બટેટાને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માટે અપનાવો આ ટીપ્સ એંડ હેક્સ, ઘણી કામની છે આ માહિતી.

તમે ઘણી સરળતાથી અને ઘણા દિવસો સુધી બટેટાને ફ્રેશ રાખી શકો છો, આવો જાણીએ કેવી રીતે?

બજારે જઈ રહ્યા છો? તો 5-6 કિલો બટેટા પણ લેતા આવજો. આ વાક્ય લગભગ દરેક ઘરમાં સાંભળવા મળે છે. કેમ કે, બટેટા ખરીદવા માટે વારંવાર બજારે જવું પડે છે. પણ થોડા દિવસો પછી બટેટા ખરાબ થઇ રહ્યા છે, અને પછી તેને ફેંકી દેવામાં આવે. જો તમે પણ બજારેથી આવી જ રીતે વધુ પ્રમાણમાં બટેટા ખરીદીને ઘરે લાવતા હશો, તો થોડા દિવસોમાં તે ખરાબ થવા લાગતા હશે.

પણ હવે તમારે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજના આ લેખમાં અમે તમને કેટલીક ટીપ્સ એંડ હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે સરળતાથી બટેટાને ઘણા દિવસો સુધી ફ્રેશ રાખી શકો છો. તો આવો જાણીએ.

હવાવાળી જગ્યાએ રાખો : સામાન્ય રીતે લોકો બટેટાને એવી જગ્યા ઉપર રાખે છે જ્યાં હવા આવતી જતી ન હોય. તેથી બટેટા જલ્દી ખરાબ થવાનો ડર રહે છે. તેથી જો તમે ઈચ્છો છો કે બટેટા જલ્દી ખરાબ ન થાય અને વધુ દિવસો સુધી ફ્રેશ રહે, તો તમારે બટેટાને હવાવાળી જગ્યાએ રાખવાની જરૂર છે. જો તમે બટેટાને કોઈ ટોપલી, કેરીબેગ, પોલીથીન અને કંટેનરમાં પણ રાખો છો, તો તેનું મોઢું હંમેશા ખૂલું જ રાખો. તેનાથી બટેટા જલ્દી ખરાબ નથી થતા.

ફ્રીઝમાં ન કરો સ્ટોર : હંમેશા જોવામાં આવે છે કે, ઘણા લોકો ડુંગળીને તો ઓછું પણ બટેટાને ફ્રીઝમાં જ સ્ટોર કરીને રાખે છે. પણ એમ ન કરવું જોઈએ. કેમ કે તેનાથી બટેટા જલ્દી બગડી શકે છે. બટેટામાં સ્ટાર્ચ હોય છે, જે ફ્રીઝમાં રાખવાથી શુગરમાં પરિવર્તિત થઇ જાય છે અને બટેટા અંકુરીત કે ખરાબ થવા લાગે છે. તેથી તમે કોઈ ખુલ્લી જગ્યા ઉપર જ બટેટા રાખો. તમે જમીન ઉપર પણ બટેટાને સરળતાથી રાખી શકો છો.

બીજા શાકભાજી સાથે મિક્સ કરીને ન રાખો : બટેટા જલ્દી એટલા માટે ખરાબ થવા લાગે છે કેમ કે ઘણા લોકો બટેટા, ડુંગળી, ટમેટા, લીંબુ વગેરે ઘણા શાકભાજી સાથે મિક્સ કરીને કોઈ ટોપલી કે કંટેનરમાં રાખે છે. બટેટા સાથે તમે ડુંગળી રાખો છો તો તે બંને જ જલ્દી અંકુરીત થવા લાગે છે અને ખરાબ પણ થઇ જાય છે. તે ઉપરાંત લીંબુ એક સેટ્રીક એસીડ ફૂડ છે જેને લઈને બટેટા જલ્દી ખરાબ થવા લાગે છે.

વધુ ગરમ સ્થળ ઉપર ન રાખો : બટેટાને હવાવાળી જગ્યાએ રાખવાનો અર્થ કોઈ ગરમ સ્થળ ઉપર રાખવાથી નથી, પણ તેને એવી જગ્યાએ રાખો જે વધુ ગરમ ન હોય. ઘણી વખત જોવામાં આવે છે કે આંગણા કે ધાબા જેવી જગ્યા ઉપર બટેટા રાખી દે છે જ્યાં વધુ તડકો આવે છે. એ કારણે પણ બટેટા ખરાબ થઇ શકે છે. ઘણા લોકો માઈક્રોવેવ કે પછી ગેસ ચુલાની આસપાસ બટેટા રાખી દે છે. તમે બટેટાને એવી જગ્યાએ સ્ટોર કરો જે ન વધુ ગરમ હોય અને ન તો વધુ ઠંડી હોય. તેનાથી બટેટા ફ્રેશ રહેશે. તમે જમીન ઉપર પેપર નાખીને તેની ઉપર પણ બટેટા રાખી શકો છો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.