિપ્સ, મુશ્કેલીમાં ભાઈ બહેનોની મદદ કરશો તો તમને મળશે આવા પરિણામ.

વ્યસ્તતાને કારણે લોકો પોતાના નજીકના સંબધીઓને સમય જ નથી આપી શકતા. મોટાભાગે એવું થાય છે કે, હાલચાલ ફોન ઉપર જ પૂછી લેવામાં આવે છે. કે પછી કોઈ પ્રસંગ ઉપર અભીનંદન આપતા સમયે જ વાતચીત થઇ શકે છે. તેથી ભાઈ બહેનોના બાળકો સાથે ઘનિષ્ટતા મુશ્કેલીથી આવી શકે છે.

હળવા મળવાનું ઓછું થઈ જવાથી તે આપણને સમજી શકતા નથી, અને આપણે પણ તેમની પસંદ નાપસંદથી અજાણ રહીએ છીએ. ઘણી વખત તો જન્મના ત્રણ ચાર વર્ષ પછી મળવું પણ મુશ્કેલ બની જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, કેટલીક રીતો અપનાવીને આપણે કુટુંબમાં આપણા સંબંધીઓ અને તેમના બાળકો સાથે સંબંધ સારા કરી શકીએ છીએ.

ચાર રીતો જે તમારા કુટુંબના સભ્યોને વધુ નજીક લાવી શકે છે, જેથી તે પણ મુશ્કેલ સમયમાં કામ આવી શકે.

(1) તેમના અભ્યાસ, મિત્રો અને સોશિયલ લાઈફ ઉપર ચર્ચા કરો.

તમે મામા હો, કાકી કે ફઈ, ભાઈ-બહેનોના બાળકો સાથે મિત્રતા વધારવાની શરુઆત ક્યારે પણ કરી શકો છો. ભલે તેનાથી દુર હો કે પછી વિદેશમાં કેમ ન રહેતા હો. વર્જીનીયાના યુવીએ હેલ્થમાં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જોસેફ ટેન કહે છે કે, તમને લઈને બાળકોની ઉપેક્ષાઓ વિષે તમે તમારા ભાઈ બહેનોને પૂછી શકો છો. તેમની પસંદગીના શો, રમકડા વિષે વાત કરી શકો છો.

બાળકો મોટા છે તો તેમના અભ્યાસ, તેમના મિત્રો અને સોશિયલ લાઈફ વિશે ચર્ચા કરી શકો છો. જો તેઓ કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તો તેમાંથી બહાર આવવામાં મદદ કરી શકો છો. જેથી તેમને વિશ્વાસ આવી શકે કે કોઈ તેમની સાથે છે. બાળકો નાના છે તો સાર સંભાળમાં મદદ કરી શકો છો. મુશ્કેલીમાં તેમના વાલીની મદદ, તેમને તમારી સાથે જોડવા માટે પ્રેરિત કરશે.

(2) તેમની સાથે સમય પસાર કરવાનું રૂટીન બનાવો :

નક્કી કરો કે અઠવાડિયામાં એક વખત બાળકો સાથે ઝૂમ ઉપર સ્ટોરી વાંચશો, કે વાર્ષિક વેકેશનમાં તેમને ઘરે બોલાવશો. મોટા બાળકોને ઈ-મેલ, ચિઠ્ઠી મોકલી શકો છો કે તેમને પસંદગીની ભેંટ આપી શકો છો.

(3) સંબંધોમાં તણાવ ને અડચણ ન બનવા દો :

જો ભાઈ-બહેનો સાથે સંબંધમાં તણાવ છે તો તેમને ભૂલીને નવો રસ્તો ખોલો. તમારા કોઈ કાકા કે ફઈ વિષે વિચારો, તેમણે કેવી ગાડી શીખવામાં તમારી મદદ કરી હતી કે મુશ્કેલીમાં સાથ આપ્યો હતો.

(4) રૂચી વાસ્તવિક રાખો :

બાળકોને એવા પ્રશ્નો પૂછો જેના જવાબ જાણવામાં ઈમાનદારી સાથે તમારી રૂચી હોય. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મોટા થયા પછી તેમનામાં વાસ્તવિક રૂચી દેખાડવાની ક્ષમતા હોય છે. એટલા માટે તેમાં બનાવટીપણું લાવવાનો પ્રયત્ન ન કરો. આ રીતે તે તમારી સાથે દિલથી જોડાશે અને વાતચીતમાં પોતાપણું અનુભવશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.