ચહેરા પર દાગ ધબ્બાથી છો પરેશાન તો અપનાવી શકો છો આ ઘરેલુ ઉપાય

ચંદ્ર ઉપર ડાઘ છે તો ચાલશે, પરંતુ તમારા ચંદ્ર જેવા ચહેરા ઉપર ડાઘ હોય તો પછી મુશ્કેલી વધી જાય છે. દરેક ઈચ્છે છે તેમનો ચહેરો સૌથી સારો અને સુંદર દેખાય. તેના માટે જરૂરી નથી કે તમે ગોરા બનવાનો પ્રયાસ કરો. સામળા રંગ વાળો ચહેરો પણ પોતાની રીતે ઘણો સુંદર છે. જો ચહેરા ઉપર કોઈ ડાઘ ધબ્બા હોય તો તે મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. જો કોઈ વધુ સમસ્યા હોય તો તેને તમે રોગ નિષ્ણાંતને બતાવી સારું કરી શકો છો. જો ચહેરા ઉપર ડાઘ ધબ્બા ગંદકીને કારણે, કોઈ ઈજા કે એલર્જીને કારણે થઇ છે તો તમે ઘરે જ તેનો ઈલાજ કરી શકો છો.

લીંબુનું જ્યુસ :

લીંબુને તમે એક ક્લીનીંગ એજન્ટ કહી શકો છો. તેનાથી ચહેરાની ગંદકી દુર થાય છે અને ચહેરો સ્વચ્છ બને છે. તમે ધારો તો કોઈ પેસ્ટ તરીકે પણ તેનો ઉમેરી શકો છો. આમ તો માત્ર લીંબુથી પણ તમારા ચહેરાની સફાઈ કરી શકો છો. એટલા માટે સૌથી પહેલા લીંબુનો રસ નીચોવી લો અને તેમાં પાણી ભેળવો. ત્યાર પછી એક સ્વચ્છ રૂ ને જ્યુસમાં ડુબાડીને તમારા ચહેરા ઉપર ઘસો. થોડી મીનીટો માટે રહેવા દો ત્યાર પછી ચહેરો ધોઈ લો. ત્યાર પછી સાબુ કે કોઈ બીજી વસ્તુનો ઉપયોગ ન કરો.

બટેટા :

સૌથી વધુ ખાવામાં ઉપયોગ કરવામાં આવતા બટેટા પણ ચહેરો સાફ કરવામાં કામ કરે છે. તેના માટે સૌથી પહેલા બટેટાને છોલીને તમારા ચહેરા ઉપર ઘસો અને ૧૦ મિનીટ સુધી રહેવા દો. આ પ્રક્રિયાને રોજ કરતા રહો તેનાથી ચહેરાના ડાઘ ધબ્બા સાફ થશે.

ફેસપેક :

ચહેરા ઉપર ડાઘ ધબ્બા દુર કરવા માટે તમે ફેસ પેક પણ બનાવી શકો છો. તેના માટે ચોખા, ટમેટાનો રસ, બેસન અને દહીં એક વાટકીમાં લો. ધ્યાન રાખશો કે તમારે ભાત નહિ પરંતુ ચોખાનો લોટ જોઈએ. તે બધાનો પેક બનાવીને ચહેરા ઉપર લગાવો. થોડા સમય સુધી ચહેરા ઉપર રહેવા દો અને ત્યાર પછી તમારો ચહેરો ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં ૩ વખત અપનાવો અસર જોવા મળશે.

બટેટા અને મધ :

તમે ચહેરાના ડાઘ બીજી સરળ રીતે દુર કરવા માંગો છો, અને સાથે જ સુકાપણું નથી ઇચ્છતા તો બટેટાને મધ સાથે લગાવી શકો છો. તેના માટે બટેટાને ઘસી લો અને તેમાં મધ નાખીને પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને ચહેરા ઉપર લગાવી લો. બટેટા અને મધ બન્ને ચહેરાના ડાઘને ઓછા કરશે અને સાથે જ મધથી ચહેરો પણ સ્વચ્છ થાય છે.

કુવારપાઠું :

તે ચહેરાના ડાઘ ધબ્બા દુર કરવા માટે ઘણો જ અસરકારક નુસખો માનવામાં આવે છે. તે વાતને ધ્યાનમાં રાખો કે તમને કુવારપાઠું માફક આવે છે કે નહિ. સૌથી પહેલા કુવારપાઠું જેલના પાંદડા લો અને ચપ્પુની મદદથી માત્ર જેલ બહાર કાઢો. ત્યાર પછી તે ચહેરા ઉપર લગાડી લો. ૧૫-૨૯ મિનીટ સુધી કુવારપાઠુંને એવી રીતે જ રહેવા દો. ત્યાર પછી તમારી ત્વચા સાફ કરો. એમ કરતા રહો અને મહિનાની અંદર તમને સારા પરિણામ જોવા મળશે.