ટીટોડો રીમીક્સ ”માથે રે બેડા રબારણ દૂધ ના”

ટીટોડા ની રીમીક્સ ટાઈપ વર્જન જુયો લગન ની જાન માં લંડન મેયર્સ ફેસ્ટીવલ માં ૩ વખત પ્રથમ સ્થાન મેળવનાર “મથુરામાં વાગી મોરલી” ઉપરાંત ડી.જે.ટીટોડા “જાંબુડા ના કોલ” દ્વારા સામૈયા સરઘસ માં પણ યુવાનો ને ગમતા સ્વરૂપે લોક સંસ્કૃતિ ના પ્રાચિન ગીતો ને જીવતા રાખનાર લોક કલાકારો ને ઘણી ખમ્મા.

નિરક્ષર વ્યક્તિ ની વાતો અને ગીતો હંમેશા “દિલ” થી જ થતા હોય છે અને લોકો એને ખોબલે ને ધોબ્લે દિલ માં સ્થાન આપે છે એનું જ્વલંત ઉદાહરણ.કોઈ પણ દેશ માં “મથુરામાં વાગી મોરલી ” અને “જાંબુડા ના કોલ” સાંભળવા મળશે જ એ અમારું અભિમાન નથી પણ આપણી સંસ્કૃતિ નું સ્વમાન છે.

અભણ નિરક્ષર લોક કલાકારો ની યાદ શક્તિ ને કારણે આ પ્રાચીન ગીતો આજે આપડી સમક્ષ છે જેને આજ મ્યુઝીક ને સારા અવાજો માં ફરી થી આપડે સાભળીયે છીએ ને એને સાંભળવું ખુબ ગમે છે. આ સાભળતા એક અલગ જ રોમાંચ અનુભવાય છે.

લોક સંગીત નાં ડાયરા ની મોજ ને આવી કલાબાજી ને લાઈવ નથી જોઈ શક્યા પણ હવે સોસીયલ મીડિયા માં આવું ઘણું જોવા મળે ત્યારે ખરેખર આનંદ થાય છે.

ટીટોડો લોક નૃત્ય ને આજે અલગ અલગ સ્વરૂપે જોવા મળે ખાસ કરી ને નવરાત્રી માં લેટેસ્ટ ફેશન પ્રમાણે પણ આજ ગીતો સાથે ગવાતો રહે છે. સ્ટેપ કેરીયોગ્રાફી બદલાતી રહે. સિમ્પલ ને બેસ્ટ જે હંમેશા થી થતી આવી હોય એ તો જીવંત રેવાની છે પણ કઈક નવું કરવું ની તમન્ના વાળા શૌખીન લોકો પણ આજ લોકગીતો સાથે કઈક નવું પણ બતાવે છે.

સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન નિમિત્તે લશ્કર નાં જવાનો દ્વારા ઘણી કલાબાજી અને બાઈક સ્ટંટ ને એવું ઘણું બધું જોવા મળે છે એમના દ્વારા ભવિષ્ય માં આવા લોકગીતો પર આવી ગુજરાત ની મહેંક પણ જોવા મળે તો ખરેખર લોકો એ દિવસ ને નવરાત્રી જેવો એન્જોય કરશે.

ગુજરાત તહેવારોની ભૂમિ છે. નવરાત્રી સિવાય પણ ઘણા ઉત્સવો દરમિયાન અહી નૃત્‍ય અને સંગીતથી ભરપુર ગરબા અને રાસ રમાય છે. દરેક ઉંમરના ગુજરાતીઓ મન ભરીને ગરબા અને રાસ રમે છે. વિશ્વભરમાં લોકો ગુજરાત ના પરંપરાગત ગરબા રાસ ના દીવાના છે અને ધાર્મિક તહેવારોને માણવા ગુજરાત ની મુલાકાત લેતા રહે છે.

વિડીયો