રામનો રોલ મેળવવા માટે અરુણ ગોવિલે આપવું પડ્યું હતું આ બલિદાન, વર્ષો પછી કર્યો ખુલાસો

જ્યારે પણ રામાયણ સીરીયલની વાત થાય તો આંખો સામે રામના નામ પર એક જ ચેહરો સામે આવે છે. અને એ છે અરુણ ગોવિલનો. દર્શકો દ્વારા પસંદગી પામેલા શો માંથી એક છે રામાયણ. જોકે નાના પડદા પર રામાયણને ઘણી વાર અલગ અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. એમાંથી ઘણા શો હિટ રહ્યા અને ઘણા શો ફ્લોપ પણ થયા. સાથે જ રામાયણના નામથી લોકોને શો જોવાનો કંટાળો આવવા લાગ્યો, ત્યારે સીતાના દ્રષ્ટિકોણથી, હનુમાનના, અને રાવણના દ્રષ્ટિકોણથી રામાયણ રજુ કરવામાં આવ્યું. જોકે આ બધામાં સૌથી હિટ રહ્યું રામાનંદ સાગરની રામાયણ અને તેના પાત્રો.

અરુણ ગોવિલ બન્યા શ્રી રામ :

આ શો માં સૌથી વધારે કોઈ પાત્રએ પ્રશંસા મેળવી હોય તો એ છે અરુણ ગોવિલ, જે શ્રી રામના પાત્રમાં નજરે પડ્યા હતા. એમણે રામ બની લોકોના દિલ પર રાજ કર્યુ અને આજે એમની ઉંમર ૬૧ વર્ષ થઈ ગઈ છે. જોકે જે પાત્રએ એમને આખા ભારતમાં પૂજનીય બનાવી દીધા એ મેળવવું એમના માટે ખૂબ અઘરું હતું. અરુણ ગોવિલે કહ્યું કે એમણે જયારે શ્રી રામના પાત્ર માટે ઓડિશન આપ્યું, ત્યારે તેમને ના પાડી દેવામાં આવી હતી. આની પાછળનું કારણ એ હતું કે રામાનંદ સાગર એકદમ વ્યવસ્થિત રીતે રામનું પાત્ર બતાવવા માંગતા હતા, અને એમની ઈચ્છા હતી કે રામનું પાત્ર જે પણ કરે એ કોઈ પણ ખરાબ આદત રાખતું ના હોય.

છોડવી પડી સિગારેટ :

એ સમયે અરુણ ગોવિલ સિગારેટ વધારે પિતા હતા. આ પાત્ર માટે એમણે સિગારેટ પીવાનું છોડી દીધું હતું અને એ પછી એમણે સિગારેટને હાથ પણ લગાવ્યો નથી.એમના દ્વારા ભજવવામાં આવેલ રામના પાત્રમાં તેઓ અમર થઈ ગયા. રામના પાત્ર પછી એમને બીજા કોઈ પાત્ર ભજવવા માટે મોકો મળ્યો નથી. તેઓ કહે છે કે રામના પાત્રની છબી લોકોના મનમાં એવી વસી ગઈ છે, કે લોકો એને જોઈને પ્રણામ કરવા લાગે છે.

આ કારણે એમને કોઈ બીજા રોલની ઓફર મળી નહીં. એમણે કહ્યું કે એમની એક ટીવી કંપની છે જે દૂરદર્શન ચેનલ માટે કાર્યક્રમ બનાવે છે. એમણે આગળ જણાવ્યું, કે રામાયણ પછી એમને કોઈ સારું કામ મળ્યું નહીં. અરુણ ગોવિલે વિક્રમ વેતાલમાં વિક્રમનું પાત્ર ભજવ્યું જે પણ સારું સફળ રહ્યું. એ પછી એમણે ૧૯૮૭ માં રામાયણમાં ભગવાન રામના પાત્ર ભજવવાનો મોકો મળ્યો. એમણે એ પાત્ર એવું ભજવ્યું કે આજે પણ લોકો શ્રીરામની છબી યાદ કરે તો અરુણ ગોવિલ જ નજર સામે આવે.

રામના પાત્રમાં થયા અમર :

અરુણ ગોવિલનો જન્મ યુપીના મેરઠમાં થયો હતો. મેરઠમાં કોલેજના અભ્યાસ દરમિયાન એમને એક્ટિંગનો શોખ ચડ્યો હતો. આથી તેઓ મુંબઇમાં આવ્યા. ત્યારબાદ એમને શ્રીરામનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. જે સફળતા એમને રામના પાત્રથી મળી એ જોઈને એવું કહી શકાય નહીં કે એ એમના જીવનનો સાચો નિર્ણય હતો કે નહીં. આવું એટલા માટે કહેવું પડે છે કેમકે રામના પાત્રએ એમને અમર બનાવી દીધા, તો બીજી તરફ એજ પાત્રએ એમને ટીવી જગતમાં બીજે ક્યાંય સફળતા મેળવવા દીધી નહીં. આજે પણ લોકોના મનમાં રામના નામે અરુણ ગોવિલની તસ્વીર છપાય ગઈ છે.