આ 6 ટિપ્સને ફોલો કરી યુઝર્સ પોતાના ફેસબુક એકાઉન્ટને રાખી શકે છે સુરક્ષિત.

2018 પછીથી સોશિયલ મીડિયા કંપની Facebook એક પછી એક કોઈને કોઈ વિવાદમાં ફસાતી જઈ રહી છે. ત્યારથી લઈને આજ સુધી Facebook ના યુઝર્સની પ્રાઇવસી પર હેકર્સ દ્વારા ઝપટ મારવાના કોઈને કોઈ સમાચાર આવતા જ રહે છે. એનાથી ઘણા મિલિયન યુઝર્સની પ્રાઇવસી અને ડેટા પર હેકર્સનું એક્સેસ થયું છે. હવે એક નવો ગોટાળો સામે આવ્યો છે.

સિક્યુરિટી ફર્મ અપગાર્ડ (Upguard) ના જણાવ્યા અનુસાર, ફેસબુક પરથી બે બેચમાં યુઝર્સના રેકોર્ડ ભેગા કરીને થર્ડ પાર્ટી કંપનીઓને આપવામાં આવ્યા છે. 540 મિલિયનથી વધારે ફેસબુક યુઝર્સ જે એમેઝોન (Amazon) ક્લાઉડ સેવાનો ઉપયોગ કરી રહ્યા હતા, એમના પર આનો પ્રભાવ પડ્યો છે. બીજા સેટના રેકોર્ડને પુલ એપ (Pool App) દ્વારા ભેગા કરવામાં આવ્યા છે, જેનાથી 22,000 પાસવર્ડ સુરક્ષા ક્ષેત્રની બહાર આવી ગયા છે.

એના પ્રતિભાવમાં ફેસબુકનું કહેવું છે કે કંપનીની પોલિસી ડેટાને પબ્લિક ડેટાબેઝમાં સ્ટોર કરવાથી બચે છે, અને કંપની એમેઝોન સાથે એને રિમૂવ કરવા માટે કામ કરી રહી છે.

પરંતુ આ સમાચારથી પણ વધારે જરૂરી એ છે કે, અમે તમને તમારા એકાઉંટને સુરક્ષિત રાખવા માટેના થોડા જરૂરી પગલાં યાદ કરાવી દઈએ. એનાથી તમે સુનિશ્ચિત કરી શકો છો કે, તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે.

પોતાના ડેટાને સુરક્ષિત રાખવા માટે તમે આ કામ કરી શકો છો :

તમારા ફેસબુક પાસવર્ડનો ઓનલાઇન કયારેય પણ બીજી જગ્યાઓ પર ઉપયોગ ન કરો.

સૌથી સામાન્ય અને સૌથી જરૂરી વાત એ છે કે પોતાનો પાસવર્ડ ક્યારેય પણ કોઈની સાથે શેયર ન કરો.

પાસવર્ડમાં સામાન્ય શબ્દ અથવા પોતાના નામનો ઉપયોગ કરવાથી બચો. તમારો પાસવર્ડ થોડો અઘરો હોવો જોઈએ.

વધારાના સિક્યુરિટી ફીચર્સનો ઉપયોગ કરો. ટુ ફેક્ટર ઓથન્ટિકેશન, ટુ સ્ટેપ વેરિફિકેશન વગેરે.

સુનિશ્ચિત કરો કે તમારા ઈ મેલ એકાઉન્ટ સુરક્ષિત છે.

જો તમે પોતાનું કમ્પ્યુટર અન્ય લોકો સાથે શેયર કરો છો, અથવા કોઈ બીજાના કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો, તો હંમેશા તમારું એકાઉંટ લોગ આઉટ કરવાનું ન ભૂલો.

આ અન્ય ટિપ્સ પણ ધ્યાનમાં રાખો :

પોતાના કમ્પ્યુટરમાં એંટી વાયરસનો ઉપયોગ કરો.

કોઈ પણ વસ્તુને ક્લિક અથવા ડાઉનલોડ કરતા પહેલા એના પર ધ્યાન આપી જોઈ લો. જો તે શંકાસ્પદ લાગે તો ક્લિક અથવા ડાઉનલોડ ન કરો. ખુબ જ સસ્તા ભાવે કે મફત વેચાતી વસ્તુઓની લિંક પર કયારેય ક્લિક ન કરો.

ક્યારેય પણ કમ્પ્યુટરના ડેસ્કટોપ પર પોતાના પાસવર્ડ નોટ બનાવીને સેવ ન કરો. તેમજ મોબાઈલમાં પણ નોટ કે મેસેજમાં પાસવર્ડ સેવ ન રાખો. તમારો પાસવર્ડ તમે મગજમાં યાદ રાખો.

તમારા અલગ અલગ એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખો. બધાનો પાસવર્ડ એક સરખો રાખવો યોગ્ય નથી. તેમજ પાસવર્ડમાં પોતાનું, પત્નીનું, કે બાળકો વગેરેનું નામ, જન્મ તારીખ, ગાડીનો નંબર કે મોબાઈલ નંબર ક્યારેય રાખવો નહિ. એવા પાસવર્ડ ખુબ જ સરળતાથી હેક થઇ જાય છે.

તેમજ પૈસાની લાલચ આપતી વેબસાઈટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરવો નહિ. એના દ્વારા હેકર્સ તમારા ડેટા હેક કરી શકે છે.