આજના યુવા જો આ 10 બાબતો ઉપર ધ્યાન આપે, તો ઓછી ઉંમરમાં આશા કરતા વધુ પૈસા ભેગા કરી શકે છે.

નાની ઉંમરે અમીર બનવા માંગો છો, તો આ 10 બાબતો પર જરૂર ધ્યાન આપો, વાંચો ઉપયોગી ટિપ્સ. પૈસા પૈસા પૈસા…. તમે કેટલી પણ મોટી વાતો કરી લો, પરંતુ જીવનનું સૌથી મોટું સત્ય તો પૈસા જ છે. એટલા માટે આજના સમયમાં દરેક વ્યક્તિ કરોડપતિ બનવાના સપના જુવે છે. એટલા માટે આપણે મહેનત પણ કરીએ છીએ, પરંતુ સફળતા ઘણા ઓછા લોકોને મળે છે. જો તમે ખરેખર ઘણા બધા પૈસા કમાવવા માંગો છો, તો પહેલા એ ભૂલો ઉપર કામ કરો જે સફળતાના રસ્તામાં અડચણ બનેલી છે. આવો તેના વિષે જાણીએ.

(1) સમયને યોગ્ય વસ્તુ ઉપર ખર્ચ કરો : જો સમય યોગ્ય વસ્તુ ઉપર ખર્ચ કરવામાં આવે, તો કોઈ વાંધો નથી. માની લો કે, તમે ક્યાંક જવા-આવવામાં અડધો દિવસ બગાડી દીધો, પરંતુ તે દરમિયાન તમે 500 રૂપિયાની બચત કરી, તો એ સમયનો સાચો ઉપયોગ છે. અને જો તમે તમારો સમય કોઈ ખોટી ચર્ચામાં બગાડી નાખો છો, તો એ ખરેખર ખોટું છે.

(2) સમયનો બગાડ : ટાઈમ ઈઝ મની, મની ઈઝ ટાઈમ. આપણા બધાની પહેલી ભૂલ એ છે કે, આપણે સમયનું મહત્વ નથી સમજતા. તેને આપણે ફ્રી સમજીને બગાડતા રહીએ છીએ. તે દરમિયાન આપણે એ ભૂલી જઈએ છીએ કે, આપણા જીવનની એક એક ક્ષણ ઘણી જ કિંમતી છે. એટલા માટે દરેક ક્ષણની કિંમત સમજીએ અને તેનો બગાડ ન કરીએ.

(3) લોન : બિઝનેસ, ગાડી અને ઘર લેવા માટે દરેક માણસ લોન લે છે. અને જો આ બધી લોન એક સાથે લઇ લેવામાં આવે, તો તે આપણી કમાણી ઉપર ખરાબ અસર કરે છે. લોનને કારણે જ આપણે પોતાને બંધાયેલા માનીએ છીએ. ઘણી લોનમાં ફસાઈ જવાથી સારું છે કે પહેલા એક લોન પૂરી કરીએ, ત્યાર પછી બીજી લોન લેવામાં આવે. એ પણ જો જરૂર હોય તો.

(4) ખર્ચથી વધુ આવક ઉપર ધ્યાન આપો : આજકાલના લોકોને જેટલી આવક નથી હોતી, તેનાથી વધુ ખર્ચ હોય છે. એટલા માટે મોટાભાગના લોકો બચત નથી કરી શકતા. જો તમે ખર્ચથી વધુ આવક વધારવા ઉપર ફોકસ કરશો, તો શ્રીમંત બનવા તરફના રસ્તે એક ડગલું આગળ વધતા રહેશો.

(5) પોતાની કંપની તૈયાર કરો : જોબમાં તમારી પાસે એક સીમિત આવક હોય છે, જેમાં તમારું ભરણપોષણ કરવાનું હોય છે. ઘણી વખત લોકો જોબ કરતા કરતા પોતાનું ઘર પણ નથી ખરીદી શકતા. એટલા માટે પોતાનું કામ કરવાનો પ્રયત્ન કરો. તેનાથી તમને જોબ ગુમાવવાનો ડર પણ નહિ રહે અને મર્યાદિત આવકથી વધુ કમાઈ શકો છો.

(6) લાંબા સમયગાળા માટે રોકાણ ન કરો : માર્કેટ રોજ ઉપર નીચે થતું રહે છે, તમારે તેના વિષે વિચારવાનું નથી. લાંબા સમય માટે રોકાણ કરવાથી સારું છે કે, નિયમિત રીતે રોકાણ કરો જેથી પૈસા ડૂબવાનો ડર ન રહે.

(7) બચત કરવાની યોગ્ય ઉંમર : મોટાભાગના યુવાન લગ્ન પછી બચત કરવાનું વિચારે છે, તે પહેલા તે પોતાના પૈસા મોજ-મસ્તીમાં ઉડાવી દે છે. આમ તો તે વસ્તુ ઘણી ખોટી છે. હકીકતમાં તમારે બધાએ 18 વર્ષથી જ બચત શરુ કરી દેવી જોઈએ, જેથી 40 વર્ષની ઉંમર સુધી તમે સારા એવા પૈસાની બચત કરી લો છો.

indian money

(8) રિસ્ક : રિસ્ક લેવાથી ડરવું ન જોઈએ, જયારે તમે રિસ્ક લેશો ત્યારે જ તો આગળ વધશો. આમ તો રિસ્ક લેવાનો એક સમય હોય છે. એવું નથી કે તમે 30 કે 40 વર્ષની ઉંમરમાં આવીને કારકિર્દીમાં જોખમ ઉઠાવો. જો જોખમ લેવુ જ છે, તો 20 વર્ષની ઉંમરમાં લો જેથી તમે યોગ્ય સમયે સ્થિર થઇ શકો.

(9) પૈસાની પાછળ ન ભાગો : પૈસાની પાછળ ભાગવું સારી વાત છે, પરંતુ દર વખતે પૈસાની પાછળ ન ભાગવું જોઈએ. તમે પોતાને મુક્ત રીતે જીવવા માટે પૈસા કમાઈ રહ્યા છો, પરંતુ જો પૈસાના ચક્કરમાં તમારી આઝાદી ગુમાવી દેશો, તો તે પોતાની સાથે મોટો અન્યાય હશે.

(10) બીજા સાથે સરખામણી કરવી : જો તમારી આવકની સરખામણી બીજા સાથે કરતા રહેશો, તો ક્યારેય પણ આગળ નહિ વધી શકો. એક વ્યક્તિની આવક બીજા સાથે ક્યારેય મેળ નથી ખાઈ શકતી, કેમ કે તમારી આવક તમારી મહેનતનું પરિણામ છે. કદાચ સામે વાળા વ્યક્તિ તમારા કરતા વધુ મહેનત કરી રહ્યો હોય એટલા માટે તે તમારાથી વધુ કમાઈ રહ્યો છે. તેને લઈને તમારે બળતરા કરવાની જરૂર નથી.

જો તમે બીજા લોકોની જેમ આ ભૂલો પુનરાવર્તિત ન કરો, તો એક દિવસ શ્રીમંત જરૂર બની જશો. જો આ ભૂલો કરતા રહેશો, તો પછી સારા-નરસાના જવાબદાર તમે જ હશો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.