ફિલ્મના પાત્રમાં ફીટ થવા માટે પોતાના આરોગ્ય સાથે રમત કરી દીધી આ બોલીવુડ કલાકારોએ.

ફિલ્મના પાત્રમાં ફીટ થવા આ ૨ કલાકારોએ પોતાના ફિગર સાથે પણ કરી લીધું હતું સમાધાન

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનું ગ્લેમર અને બોલીવુડ સ્ટાર્સની રહેણી કરણી બધાને ઘણી ગમે છે. દરેક આ ઝાકમઝોળ ભરેલી દુનિયાથી ઘણા પ્રભાવિત અને તેની તરફ ઘણા આકર્ષિત રહે છે. બોલીવુડ કલાકારોની વાત કરીએ તો તે લોકોની ખ્યાતી દેશ અને વિદેશોમાં પણ હોય છે.

ફિલ્મોમાં અભિનય કરીને પોતાના પ્રશંસકોને ખુશ રાખવા વાળા આ કલાકરોની લાઈફ તો બધાને ગમે છે, પરંતુ તે ફિલ્મોમાં સારો અભિનય કરવા ઉપરાંત પણ તેને ઘણી મહેનત કરવી પડે છે. ફિલ્મમાં સ્ટંટ દ્રશ્ય હોય કે પછી ફિલ્મમાં પોતાના પાત્રના હિસાબે પોતાનું લુક બનાવવું એ બધી બાબતો માટે તે કલાકારો ઘણી તાલીમ લે છે અને સખત મહેનત કરે છે.

પોતાની કારકિર્દીમાં આ કલાકારોને જુદા જુદા ઘણા પ્રકારના પાત્ર નિભાવવાના હોય છે. સ્કુલ જીવનથી લઈને ઘરડા સુધીના પાત્રોને એક જ કલાકાર નિભાવે છે અને તેના માટે તેને પોતાના શરીર સાથે પણ ફેરફાર કરવા પડે છે.

હાલમાં જ તમે સાંભળ્યું હશે કે ભૂમિ પેડનેકર અને વિક્કી કૌશલ પોતાની ફિલ્મ દરમિયાન ઘાયલ થઇ ગયા તો તે સખ્ત ગરમીમાં શુટિંગને કારણે જ તેમના ચહેરાની ત્વચા ખરાબ થઇ ગઈ. આજે અમે તમને અમારા આ લેખમાં બોલીવુડના એવા જ થોડા સ્ટાર્સ વિષે જણાવીશું જેમણે ફિલ્મોમાં પોતાના પાત્રને સારું બનાવવા માટે સંપૂર્ણ ન્યાય આપ્યો છે.

આમીર ખાન :-

આમીર ખાન આમ તો બોલીવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણવામાં આવે છે, તે એક વર્ષમાં માત્ર એક જ ફિલ્મમાં કામ કરે છે પરંતુ તે ફિલ્મમાં પોતાના ૧૦૦ ટકાથી પણ વધુ આપે છે. આમીર ખાન પોતાની દરેક ફિલ્મમાં જુદા જુદા અંદાઝમાં જોવા મળે છે. તેમણે ફિલ્મોમાં એક યુવાન છોકરાનું પણ પાત્ર નિભાવ્યું છે તો તે ફિલ્મ દંગલમાં તે ત્રણ દીકરીઓના પિતા બન્યા.

આ ફિલ્મ માટે આમીર ખાને પોતાનું વજન ઘણું વધારી દીધું હતું. જે તેની ફિલ્મના પાત્રના હિસાને એકદમ બરોબર હતું. તે ફિલ્મે ન માત્ર ભારત પરંતુ ચીનમાં પણ સારી એવી કમાણી કરી હતી. અને ફિલ્મ ગજની માટે આમીર ખાને પોતાના સિક્સ પેક એબ્સ બનાવ્યા હતા.

ફરહાન અખ્તર :-

બોલીવુડના જાણીતા કલાકાર ફરહાન અખ્તરે પણ પોતાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ માટે સખત મહેનત કરી હતી અને તેમની એ મહેનત તેના માટે સારી સાબિત થઇ હતી. આ ફિલ્મમાં કિંગ મિલ્ખાના લુકને લાવવા માટે ફરહાન અખ્તરે ઘણો પરસેવો વહાવ્યો હતો અને તેની એ મહેનત કામ લાગી ગઈ હતી અને બોક્સ ઓફીસ ઉપર ફિલ્મ જોરદાર હીટ સાબિત થઇ હતી.

પ્રિયંકા ચોપડા :-

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા આજે ભલે એક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઈ હોય પરંતુ બોલીવુડ ફિલ્મ ‘મેરી કોમ’ માટે પ્રિયંકાએ પણ ઘણી મહેનત કરી હતી. આ ફિલ્મ માટે પ્રિયંકાએ પડછંદ લુક જોઈતું હતું જેના માટે તેમણે જીમમાં પોતાનો પરસેવો વહાવ્યો હતો.

આ રોલ માટે પ્રિયંકા ચોપડાએ ઘણી મહેનત કરી હતી. ત્યાં સુધી કે પ્રિયંકા પોતાનું ડાયટ પણ એક ખેલાડી જેવું કરી લીધું હતું. અને તેની એ મહેનત ખરી સાબિત થઇ જયારે ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર સારો દેખાવ કર્યો.

રણદીપ હુડ્ડા :-

રણદીપ હુડ્ડા ભલે વધુ ફિલ્મોમાં જોવા નથી મળતા પરંતુ તેમણે ફિલ્મોમાં જે પણ પાત્ર નિભાવ્યા છે તે ઘણા જોરદાર રહ્યા છે. રણદીપ હુડ્ડાની ફિલ્મ સબરજીત માટે રણદીપે ૨૦ દિવસમાં પોતાનું ૧૮ કિલો વજન ઘટાડ્યું હતું. ત્યાર પછી તે પોતાના રોલમાં એકદમ ફીટ આવી ગયા હતા.

ભૂમિ પેડનેકર :-

બોલીવુડ ફિલ્મોમાં એક હિરોઈન માટે એક સારું ફિગર, બોલવા ચાલવા, સુંદરતા તમામ બાબતોનું મહત્વ હોય છે. પરંતુ ભૂમિ પેડનેકરે ફિલ્મ ‘દમ લગા કે હઈસા’ માટે પોતાનું ૩૦ કિલો વજન વધાર્યું હતું. તે ફિલ્મથી ભૂમિએ ફિલ્મોમાં પ્રવેશ પણ કર્યો હતો અને તેની એ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ થઇ હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.