તો આ કારણથી સેનાના જવાનો હોઠ ઉપર બાંધે છે કાળી પટ્ટી, જાણો રસપ્રદ બાબતો.

ખરેખર ભારતના નાગરીકો બેનમૂન છે કે પછી સમાચારનો મારો વધુ છે એ ખબર પડતી નથી કારણ એટલુ જ કે 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામાં એટેક કે જેણે દોઢ મહિનો જ થયો છે અને 52 થી વધુ શહીદ થયેલા ભારતીય જવાનને બસ 10 દિવસ માટે યાદ રખાયા અને અત્યારે જુઓ ક્યાં અને કોણ યાદ કરેશે એ ભારતીય જવાનોને? વાત એટલી જ છે કે આપણી મેમેરી શોર્ટટર્મ મેમરી છે બધું જલદી ભૂલવાની ટેવ છે આપણી. પણ અમે આ લેખ ફરી આપણા જવાનોની વીરતા માટે યાદગીરી માટે લાવ્યા છીએ.

જ્યારે પણ કોઈ ભારતીય સેનાની વાત આવે છે ત્યારે દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલાઈ જાય છે. ભારતીય સેનાના દરેક જવાન પોતાની રીતે એક સંપૂર્ણ આર્મી હોય છે, પણ જ્યારે પણ ભારતીય સેનાની એક વિશેષ રજિમેન્ટની વાત આવે છે ત્યારે તેનું નામ સાંભળતા જ દુશ્મન દેશના છક્કા છૂટી જાય છે. સેનાના સૈનિકો હોઠ ઉપર કાળી પટ્ટી શા માટે બાંધે છે?

ગોરખા રેજિમેન્ટ :

ગોરખા રેજિમેન્ટનું નામ સાંભળતા જ દુશ્મનનું પેન્ટ થઇ જાય છે ભીનું. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ભારતીય સેનાના “ગોરખા રેજિમેન્ટ” ની. દિલેરી અને બહાદુરીનું બીજું નામ કહેવાતા આ રેજિમેન્ટની એક ખાસિયત છે કે તેઓ તેમના દુશ્મનો પર એટલા કડક હોય છે કે તેને તેની સામે જોઈને દુશ્મન પણ પોતાના મૃત્યુની ભીખ માંગે છે.

જેમ કે આજે આપણે ભારતીય સેનાની આ ગોરખા રેજિમેન્ટની એક એવી રસપ્રદ વિશેષતા તમને જણાવવા જઈ રહ્યા છીએ. જેની ઉપર કદાચ તમારું ધ્યાન પહેલા ક્યારેય નહી ગયું હોય. જો ક્યારેય એ વાત ઉપર તમે ધ્યાન આપ્યું હશે તો ખરેખર તમને તેનો જવાબ નહિ મળ્યો હોય.

તેથી સ્ટ્રીપ બાંધે છે સૈનિક :

મિત્રો, તમે ક્યારેય ગોરખા રેજિમેન્ટના કોઈ જવાનને જોયા હશે. તો તમે જાણ્યું હશે કે તેમની વર્ધીમાં એક અલગ વાત છે. જે કોઈ બીજામાં નહિ જોઈ હોય અને તે છે કે ગોરખા રેજિમેન્ટ પોતાના હેટની સ્ટ્રિપ પોતાના નીચેના હોઠની નીચે દબાવે છે.

જ્યારે બીજી ભારતીય સેનાની રેજિમેન્ટ તેની વિપરીત તે સ્ટ્રીપને ગળાની નીચે પહેરે છે. તેવામાં જો તેને જોઈને તમે પણ વિચારતા હશો કે આખરે આમ કેમ કરવામાં આવે છે? તો જણાવી આપીએ કે તેની પાછળ ત્રણ મુખ્ય કારણો છે જો કે ખૂબ જ રસપ્રદ પણ છે. તો તો આવો જણાવીએ છીએ, તે ત્રણ ખાસ કારણ વિષે.

1. ગોરખા રેજિમેન્ટના સૈનિકોનું નાનું કદ :-

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગે પણ આ કારણ એ મહત્વનાં કારણો માંથી એક છે. માનવામાં આવે છે કે પહાડી રાજ્ય માંથી આવવાને કારણે કે ગોરખા સૈનિકોનું કદ થોડું નાનું હોય છે. તેથી ગોરખા સૈનિકોને બીજા સૈનિકોની બરાબર બતાવવા માટે પણ ટોપીની સ્ટ્રીપને હોઠની નીચે લગાવવામાં આવે છે. માહિતી માટે જણાવી આપીએ કે આ રેજિમેન્ટની કેપ અને સ્ટ્રીપને આકારના સૈનિક માટે બદલવામાં નથી આવતો અને ગોરખા પરંપરા તરીકે જ નાનો રાખવામાં આવે છે.

2. ગોરખા સનીકો હોય છે વાતોડીયા :-

આ કારણ થોડુ હાસ્યસ્પદ લાગી શકે છે પરંતુ એ જોવામાં આવ્યું છે કે ગોરખા રેજિમેન્ટના સૈનિક વાતુડીયા હોય છે તેથી પણ તેમની ટોપીની સ્ટ્રીપ તેમના નીચલા હોઠની નીચેથી થઇને કાઢવામાં આવે છે. આવું એટલા માટે કે તે સૈનિક વધુ વાત ન કરી શકે છે.

કહેવામાં આવે છે કે પ્રથમ યુદ્ધ દરમિયાન તેઓ વધુ અવાજમાં બુમો પાડીને દુશ્મનો ઉપર હુમલો કરતા હતા. આમ કરવાથી તે બનતું એ હતું કે દુશ્મનોને તેનાથી હુમલાની ચેતવણી મળી જતી હતી. આ સમસ્યાને પહોચી વળવા માટે કેપની સ્ટ્રીપની લંબાઈને ઓછી રાખવામાં આવી, તેથી તેમનું મોઢું બંધ રહી શકે.

3. સુરક્ષાને ધ્યાનમાં રાખીને :-

ત્રીજું કારણ અત્યંત મહત્વનું છે, જેને લઇએ ગોરખા સૈનિકોની સ્ટ્રીપ તેમના હોઠની નીચે હોય છે. કહેવાય છે કે કેપનું સ્ટ્રીપ ઠોડિની નીચે પહેરવાથી પાછળથી હુમલો કરનારા દુશ્મનથી બચાવ કરવામાં મદદ મળે છે. કારણ કે જો સ્ટ્રીપ ગળામાં નાખવામાં આવે, તો આમ કરવાથી શક્યતા વધી જાય છે કે દુશ્મન આપણા સૈનિકોનું ગળા દબાવવામાં સફળ થઇ શકે. જો કે, આ સૈનિકોનો પટ્ટો નીચલા હોઠની નીચે પહેરવાથી પાછળથી થતા દુશ્મનોના આક્રમણને ઘણું ઓછું કરી શકાય છે.

સંદેશ :

તો મિત્રો, ફરી વખત તમે જ્યારે પણ ગોરખા સૈનિકોની ટોપીનો પટ્ટો નીચલા હોઠની નીચે લાગેલો જુઓ, તો નવાઈમાં પડવાને બદલે આ કારણો વિશે વિચારી લેશો.