તો આ કારણે થાય છે મહિલાઓને ખીલ, જાણો કારણ અને લક્ષણ.

કિશોરાવસ્થામાં જ્યારે ફિલ્મો અને પત્રિકાઓમાં હિરોઈનોના ડાઘ વગરના ચહેરાના ફોટા જોઈએ છીએ તો આપણે પોતે પણ તેવું બનવાનું વિચારીએ છીએ. ખાસ કરીને આપણા સમાજમાં લોકોએ ડાઘ વગરના ચહેરાને સુંદરતાનું પ્રતિક બનાવી દીધું છે, જે ખોટું છે અને તે કારણ છે કે જયારે છોકરીઓ કિશોરાવસ્થામાં પહોચે છે, તો એક ખીલ નીકળવાથી પણ ટેન્શનમાં આવી જાય છે. જો કે આ ઉંમરમાં ખીલ નીકળવા એકદમ સામાન્ય વાત છે.

તમે પોતે પણ ખીલથી કંટાળી ગયા હોય અને કોઈ ઘરેલું નુસખથી વધારે ફાયદો થયો હોય કે કોઈ ટીપ્સ હોય ખીલ માટે તો કોમેન્ટમાં જણાવો.

મોટાભાગે છોકરીઓ ૨૦ ની ઉંમર પછી વિચારે છે કે સારું હવે આ ખીલ માંથી મુક્તિ મળે. પરંતુ શું હકીકતમાં એવું છે? જી નહિ તે ઉંમર પછી પણ તમને ખીલ નીકળી શકે છે. ત્યાં સુધી કે ૩૦ ની ઉંમર પછી પણ ખીલની સમસ્યા થાય છે. મહિલાઓમાં નીકળતા ખીલ ખાસ કરીને હાર્મોન અસંતુલનને કારણે થાય છે. તેને એડલ્ટ એક્ને કહેવામાં આવે છે.

ચહેરા ઉપર ખીલ-મુંહાસે નીકળવાથી મહિલાઓને લાગે છે કે તેનાથી તેની સુંદરતા બગડી રહી છે અને ખીલથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય અપનાવવા લાગે છે. ખીલને કારણે મહિલાઓમાં આત્મવિશ્વાસ નબળો પડવા લાગે છે અને ઘણી મહિલાઓ તો લોકોને મળવા કે ઓફીસ જવાનું ઓછું કરી દે છે.

ખીલ નીકળતા જ જો તમે પણ કાંઈ પણ સમજ્યા વિચાર્યે ક્રીમ અને પેસ્ટ લગાવવા જેવા ઘરેલું ઉપાય અપનાવી રહ્યા છો, તો જાણી લો કે કારણ જાણ્યા વગર આ બધી વસ્તુથી કોઈ ફાયદો થશે નહિ. સારું રહેશે કે પહેલા તમે ખીલના કારણ જાણો અને પછી તે મુજબ ઈલાજ અપનાવો. આ લેખમાં અમે તમને મહિલાઓમાં થતા ખીલના કારણો વિષે વિસ્તારથી જણાવી રહ્યા છીએ.

ખીલ કેમ થાય છે?

આમ જોવામાં આવે તો કોઈ પણ ઉંમરમાં ખીલ નીકળવાની પાછળ બે કારણ છે, પહેલું ત્વચા વધુ તૈલી હોવી અને બીજું બેક્ટેરિયા. તનાવ, ચિંતા, ગંદકી કે ટોમ છિદ્રોના ભરાઈ જવાને કારણે ખીલ થઇ શકે છે. તે ઉપરાંત મોટા ભાગે મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનના સ્તરમાં ફેરફાર કે હાર્મોન અસંતુલન પણ ખીલ નીકળવાના મુખ્ય કારણ છે.

ખીલના લક્ષણ :

મહિલાઓમાં નીકળતા ખીલ, કિશોરઅવસ્થા જોવામાં આવતા ખીલથી થોડા અલગ હોય છે. આ ઉંમરમાં નીકળતા ખીલ શરુઆતમાં નાના લાલ રંગના જેવા દેખાય છે અને પછી ધીમે ધીમે તે મોટા થઇ જાય છે. અમુક મહિલાઓમાં આ ખીલ નાની ગાંઠ રૂપે નીકળે છે અને પછી તેમાંથી ખીલ બની જાય છે.

