ટીના અંબાણીએ દીકરા અંશુલને જન્મદિનની આપી શુભેચ્છાઓ, સુંદર ફોટા શેર કરી લખ્યું – કુટુંબનો ખજાનો

ટીના અંબાણીએ કંઈક આ અંદાજમાં દીકરા અંશુલનો બર્થ ડે ની આપી શુભકામનાઓ, ફોટો શેયર કરતા લખ્યું : કુટુંબનો ખજાનો…

બિજનેસમેન અનીલ અંબાણી અને ટીના અંબાણીના નાના દીકરા જય અંશુલ અંબાણી આજે એટલે કે 7 સપ્ટેમ્બરે પોતાનો 24મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ વિશેષ પ્રસંગે તેની માતાએ તેને વિશેષ રીતે જન્મ દિવસ વિશ કર્યો છે.

દેશના પ્રસિદ્ધ બિજનેસમેન અનીલ અંબાણી અને ટીના અંબાણીના નાના દીકરા જય અંશુલ અંબાણી આજે એટલે કે 7 સપ્ટેમ્બરે પોતાનો 24માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ વિશેષ પ્રસંગે તેના પ્રસંશકો તેને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ કડીમાં જય અંશુલ અંબાણીની માતા ટીના અંબાણીએ પણ પોતાના દીકરાનો જન્મ દિવસ વિશ કર્યો છે. આવો તમને જણાવીએ તેના વિષે.

આમ તો ટીના અંબાણી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. તે તેમના દરેક સુખ-દુઃખ ફેંસ સાથે શેર કરતી રહે છે. તો આ પ્રસંગે તે કેમ પાછળ રહી શકે છે? તેવામાં આ વિશેષ પ્રસંગે તેમણે પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ ઉપર દીકરા સાથે પોતાના ઘણા ફોટા શેર કરીને બર્થડે વિશ કર્યો. શેર કરવામાં આવેલા આ ફોટામાં માં-દીકરાનો પ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેની સાથે જ એક ફોટામાં ટીના અંબાણીનું સંપૂર્ણ કુટુંબ પણ જોવા મળી રહ્યું છે.

આ ફોટા શેર કરતા ટીનાએ પોતાના દીકરા માટે ખાસ સંદેશ લખ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ઘરનું બાળક અને કુટુંબની સંપત્તિ. એક ઉજવળ, ચમકદાર, સંવેદનશીલ યુવક, જે એક તર્ક પછી પહેલી વખત બન્યો છે. તમારી આસપાસ બધા માટે તમારી સહાનુભુતિ અને સમજ અમારા બધા માટે એક ઉદાહરણ છે.

તમે તમારા હાસ્ય સાથે અમારા જીવનને ઉજવળ કરો છો, તમે અમને અવિશ્વસનીય રીતે ગૌરવાન્વીત કરો છો, તમે અમને શીખવો છો કે માત્ર તમારા હોવાથી જ જીવનમાં શું મહત્વપૂર્ણ છે. જન્મ દિવસના અભીનંદન મારા વ્હાલા અંશુલ… અનંત કાળ સુધી તમને પ્રેમ કરીએ છીએ. તું હંમેશા સુખી રહે.’

તે પહેલા પોતાના પિતાના જન્મ દિવસ ઉપર શેર કરી હતી તસ્વીરો

આ પહેલા 24 ઓગસ્ટ 2020ના રોજ ટીના અંબાણીએ તેના પિતા નંદકુમાર ચુનીલાલ મુનીમનો જન્મ દિવસ વિશ કરતા તેમની સાથે જોડાયેલી 4 જૂની તસ્વીરો શેર કરી હતી. પહેલી તસ્વીર તેના પિતાની યુવાનીની છે. બીજા ફોટામાં ટીનાના પિતા સહીત આખું હસતું-રમતું કુટુંબ જોવા મળી રહ્યું છે. ત્રીજા ફોટામાં ટીનાને પોતાના માતા પિતા સાથે જોઈ શકાય છે, જયારે છેલ્લા ફોટામાં ટીના તેમના પિતા સાથે બેઠી છે.

આ પોસ્ટના કેપ્શનમાં તેમણે પોતાના પિતાનો જન્મ દિવસ વિશ કરતા લખ્યું હતું, ‘જન્મ દિવસની શુભ કામના પાપા. તમે અમને સહારો આપ્યો જેથી અમે વધી શક્યા. તમે અમને પાંખો આપી જેથી અમે ઉડી શકીએ, તમે અમને સૌથી સારા બનવાનો વિશ્વાસ આપ્યો અને તમે અમારા ભાગ્યને આકાર આપવા માટે એક આધાર આપ્યો. તમારા દીકરા અને 8 દીકરીઓ તમારી શક્તિ, આઝાદી અને તમારા આત્માની કદર કરે છે. @ bhavanamotiwala @ antara_m @ chitrangm તમને દરરોજ યાદ કરીએ છીએ, તમને પ્રેમ કરીએ છીએ.’

શેર કર્યો હતો યાદો સાથે જોડાયેલો આ ખાસ વિડીયો

વિશ્વ ફોટોગ્રાફી દિવસના પ્રસંગે ટીનાએ થોડા વિશેષ ફોટા ભેગા કરીને બનાવેલો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેણે તેના સાસુ-સસરા ધીરુભાઈ અંબાણી અને કોકિલા બેન અંબાણી, પતિ અનીલ અંબાણી, દીકરા જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી, ભત્રીજી ઈશા અંબાણી પીરામલ, શ્લોકા મેહતા અને બીજા કુટુંબના લોકો સહીત ઘણા મિત્રોના ફોટા જોઈ શકાય છે.

ટીનાએ પોતાની આ પોસ્ટની કેપ્શન આપ્યું હતું, ‘દરેક ક્લિક એક મેમરીનો સંગ્રહ કરે છે. દરેક ફોટા એક કહાની કહે છે, દરેક ફોટા સમયનો પણ સંગ્રહ કરી દે છે કેમ કે જીવનમાં સતત પરિવર્તન આવે છે. worldphotographyday’

આમ તો ટીના અંબાણીને ઈંસ્ટાગ્રામ જોઈન્ટ કરવાનું હજુ એક વર્ષ જ થયું છે, પરંતુ તે અહિયાં ઘણી એક્ટીવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલી વિશેષ પળોના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. તો જય અંશુલની સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જણાવવાનું ન ભૂલશો, અને સાથે સાથે અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.