લસણ ખરીદવાની ટીપ્સ : જાણો ઢગલામાંથી સારું લસણ કેવી રીતે વીણવું અને ખરીદવું?

બજારમાંથી વધારે માત્રામાં લસણ ખરીદીને લાંબા સમય સુધી સ્ટોર કરો છો તો પહેલા સારું લસણ પસંદ કરવાની ટીપ્સ જાણી લો.

ભારતીય રસોઈમાં ડુંગળી અને લસણનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. ખાસ કરીને જયારે વાત સ્વાદિષ્ટ ભોજન બનાવવાની આવે છે તો લસણ ડુંગળી વગર ઘણા લોકોનું કામ નથી બનતું. કેટલીક રેસિપીઓ તો એવી પણ હોય છે જેમાં લસણ વધુ પ્રમાણમાં નાખવામાં આવે છે. એટલા માટે લસણ ખાવાના શોખીન લોકો પોતાના ઘરમાં જ લસણ સ્ટોર કરીને રાખો.

લસણને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. પણ તેના માટે જરૂરી છે કે તમે બજાર માંથી સારું અને યોગ્ય લસણ પસંદ કરીને લાવો. ઘણી મહિલાઓની એ ફરિયાદ હોય છે કે ડુંગળી સારી છે કે ખરાબ તેનો અંદાઝો લગાવવો સરળ છે પણ લસણ અંદરથી સારું નીકળશે કે ખરાબ તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. તો આવો આજે અમે તમને તેમાં મદદ કરીએ અને તમને જણાવીએ કે, જયારે તમે લસણ ખરીદો ત્યારે કઈ બાબતોને જરાપણ ધ્યાન બહાર નહીં કરવી જોઈએ.

લસણનો આકાર જુવો : લસણ ખરીદતી વખતે સૌથી પહેલા તેનો આકાર જુવો. વધુ નાના આકારનું લસણ ના લો. એવા લસણની કળીઓ ઘણી જ નાની હોય છે અને ફોતરા વધુ હોય છે. વધુ નાની કળીઓ વાળા લસણ બગડેલા નથી હોતા, પણ તેને ફોલવા અને કાપવામાં તમારે વધુ મુશ્કેલી પડી શકે છે.

સ્પ્રાઉટેડ (અંકુરિત) લસણ ન ખરીદો : ડુંગળી અને બટેટાની જેમ જો તમે લસણને સારી રીતે સ્ટોર નથી કરતા તો તેમાં અંકુર નીકળવા લાગે છે. તેથી લસણનો જલ્દી ઉપયોગ ન કરવામાં આવે તો તે સડી જાય છે. અને જયારે તમે બજાર માંથી લસણ ખરીદી રહ્યા છો તો તેનો નીચેનો ભાગ જરૂર ચકાસી લો. જો તે લીલો જોવા મળી રહ્યો છે તો સમજી લો કે લસણમાં જલ્દી અંકુર જોવા મળશે. આ પ્રકારના લસણ ના ખરીદો.

લસણના ફોતરા જુવો : લસણના ફોતરા જોઇને પણ તમે એ વાતનો અંદાજ લગાવી શકો છો કે લસણ અંદરથી કેવું હશે? સામાન્ય રીતે કાગળ જેવા પાટળા ફોતરા વાળું લસણ જ સારું રહે છે. પણ ઘણી વખત તમને બજારમાં જાડા ફોતરા વાળા લસણ પણ જોવા મળશે. આ પ્રકારના લસણ ક્યારેક સારા હોય છે તો ક્યારેક તેના ફોતરા એટલા જાડા હોય છે કે, અંદર લસણની કળી નહિ જેવી નીકળે છે કે પછી હોતી જ નથી. આ પ્રકારના લસણને થોડા દબાવીને જુવો અને સાથે જ તેનું વજન પણ ચકાસો.

લસણ નરમ ન હોય : ઉનાળાની ઋતુમાં હંમેશા શાકભાજી જલ્દી સડવા લાગે છે. લસણ પણ વધુ તાપમાનમાં વધુ દિવસો સુધી ફ્રેશ નથી રહેતું. એટલા માટે જયારે તમે બજાર માંથી લસણ ખરીદો તો તે જોઈ લો કે લસણની કળીઓ કપાયેલી કે નરમ થઈ ગયેલી તો નથી ને. જો એવું છે તો તે લસણને ન ખરીદો, કેમ કે તે જલ્દી સડી જાય છે.

આ વાતોનું પણ રાખો ધ્યાન :

લસણમાં જો તમને કાળા પાવડર જેવું જોવા મળે તો તે ન ખરીદો કેમ કે આ પ્રકારના લસણને કેમિકલમાં પકવવામાં આવે છે.

લસણમાંથી જો દુર્ગંધ આવી રહી છે તો તે ન ખરીદો, કેમ કે તે અંદરથી સડેલું નીકળી શકે છે.

જો તમે આખા લસણને બદલે લસણની કળીઓ ખરીદી રહ્યા છો, તો એ વાતને સુનિશ્ચિત કરી લો કે તે ફોલેલી ન હોય.

હવે પછી તમે જયારે પણ બજારમાં લસણ ખરીદવા જાવ તો પહેલા આ ટીપ્સ જરૂર વાંચી લેજો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.