ગર્ભવતી મહિલાની મદદ કરવા માટે 4 કલાક પગપાળા ચાલ્યા સેનાના જવાન, મોદીએ ટ્વીટ કરી કર્યા વખાણ

જમ્મુ કશ્મીરમાં એક ગર્ભવતી મહિલાની મદદ કરવા માટે સેનાના જવાનો લગભગ ૪ કલાક પગપાળા ચાલ્યા. ખાસ કરીને હાલના દિવસોમાં કશ્મીરમાં ઘણી જ હિમ વર્ષા થઇ રહી છે, અને મોટાભાગના રસ્તા ઉપર ઘણો બધો બરફ જામેલો છે. જેના કારણે કશ્મીરના ઘણા વિસ્તારોમાં જનજીવન એકદમ અટકી ગયું છે. અને તે સ્થિતિ વચ્ચે જ એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે સેનાના જવાનો ૪ કી.મી. સુધી પગપાળા ચાલ્યા અને તે મહિલાને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડવામાં આવી. સેનાના આવા ઉમદા કાર્યની પ્રશંસા ચારે તરફ કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોએ કરી મદદ :

આ ગર્ભવતી મહિલાની ડીલીવરી થવાની હતી. પરંતુ બરફ વર્ષાને કારણે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. આમ તો જેવી સેનાને આ વાતની જાણકારી મળી, તો સેનાના જવાન જરા પણ મોડું કર્યા વગર સ્થળ ઉપર પહોંચી ગયા અને તે મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. તે સેનાના જવાનોને મહિલાની મદદ કરતા જોઈ સ્થાનિક લોકોએ પણ પોતાનો હાથ આગળ વધારતા સેનાની મદદ કરી. સેના ઉપરાંત લગભગ ૩૦ નાગરિકો પણ આ મહિલા સાથે હતા. અને તેને હોસ્પિટલ પહોંચાડવા પછી ડોકટરો દ્વારા મહિલાની ડીલીવરી કરાવવામાં આવી.

૧૦૦ સેનાના જવાનોએ કરી મદદ :

આ મહિલાની મદદ કરવા માટે સેનાના લગભગ ૧૦૦ જવાનોને તેના ઘેર મોકલ્યા અને તે જવાનો લગભગ ચાર કલાક સુધી પગપાળા બરફમાં ચાલ્યા. ખાસ કરીને ચિનાર કોર્પસની ઘાટીમાં હાલના દિવસોમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે, જેના કારણે ત્યાં કમર સુધી બરફ પડ્યો છે અને તે ઘાટીના બધા રસ્તા બંધ છે. તેવામાં શમીમા નામની ગર્ભવતી મહીલાની ડીલીવરી થવાની હતી. પરંતુ બરફને કારણે તેમનું હોસ્પિટલ જવું અશક્ય હતું.

જયારે સેનાને તે વાતની જાણકારી મળી તો ગર્ભવતી મહિલાની મદદ માટે ૧૦૦ જવાનોને મોકલવામાં આવ્યા અને ૩૦ સ્થાનિક લોકોની મદદથી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી. આ મહિલાને પલંગ ઉપર સુવરાવીને સેનાના જવાનોએ હોસ્પિટલ સુધી પહોંચાડી. અને હોસ્પિટલ પહોંચીને મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે, અને માં અને બાળક એકદમ સારા છે. આ આખી ઘટના મંગળવારની છે.

સેના તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં સેનાએ જણાવ્યું કે, શમીમાને ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. પરંતુ ભારે બરફ વર્ષાને કારણે રસ્તા ઉપર બરફ જામી ગયો હતો. અને ૪ કલાક સુધી પગપાળા ચાલીને ૧૦૦થી વધુ સેનાના જવાનો અને ૩૦ નાગરિકોએ શમીમાને હોસ્પિટલ પહોચાડી. જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા આ કાર્યની પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરી. મોદીએ સેનાની પ્રશંસા કરીને સેનાના જવાનને સલામ કરી અને શમીમા અને તેના બાળકને સારા આરોગ્યની શુભકામના આપી. આમ તો હાલના દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે, જેના કારણે કશ્મીરની સ્થિતિ એકદમ અસ્ત વ્યસ્ત થઇ ગઈ છે. બરફને કારણે જ રોડ રસ્તા સંપૂર્ણ બંધ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.