સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિએ આ વસ્તુઓનું હંમેશા રાખવું પડશે ધ્યાન.

નોકરીમાં સફળતા મેળવવા તેમજ સફળ વેપારી બનવા માટે હમેશા ધ્યાનમાં રાખો આ વાતો. આચાર્ય ચાણક્યને એક મહાન શિક્ષાવિદ અને અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલા મહત્વના પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં નોકરી કારોબારમાં પ્રગતિ મેળવવા માટે અમુક નીતિઓ બનાવી છે.

ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ અમુક લોકોથી અંતર બનાવી રાખવું જોઈએ. ચાણક્યનું માનવું છે કે, ઘણી વાર ઘણી વધારે મહેનત કરવાવાળાને અમુક કામોમાં સફળતા મળી જાય છે, તો અમુક કામોમાં સફળતા નથી મળી શકતી. જાણો નોકરીમાં પ્રગતિ મેળવવા અને સફળ કારોબારી બનવા માટે શું કરવું જોઈએ.

સમાને શોભતે પ્રીતી રાજ્ઞિ સેવા ચ શોભતે,

વાણિજ્યં વ્યવહારેષુ સ્ત્રી દિવ્યા શોભતે ગૃહે.

(1) મિત્રતા બરાબરીમાં કરવી જોઈએ : આચાર્ય ચાણક્ય કહે છે કે, મિત્રતા બરાબરીમાં કરવી જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર, વ્યાપારમાં એવા લોકો જ સફળ થાય છે જે વ્યવહારી અને વક્તા હોય છે. ચાણક્ય કહે છે કે, આ બંને જ ગુણોનો વ્યાપારમાં ભરપૂર ઉપયોગ થાય છે.

(2) દરેક જોખમ માટે તૈયાર રહો : આચાર્ય ચાણક્ય કહે છે કે, વ્યાપારીએ દરેક સમયે જોખમ માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ કામને શરૂ કરવા માટે તેની સાથે જોડાયેલી દરેક જાણકારી હોવી જોઈએ. વ્યાપારમાં એકલા કામ કરવાથી સફળતા પ્રાપ્ત નથી થતી, એટલા માટે કામને સહયોગીઓ સાથે મળીને કરવું જોઈએ.

(3) તથ્યોનું ધ્યાન રાખો : ચાણક્ય અનુસાર, સામે વાળા વ્યક્તિ સાથે જયારે પણ વાત કરો, ત્યારે તે વિષય સાથે સંબંધિત વિષયોની જાણકારી હોવી જરૂરી છે. ચાણક્યનું માનીએ તો વ્યક્તિને તથ્યોની સાચી જાણકારી નથી હોતી, તો તેને કોઈ ગંભીરતાથી નથી લેતું. ચાણક્ય કહે છે કે, તેને હંમેશા સરળ રીતે લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(4) માનવતાવાદી દૃષ્ટિકોણ બનાવી રાખો : ચાણક્ય અનુસાર, સફળતા તે જ વ્યક્તિને પ્રાપ્ત થાય છે જેની અંદર માનવતાવાદી દૃષ્ટિકોણ હોય છે. ચાણક્ય કહે છે કે, જે વ્યક્તિની અંદર માનવતાનો ભાવ હોય છે, તેની દરેક વ્યક્તિ પ્રશંસા કરે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.