કાપેલા ફળોને આવી રીતે કરો સ્ટોર, લાંબા સમય સુધી રહેશે ફ્રેશ, જાણો રોજ ઉપયોગમાં આવતા કિચન હેક્સ.

આ છે કાપેલા ફળોને સ્ટોર કરવાની સાચી રીત, તેનાથી તે વધુ સમય સુધી ફ્રેશ રહેશે અને કાળા પણ નહિ પડે.

ઘણા ફળો ખાવાની સાચી મજા તેને કાપીને અને છોલીને ખાવામાં હોય છે. તેથી ઘણી વખત આપણે એક સાથે વધારે પડતા ફળ કાપી લઈએ છીએ, પણ ફળો કાપીને ખુલ્લા રાખવા પર તે જલ્દી ખરાબ થઇ જાય છે અને કાળા પડી જાય છે. ઘણા લોકો ઓફીસમાં ઘરેથી કાપેલા ફળ લઇને જાય છે, પણ ખાવાના સમય સુધી તે બધા ફળ ખરાબ થઇ જાય છે અથવા તો કાળા પડી જાય છે. આ કારણે ઘણા લોકો ટીફીનમાં ફળ લઇ જવાનું પસંદ નથી કરતા.

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને કાપેલા ફળોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગો છો, તો આજે અમે તમને કાપેલા ફળો રાખવાની સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી ફળ વધુ સમય સુધી ફ્રેશ રહેશે અને કાળા પણ નહિ પડે.

કાપેલા ફળને 6 થી 8 કલાક સુધી તાજા રાખવા માટે તમે તે ફળો ઉપર થોડો લીંબુનો રસ નાખીને ફ્રીઝમાં રાખી દો. એમ કરવાથી ફળનો રંગ એવો જ રહેશે જેવો પહેલા હતો અને ફળનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે.

જો તમે ફ્રુટ ચાટ બનાવવા માંગો છો અને ફળોને પહેલાથી કાપીને રાખવા માંગો છો તો તેના માટે પહેલા એક બાઉલમાં ઠંડું પાણી લો. ત્યાર પછી કાપેલા ફળોને બાઉલમાં નાખીને રાખી દો. આમ કરવાથી ફળ કાળા નહિ પડે અને તેની તાજગી જળવાઈ રહેશે.

સફરજનને કાપીને રાખવાથી થોડી જ વારમાં તેનો રંગ પીળો અને પછી કાળો પડવા લાગે છે. જો તમે તેમાં થોડો લીંબુનો રસ નાખી દેશો તો સફરજનનો રંગ નહિ બદલાય અને જલ્દી ખરાબ પણ નહિ થાય.

કાપેલા ફળોને લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે તમે એક ડબ્બામાં બરફ નાખીને ઠંડું પાણી ભરી લો. ત્યાર પછી તેમાં કાપેલા ફળો નાખી દો. એમ કરવાથી ફળ 3 થી 4 કલાક સુધી ફ્રેશ રહેશે અને તેનો રંગ પણ નહિ બદલાય.

જો તમે ક્યાંક પ્રવાસ દરમિયાન કાપેલા ફળો લઇ જવા માંગો છો તો તેના માટે તમે ફળ ઉપર સેટ્રીક એસીડનો પાવડર છાંટી દો. એમ કરવાથી ફળ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને તેનાથી ફળનો સ્વાદ અને રંગ પણ એવાને એવા જ જળવાઈ રહેશે.

ફળને કાપીને તમે તેને પ્લાસ્ટિક બેગ કે પછી એલ્યુમિનિયમ ફોઈલમાં સારી રીતે રેપ કરી ફ્રીઝમાં મૂકી દો. તેનાથી કાપેલા ફળ લાંબો સમય સુધી ખરાબ નહિ થાય.

સ્ટ્રોબેરી જલ્દી ખરાબ થઇ જાય છે આથી તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો, તો તેને મોટા ટીશું પેપરમાં મૂકી દો. એમ કરવાથી તે સ્ટ્રોબેરીનો ભેજ શોષી લેશે અને સ્ટ્રોબેરી ખરાબ નહિ થાય.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.