પોલીસે છાબલા વિસ્તારમાં થયેલી હત્યાનો ગૂંચવાડો ઉકેલી લીધો છે. શબની ઓળખ થઇ ગઈ છે. કેસ લગ્ન સંબંધનો છે. પત્નીએ પોતાના પ્રેમીને દુર રહેવાનું કહેવાથી ગુસ્સામાં સળગી રહેલા વ્યક્તિએ સાથીઓ સાથે મળીને મારી હતી છરી.
નવી દિલ્હીની છે આ ઘટના :
દિલ્હીના છાવલા વિસ્તારમાં મળેલા અજાણ્યા શબની ઓળખ થઇ ગઈ છે. યુવકનું શબ લોહીથી લથપથ હાલતમાં શનિવારના રોજ સવારે મળ્યું હતું. હુમલો કરનારે યુવક ઉપર ૨૫ થી વધુ છરીના ઘા માર્યા હતા. પોલીસને છાવલા બીજવાસન રોડ ઉપર ખેતરના કાંઠે ઝાડવાઓમાં શબ પડેલું મળ્યું હતું. યુવક પાસેથી એવી કોઈ વસ્તુ મળી શકી નથી, જેથી તેની ઓળખ થઇ શકે.
પોલીસે પરસ્પર અણબનાવ અથવા અનૈતિક સંબંધોમાં હત્યાની શંકા કરી રહી હતી, જે સાચી સાબિત થઇ. યુવકના હાથ ઉપર ઓમ ચિતરાવેલું હતું. ક્રાઈમ અને ફોરેંસિક ટીમોએ ક્રાઈમ સીન અને શબની તપાસ કરી. હત્યા અને સાબિતીનો નાશ કરવાની એફઆઈઆરની નોંધ કરી આગળ વધારવામાં આવી. ડીસીપી એંટો અલોફોંસએ જણાવ્યું કે આ વિસ્તારમાં વ્યક્તિના ફોટા ચોંટાડવામાં આવ્યા અને બજારમાં, રાહગીરો વગેરેને તેના ફોટા વહેંચીને તેની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
છેવટે પોલીસને સફળતા મળી. પોલીસને લાગ્યું કે શબ ગુમ થયેલા અમિત કુમાર ઉર્ફે જોનીનું હોઈ શકે છે, જે સાગરપુર વિસ્તારની ગીતાંજલિ કોલોનીમાં રહેતો હતો. પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે શબ તેનું જ હતું.
પોલીસે જોનીની પત્ની અને પરિવાર સાથે પૂછપરછ કરવામાં આવી. પરિવાર વાળાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા પત્નીના દોસ્ત સચિન સાથે જોનીની રકઝક થઇ હતી. ત્યાર પછી સચિનના ઘરે તપાસ કરી પરંતુ તે ૭ ડીસેમ્બરથી જ ગુમ થયેલો જણાયો. ત્યાર પછી પોલીસની એક ટુકડીએ તેને પકડી લીધો અને તેણે જણાવ્યું કે તેમણે જોનીની હત્યા કરી હતી જેથી તે બાળપણના પ્રેમ (જોનીની પત્ની) સાથે લગ્ન કરી શકે.
જયારે ૨૦૧૧ માં જોની અને નિત્ય (નામ બદલવામાં આવ્યું છે) ના લગ્ન નક્કી થઇ ગયા, તે સમયે બન્ને ભાગવાની તૈયારીમાં હતા પરંતુ લગ્ન થઇ ગયા. ત્યાર પછી પણ બન્ને છુપી રીતે મળતા રહેતા હતા. સપ્ટેમ્બર સુધી બધું જ આમ ચાલતું રહ્યું પરંતુ જોનીએ એક દિવસ નિત્યની સાથે સચિનનો ફોટો જોઈ લીધો અને મેસેજ પણ વાંચ્યા. નિત્યએ વચન આપ્યું કે તે સચિનને ફરી વખત નહિ મળે. સચિન તે વાત માટે તૈયાર ન થયો અને નિત્યને મળવા માટે તે એક દિવસ તેના ઘરે પહોંચી ગયો. જોનીએ તેને તેના પરિવારથી દુર રહેવા માટે કહ્યું, ત્યાર પછી જોનીની હત્યા કરવાનો નિર્ણય કરી લીધો.
૭ ડીસેમ્બરના રોજ સચિનએ જોનીને મળવા માટે બોલાવ્યો. તે તેના મિત્રો સની અને બબલુ સાથે પહોંચ્યો અને જોની ઉપર ચાકુથી હુમલો કરી તેને મારી નાખ્યો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.