ઘરે પનીર ટીક્કા બનાવતા સમયે આ 5 વાતોનું રાખો ધ્યાન, મળશે બજાર જેવો સ્વાદ.

શું તમે પનીર ટીક્કા બનાવો છો તેનો સ્વાદ હોટલ જેવો નથી આવતો? તો અપનાવો આ ટિપ્સ અને જુઓ કમાલ. પનીર એક ઘણું જ વર્સેટાઈલ ઈંગ્રીડીએંટ છે, જેને આપણે ઘણી રીતે બનાવીએ ખાઈએ છીએ. ભાત બનાવવાથી લઈને શાક, પરોઠા અને બીજા ઘણા પ્રકારના સ્નેક્સ વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પનીર આરોગ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે. તેમાંથી પ્રોટીન, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફોલેટ અને ઘણા ન્યુટ્રીએંટસ મળે છે.

આમ તો જયારે થોડી ભૂખ હોય અને કાંઈક મજાનું ખાવાનું મન થઇ રહ્યું હોય, તો તે વખતે તમે ખરેખર પનીર ટીક્કા બનાવવાનું પસંદ કરશો. એટલું જ નહીં હાઉસપાર્ટીઓમાં પણ સ્ટાર્ટર તરીકે પનીર ટીક્કા સર્વ કરવામાં આવે છે. જોકે ઘણી વખત તેને ઘરમાં બનાવવા પર તે બજાર જેવું ટેસ્ટી નથી બનતું. અને જો રેસ્ટોરન્ટમાંથી પનીર મંગાવવામાં આવે, તો તે ઘણું મોંઘુ પડે છે. બની શકે છે કે તમારી સાથે પણ આ સમસ્યા થઇ રહી હોય. આમ તો એવું તમારી કોઈ ભૂલને કારણે થાય છે. તો આવો આજે હાઉસપાર્ટીઓ માટે પ્રોફેશનલ શેફ અવેલેબલ કરાવતી કંપની Coox ના શેફ દીમક કામત પાસેથી જાણીએ કે, તમારે પનીર ટીક્કા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ઘટ્ટ હોય દહીં : પનીર ટીક્કા માટે મેરીનેશન (ટિક્કા પર લગાવવામાં આવતી ગ્રેવી) બનાવતી વખતે દહીંનો ઉપયોગ તો આપણે કરીએ છીએ, પરંતુ તેમાં આપણાથી એક ભૂલ થઇ જાય છે. આમ તો આપણે ઘરે જમાવેલું દહીં કે બજારમાંથી દહીં લાવીને મેરીનેશન બનાવીએ છીએ. પરંતુ જો તેમાં થોડું પાણી હોય તો તેમાંથી મેરીનેશન સારું નથી બનતું. એટલા માટે એ ધ્યાનમાં રાખવું કે, દહીં એકદમ ઘટ્ટ હોય. જો દહીંમાં પાણી હોય તો તમે તેને એક પાતળા કપડામાં રાખીને કાઢી લો જેથી વધારાનું પાણી નીકળી જાય.

આદુ-લસણની પેસ્ટનો કરો ઉપયોગ : ઘણી વખત એવું બને છે કે આપણે ઘરે પનીર ટીક્કા તો બનાવીએ છીએ, પરંતુ તેનો ટેસ્ટ બજાર જેવો નથી આવતો, એવું એટલા માટે બને છે કેમ કે આપણે ઈંગ્રીડીએંટસની પસંદગીમાં થોડી ભૂલો કરી બેસીએ છીએ. જો તમે ઈચ્છો છો કે તો તેનો સ્વાદ એકદમ ડીલીશીયન હોય, તો તેના માટે તમે મેરીનેશનમાં આદુ-લસણની પેસ્ટનો ઉપયોગ જરૂર કરો. તે ઉપરાંત પનીર ટીક્કાનો કલર લાવવા માટે તમે તેમાં થોડું સરસવનું તેલ ગરમ કરીને તેમાં હળદર નાખો. તેનાથી પનીર ટીક્કાનો સ્વાદ જ નહિ, તેનો કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે.

મીઠાનો યોગ્ય રીતે કરો ઉપયોગ : તે ભલે એક નાનું એવું સ્ટેપ જણાતું હોય, પરંતુ તેનાથી તમારા પનીર ટીક્કાના સ્વાદમાં ઘણો સુધારો આવે છે. મોટાભાગે આપણે મેરીનેશનમાં મીઠું નાખીએ છીએ, જયારે તમારે એમ ન કરવું જોઈએ. પરંતુ તમારે પનીરને મેરીનેશનમાં નાખતા પહેલા તેને થોડી વાર માટે મીઠાનું કોટ કરવું જોઈએ. એમ કરવાથી પનીરમાં રહેલુ વધારાનું પાણી નીકળી જાય છે અને પછી તમારી મેરીનેશન નરમ થઈને બેટર જેવું નથી થતું.

ન કરો આ ભૂલ : જો પનીર ટીક્કા પાર્ટીમાં સર્વ કરવાનું હોય છે, તો મહિલાઓ તેનું મેરીનેશન સવારથી જ બનાવી લે છે. તેનાથી મેરીનેશનને સેટ થવામાં સમય મળી જાય છે. સાથે જ પાર્ટી દરમિયાન તમે વધારાની માથાકૂટથી બચી જાવ છો. પરંતુ પનીરને મેરીનેટ કર્યા પછી મહિલાઓ તેને ફ્રિઝરમાં મૂકી દે છે. પણ એવું કરવું જોઈએ નહિ. તેને ફ્રિઝરમાં રાખવાથી તે વધુ ઠંડું થવાને કારણે થોડું જામી જશે, ત્યાર પછી ટીક્કા સારા નહિ બને. જો તમે ટીક્કા મેરીનેશનને ફ્રિઝરમાં મૂકી રહ્યા છો, તો તેને ગ્રીલ કરવા કે કુક કરતા પહેલા થોડી વાર માટે બહાર રાખો, જેથી તે રૂમના તાપમાન ઉપર આવી શકે

જયારે કુક કરો ત્યારે આ વાતોનું રાખો ધ્યાન : આપણે જયારે પનીર ટીક્કા કુક કે ગ્રીલ કરીએ છીએ, તો તેમાં તેના ડાયરેક્ટ હિટમાં એક્સપોઝ થવાને કારણે તેનું સુકાઈ જવાનું કે ટેસ્ટલેસ થવાનું જોખમ રહે છે. એટલા માટે જયારે તમે પનીર ટીક્કાને ગ્રીલ કરો તો તેમાં બટર જરૂર એડ કરો. તે ન માત્ર તમારા પનીર ટીક્કાના મોઈશ્ચરને જાળવી રાખશે, પરંતુ તેનો સ્વાદ પણ વધારશે. હવે આ ટીપ્સને ધ્યાનમાં રાખીને તમે પણ બજાર જેવા પનીર ટીક્કા બનાવી શકશો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.