આ ખીલ ઘણા દિવસો સુધી ચહેરા ઉપર રહે છે અને તેને ખંજવાળવાથી કે સારી રીતે ઈલાજ ન કરવાથી આ જગ્યાએ ડાઘ થઇ જાય છે. ક્યારે ક્યારે ચહેરા ઉપર રહેલા વાઈટ હેન્ડસ અને બ્લેક હેન્ડ્સ પણ આગળ જતા ખીલ બની જાય છે. અમુક મહિલાઓમાં ખીલ ગાલને બદલે કપાળ ઉપર વધુ નીકળે છે.

ખીલના કારણ :

કોઈના પણ ચહેરા ઉપર નીકળતા ખીલ અલગ અલગ કારણોને લીધે નીકળે છે. તે જરૂરી નથી કે જે કારણે તમને ખીલ નીકળી રહ્યા છે, બસ એ જ કારણે તમારા પાર્ટનર કે મિત્રને પણ ખીલ નીકળી આવે. જેમ કે ઉકળાટ ભરેલા વાતાવરણમાં અમુક મહિલાઓના ચહેરા ઉપર ખીલ નીકળી આવે છે, જો કે તમારી સાથે રહેવા વાળા બીજા વ્યક્તિ ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી. એટલા માટે ખીલના સાચા કારણો જાણો અને પછી તેનો ઉપાય કરો.

સામાન્ય રીતે નીચે જણાવેલા કારણોને લીધે વયસ્કોમાં ખીલ નીકળે છે.

૧. હાર્મોનલ ફેરફાર :

સમાન્ય રીતે માસિક, ગર્ભાશય, બાળકને જન્મ આપ્યા પછી થોડા અઠવાડિયા આછી અને સ્તન પાન દરમિયાન મહિલાઓના શરીરમાં હાર્મોન ઝડપથી બદલાય છે અને એ કારણ છે કે તે દરમિયાન મહિલાઓમાં ખીલની સમસ્યા વધી જાય છે.

ખાસ કરીને હાર્મોનમાં ફેરફાર થવાને લીધે ત્વચાનું પીએચ સંતુલન બગડી જાય છે અને ત્વચામાં તેલનું ઉત્પાદન થવાનું વધી જાય છે. જેને કારણે ખીલ નીકળવા લાગે છે. જો હાર્મોન અસંતુલનને કારણે તમને ખીલ નીકળી રહ્યા છે તો તેવા સમયે ખીલ ઉપર ક્રીમ કે કોઈ ઘરેલું ઉપાય કરવાથી ઠીક નહિ થાય. તેવી સ્થિતિમાં તમે ડર્મેટોલોજીસ્ટનો સમ્પર્ક કરો.

૨. પીસીઓએસ PCOS :

એવું નથી કે ફક્ત માસિક કે ગર્ભાશય દરમિયાન જ મહિલાઓના શરીરમાં હાર્મોનનું સ્તર બગડે છે, પરંતુ જો તમે પોલીસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસો) થી પીડિત છો, તો પણ તમારા શરીરમાં હાર્મોન અસંતુલનની સ્થિતિ ઉભી થઇ શકે છે. આજના સમયમાં મોટાભાગે મહિલાઓ પોલીસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમથી પીડિત છે. આ બીમારીને કારણે મહિલાઓના શરીરમાં પુરુષો વાળા હાર્મોન વધી જાય છે. જે ત્વચામાં તેલનું ઉત્પાદન વધારી દે છે અને ત્વચાનું તૈલી હોવાને કારણે ખીલ નીકળવા લાગે છે.

૩. તણાવ :

શું તમે જાણો છો કે તનાવને કારણે પણ શરીરમાં ઘણા પ્રકારના હાર્મોનનું ચક્ર બગડી જાય છે? જયારે તમે ઘણા જ વધુ તણાવમાં કે ડરેલા હો છો, તે દરમિયાન એડ્રેનલ ગ્રંથી માંથી સ્ટ્રેસ હાર્મોન (કોર્ટીસોલ) વધુ પ્રમાણમાં બનવા લાગે છે અને તેથી ત્વચામાં થયેલા અસંતુલનથી ખીલ નીકળવા લાગે છે. વયસ્કોમાં ખીલ થવાનું આ પણ એક મુખ્ય કારણ છે. એટલા માટે યોગ અને ધ્યાનની મદદથી તણાવને ઓછો કરો અને ખુશ રહો.

