જો તમે પણ ફ્રીજનું પાણી પીવો છો તો જાણો શરીરમાં શું શું થઇ શકે છે. ખાસ વાંચો ફ્રીઝ નાં પાણી વિષે

દોસ્તો ગમે તે થાય ફ્રીજનું ઠંડું પાણી, કે બરફ નાખેલું પાણી ન પીશો. મિત્રો પહેલા તે જાણી લો આયુર્વેદ મુજબ ઠંડા પાણીની પરિભાષા શું છે?? શરીરનું તાપમાન છે ૩૭ ડીગ્રી સેલ્સિયસ (૯૮.૬ fahrenhet) એટલે ૨૭ ડીગ્રી નીચેનું બધું પાણી ઠંડુ છે. ૧૦ ડીગ્રી થી નીચે સુધી નું શરીર સહન કરી શકે છે. આ વાત એવી છે મિત્રો જયારે પણ તમે જ્યારે ફ્રીજ નું ઠંડુ પાણી પીવો છો તો તે ગરમ પેટમાં ઠંડુ પાણી જાય છે. હવે પેટ તમારું ગરમ છે અને પાણી ઠંડું, તો અંદર જવાથી ઝગડો થાય છે પેટ પાણીને ગરમ કરે છે અને પાણી પેટને ઠંડું કરે છે.

તમે એક મિનીટ માટે સમજી લો તમે ખુબ ઠંડુ પાણી પીધું છે અને પાણીએ પેટને ઠંડુ કરતા જ હ્રદય ઠંડુ થઇ જાય છે. કેમ કે પેટ અને હ્રદય નું એક બીજા સાથે જોડાણ છે. હ્રદય ઠંડું થતા જ મસ્તિક ઠંડું થઇ જશે. અને શરીર ઠંડુ થવાથી તમને ઘરની બહાર કાઢીને ફેંકી દેવામાં આવશે. જે બધા લોકો તમને ભેટીને પ્રેમ કરે છે તે તમને અડકવાનું પણ પસંદ નહી કરે કેમ કે શરીર ઠંડું થઇ ગયું છે. અને તેઓ એક જ વાત કહેશે જલ્દી લઈને જાવ કેમ રાખ્યા છે?? અંતિમ સંસ્કાર ક્યારે છે કેમ કે શરીર નું ઠંડુ થાય એટલે ફક્ત રામ નામ સત્ય થાય છે. તો મિત્રો આ ઠંડુ પાણી પીવાની ભૂલ ન કરશો.

હવે આ બધી વાતનો બીજો ભાગ જાણીએ !

જયારે ખુબ જ ઠંડું પાણી તમે પીશો તો પેટ તે પાણીને ગરમ કરશે. કેમ કે તેને તમને જીવતા રાખવા છે. તો આ ભગવાનને વ્યવસ્થા બનાવી છે પરંતુ ગરમ કરવા માટે તેને શક્તિ જોઈએ. હવે શક્તિ ક્યાંથી આવશે??
શક્તિ આવશે લોહીમાંથી. તો આખા શરીરનું લોહી પેટમાં આવશે.

હવે તમે થોડી વાર માટે કલ્પના કરો આખા મસ્તિકનું લોહી પેટમાં જતું રહ્યું.

હ્રદયનું લોહી પેટમાં જતું રહ્યું. આંતરડાનું લોહી પેટમાં આવી ગયું.

તો બધા જ અંગોમાં લોહીની ઉણપ આવશે મસ્તિકને ત્રણ મિનીટ જો બ્લડ સપ્લાય અટકી ગઈ તો બ્રેઈન ડેડ થઇ જશે.

આ રીતે હાર્ટ ને એક થી દોઢ મિનીટ બ્લડ સપ્લાય અટકી ગઈ તો હાર્ટ ડેડ થઇ જશે.

એટલા માટે કહેવામાં આવે છે કે ઠંડું પાણી પીવું મોટા રિસ્ક બરોબર છે.

હવે આ બધી વાત ત્રીજા ભાગમાં જાણીએ.

આપણા શરીરમાં બે આંતરડા હોય છે નાનું આંતરડું અને મોટું આંતરડું (large iintestine).
મોટા આંતરડાનું કામ છે આપણા શરીરમાંથી મળ બહાર કાઢવાનું જે પણ આપણે ખાઈએ છીએ તે પચ્યા પછી જે વેસ્ટ વધે છે તે ટોઇલેટ ના સ્વરૂપમાં મોટા આંતરડા દ્વારા બહાર નીકળે છે.

મોટું આંતરડું જોવામાં એક ખુલ્લા પાઈપ જેવી હોય છે. હવે જેવા તમે એક દમ ઠંડુ પાણી પીવો છો તો મોટા આંતરડા તરત જ સંકોચાઈ ને બંધ થઇ જાય છે હવે જો વારવાર ઠંડુ પાણી પી ને તેને આખું બંધ કરી દીધું. તો સવારે તમારૂ સ્ટુલ પસાર નહી થાય સંડાસ નહી આવે તમે જોર લગાવી લગાવીને ગાંડા થઇ જશો પણ પેટ સાફ નહી થાય.

એટલે કે તમને કબજિયાતનો રોગ થઇ જશે અને આયુર્વેદમાં કબજિયાતને બધા રોગો નું ઉદભવ સ્થાન કહે છે. બધી બીમારીઓનું મૂળ છે કબજિયાત. જો તમને કબજીયાતનો રોગ થઇ ગયો અન થોડા વધુ સમય માટે રહ્યો તો એક એક કરીને તમને બધી બીમારીઓ આવશે. યુરોક એસીડ, કોલેસ્ટ્રોલ, heart blockage, શુગર.