૪. ધુમ્રપાન :

સિગરેટ પીવી આરોગ્ય માટે ઘણું નુકશાનકારક છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ધુમ્રપાનને કારણે પણ ખીલ નીકળવા લાગે છે. એક રીસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે એલર્જી અને માઈગ્રેનથી પીડિત લોકો અને ધુમ્રપાન કરવા વાળા લોકોમાં ખીલ નીકળવાની શક્યતા ઘણી વધી જાય છે. એટલા માટે ધુમ્રપાનથી પરેજી રાખો.

૫. વાયુ પદુષણ :

તમે જ્યાં રહો છો, ત્યાં ઋતુ અચાનક બદલાઈ જાય, કે ઘણો ઉકળાટ અને ગરમી વાળા વાતાવરણમાં રહેવાને કારણે પણ ખીલ નીકળવા લાગે છે. હકીકતમાં આપણા વાતાવરણની હવામા ઘણા પ્રકારના નુકશાનકારક કેમિકલ ભળેલા હોય છે અને જયારે તે તમારી ત્વચાના સંપર્કમાં આવે છે, તો તેને કારણે જ બળતરા અને ખંજવાળ થવા લાગે છે. સાથે જ આ કેમિકલને કારણે ત્વચા સંક્રમિત થઇ જાય છે અને ખીલ-મુંહાસે નીકળી આવે છે. એટલા માટે પદુષિત સ્થળો ઉપર જવાથી દુર રહો અને જો તમારી ત્વચા સંવેદનશીલ છે, તો ત્વચાને રૂમાલથી ઢાંકીને બહાર નીકળો.

૬. રોમછિદ્રોના બંધ થવા ઉપર :

ત્વચાના રોમ છિદ્રોનું ખૂલું રહેવું ઘણું જરૂરી છે, કેમ કે તે રોમ છિદ્રોની મદદથી તમારી ત્વચા શ્વાસ લે છે. વાતાવરણમાં રહેલા ધૂળ, ગંદકી અને ત્વચાની મૃત કોશિકાઓ આ રોમ છોદ્રોને બંધ કરી દે છે અને હવામાં રહેલા બેક્ટેરિયા દ્વારા તે સંક્રમિત થઇ જાય છે. સંક્રમણને કારણે તેની ઉપર એક પડ બની જાય છે અને આગળ જતા તે ખીલ- મુંહાસેમાં ફેરવાઈ જાય છે. રોમ છિદ્રોને બંધ થવાથી અટકાવવા માટે અઠવાડિયામાં એક વખત ચહેરાને સ્ક્રબ કરો.

૭. ખોટુ ખાવા પીવાનું :

સ્ટ્રેસ અને હાર્મોનલ ફેરફાર ઉપરાંત તમારું ખોટું ખાવું પીવું પણ ખીલ નીકળવા માટે જવાબદાર છે. ઘણા લોકો હદથી વધુ તળેલી અને મસાલાદાર વસ્તુ ખાય છે. એવી વસ્તુ શરીરમાં ગરમી વધારે છે. અને પછી તેને કારણે ખીલ નીકળવા લાગે છે. તેનાથી બચવાનો સીધો ઉપાય છે કે ડાયટમાં પોષ્ટિક વસ્તુ જેવી કે ફળો, લીલા શાકભાજી વગેરેનું સેવન વધારી દો.

૮. બ્યુટી પ્રોડક્ટ :

ચહેરાની સુંદરતા દરેકને સારી લાગે છે અને તેની કાળજી રાખવી સારી વાત છે. ઘણી વખત એવું બને છે કે મહિલાઓ પોતાના મિત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા બ્યુટી પ્રોડક્ટથી પ્રભાવિત થઇને પોતે પણ તેનો ઉપયોગ કરવા લાગે છે અને પછી તેને ખીલ નીકળવા લાગે છે.

ખરેખર દરેક મહિલાની ત્વચાના પ્રકાર અલગ હોય છે અને તે બિલકુલ જરૂરી નથી કે જે પ્રોડક્ટ તમારા મિત્ર માટે સારી હોય તે તમારા માટે પણ સારી હશે. ઘણી પ્રોડક્ટમાં એવા કેમિકલ હોય હોઈ શકે છે. જેનાથી તમને એલર્જી હોય અને તે લગાવવાથી ખીલ નીકળી શકે છે. એટલા માટે તમારા માટે ખોટી પ્રોડક્ટ ન પસંદ કરો, પરંતુ ઉપયોગ પહેલા એક વખત પેચ ટેસ્ટ કરાવી લો અને પછી તેનો ઉપોગ કરો.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.