એટલા માટે આ ફ્રીજનું પાણી તમારા શરીર માટે ખુબ જ ખતરનાક છે મિત્રો.

આ અમેરિકા અને યુરોપ વાળા ખુબ જ ઠંડુ પાણી પીવે છે ૫-૬ દિવસ ફ્રીજમાં રાખીને પછી તેમાં બરફના ટુકડા નાખી નાખીને પીવે છે અને પરિણામ શું આવે છે સવારે ૧-૧ કલાક ટોયલેંટમાં પસાર કરે છે પેટ સાફ જ થતું નથી. અને ક્યારેક તેને પૂછો કે ભાઈ તમે તમારા ટોઇલેટ સીટ તે બેસવાની cobet seat કેમ બનાવરાવી છે તે ભારતીય રીત વળી કેમ ન બનાવરાવી??

તો જવાબ મળશે કે ભાઈ ભારતીયવળી સીટ ઉપર તમે પાચ મિનીટથી વધુ બેસી નથી શકતા કેમ કે બેસવાની જે જગ્યા છે તમને પાંચ મીનીટમાં જ થકાવી દે છે અને અમારે કલાકો કલાકો બેસવાનું હોય છે કેમ કે પેટ સાફ થતું નથી. એટલા માટે ખુરશી જેવું બનાવીએ છીએ અને બેસી રહીએ છીએ, એ તો ઠીક તેમના ટોઇલેટ માં તમને library મળશે ચોપડીઓ, ન્યુઝ પેપર, મેગેઝીન બધું મળશે. કેમ કે કલાકો સુધી બેસવાનું હોય છે તો તેના સિવાય સમય પસાર કેમ થઇ શકે ?? પરંતુ તેમની મજબુરી છે.

હવે આપણા દેશના અમુક એજ્યુકેટેડ ઇડીયટે તેની નકલ કરીને ટોઇલેટ માં છાપું લઈને જવું, ચોપડી લઈને જવાનું શરુ કરી દીધું છે અને સાથે નાની એવી લાયબ્રેરી બનાવવાનું શરુ કરી દીધું છે. અને આવું કરવાથી પોતાને આધુનિક સમજવા લાગ્યા છે. મિત્રો સમજ્યા વિચાર્યા સિવાય જયારે નકલ કરવામાં આવે છે તો આવું જ બને છે. તેમની મજબુરીને આપણે ફેશન બનાવી રહ્યા છીએ.

તો મિત્રો આ બધી સમસ્યાનું મૂળ કારણ છે તે ઠંડુ પાણી. તો તમે ક્યારેય પીશો નહી. તમારે જો પીવું હોય તો માટીના ઘડાનું પાણી પીવો. કેમ કે માટીના ઘડામાં રાખેલું પાણી તમે જયારે પણ ચેક કરશો તો તેનું તાપમાન ૩૬ ડીગ્રી ૩૫ ડીગ્રી ૩૩ ડીગ્રી ની આજુ બાજુ હોય છે. આજે જેવું અમે ઉપર જણાવ્યું તમારા શરીરનું તાપમાન છે ૩૭ ડીગ્રી તો છે અને પાણી નું તાપમાન અને આપણા શરીરનું તાપમાન લગભગ બરોબર ગણાય છે. એટલા માટે સદીઓ પહેલા આપણા આયુર્વેદમાં કહેવામાં આવ્યું હતું ઘડાનું પાણી સારું. એટલા માટે આપણા દેશમાં સદીઓથી લોકો માટીના ઘડાનું પાણી પિતા આવ્યા છે.

મિત્રો છોડો આ બધી વાતની મૂળ વાત છે માટીના ઘડો આ દેશમાં કરોડો ગરીબ કુભારો દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ જ્યારથી પ્રેશર કુકર, પ્લાસ્ટિકનો બોટલો, થર્મોકોલના ગ્લાસ વગેરે આવવાનું શરુ થયું છે દેશના કરોડો ગરીબ કુંભારો નો ધંધો છીનવાઈ ગયો છે. બિચારા ગરીબ કુંભાર માટીના દીવડા પણ વેચી નથી શકતા કેમ કે આ બધી દિવાળીના તહેવારો ઉપર ચીની લાઈટ ખરીદ કરીને પહેલા લક્ષ્મી ચીનને આપી દઈએ છીએ અને દિવાળીની રાત્રે પૂજા કરીએ છીએ કે લક્ષ્મી અમારા ઘરે આવે.

મિત્રો તમે બધા ફરી વખત ઘડાનું પાણી પીવાનું શરુ કરશો તો ગરીબ કુંભારોના ઘડા વેચાશે. ફ્રીજનું ઠંડુ પાણી નહિ પીવો તો તમારું આરોગ્ય સારું રહેશે ગરીબ કુંભારોને રોજગાર મળશે. ઉદ્યોગપતીયો ની સરકારોના ભરોસે આ દેશની કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી થવાનું. પરંતુ આ દેશની જનતા પોતાની જાતે જ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. આવો આપણે આજે સાથે મળીને ગરીબ કુંભારોને sale promoter બની જઈએ. અને આ પોસ્ટ વધુ ને વધુ ને શેયર કરને તેમની વસ્તુ વેચાવડાવવા નો પ્રયત્ન કરીએ.