ગાજરનો હલવો વધુ દિવસ સુધી તાજો રાખવા માટે આ રીતે કરો સ્ટોર, મહિના સુધી નહિ બગડે

ઠંડીની ઋતુ આવી ગઈ છે, એવામાં લોકો ગરમા-ગરમ ખાવાનું ખાવા વિષે વધારે વિચારે છે. એવામાં બટાકા-કોબી-મૂળા અથવા પનીરના પરોઠા વધારે પસંદ કરે છે. અને સૌથી ખાસ વસ્તુ જે લોકો જમ્યા પછી શોધે છે, એ છે ગાજરનો હલવો. ગાજરનો હલવો સ્વાદમાં મીઠો અને સ્વાદિષ્ટ લાગે છે, અને કદાચ જ કોઈ હશે જેને ગાજરનો હલવો પસંદ નહિ હોય. એને ખાવાની મજા શિયાળામાં જ આવે છે જયારે લોકો એને જમ્યા પછી પથારીમાં બેસીને ખાય છે. તેમજ લગ્નમાં પણ મીઠાઈમાં ગાજરનો હલવો વધારે મળે છે.

ભારતમાં મહિલાઓ ગાજરનો હલવો અલગ-અલગ રીતે બનાવે છે, અને એટલો વધારે બનાવે છે કે જેથી ઘણા દિવસો સુધી ફ્રીઝમાં રાખીને જમ્યા પછી ગરમ કરીને ખવાય. એવામાં કયારેક કયારેક એ ગાજરનો હલવો ખરાબ પણ થઈ જાય છે. પરંતુ જો ગાજરનો હલવો વધારે દિવસ સાચવી રાખવા આ રીતે સ્ટોર કરવામાં આવે, તો તે જલ્દી બગડશે નહિ અને તમે એને અઠવાડિયા સુધી ગરમ કરીને ખવડાવી શકો છો.

ગાજરનો હલવો વધારે દિવસ રાખવા માટે આ રીતે કરો સ્ટોર : જો તમે ગાજરનો હલવો સારી રીતે બનાવીને રાખો છો, તો અઠવાડિયા સુધી તે ખરાબ નહિ થાય. અને એનો સ્વાદ પણ બની રહેશે. જો તમે અમારા દ્વારા જણાવેલી રીતથી ગાજરનો હલવો બનાવશો, તો તમારી એને સાચવવાની રીત પણ યોગ્ય રહેશે.

દૂધનો ઉપયોગ કરવો નહિ :

ઘણી બધી મહિલાઓ ગાજરનો હલવો બનાવતા સમયે એમાં દૂધ નાખે છે. જો તમે ઈચ્છો તો એને દૂધ વગર પણ બનાવી શકો છો, જેના માટે તમારે ગાજર માંથી નીકળતા પાણીને સુક્વવું પડશે અને ગાજરને સારી રીતે શેકવા પડશે. એવું કરવાથી તમારે ગાજરના હલવામાં દૂધ મિક્સ કરવાની જરૂર નહિ પડે. કારણ કે દૂધ નાખવાથી ગાજરના હલવાનો બે-ત્રણ દિવસમાં સ્વાદ બગડી જાય છે.

ઓછો કરવો દૂધના માવાનો ઉપયોગ :

જો તમે ગાજરનો હલવો બનાવતા સમયે ઘણો વધારે દૂધનો માવો ભેગો કરો છો, તો એવી કરવું યોગ્ય નથી હોતું. ગાજરના હલવામાં હંમેશા તાજો દૂધનો માવો જ ભેગો કરવો સારું રહે છે. અને જો તમારે ગાજરનો હલવો વધારે દિવસ સુધી સાચવીને રાખવાનો છે, તો તમે એમાં ઓછી માત્રામાં દૂધનો માવો ભેગો કરવાની જરૂર છે. એવું એટલા માટે કારણ કે માવો દૂધમાંથી બને છે અને હલવામાં વધારે માવો મિક્સ થોડા દિવસોમાં એવો સ્વાદ પણ ખરાબ થઈ શકે છે, અને એમાં ખટાસ આવી શકે છે.

ખાવાના સમયે જ મેવો ભેગો કરવો :

જો તમે ગાજરના હલવામાં સુકોમેવો નાખી ખાવાનું પસંદ કરો છો, તો એને હલવા સાથે ભેગો જરૂર કરો, પણ જયારે હલવો ગેસ પર હોય ત્યારે એમાં સૂકોમેવો ભેગો કરવો નહિ, પણ એને બનાવી લીધા પછી પછી ભેગો કરો. એવું એટલા માટે કારણ કે જો તમે હલવો બનાવતા સમયે એમાં સૂકો મેવો નાખો છો, તો બે દિવસમાં જ એનો સ્વાદ બદલાય જશે. અને તમને એ નુકશાન પણ કરી શકે છે. માટે પ્રિઝર્વ કરેલા હલવામાં એને ખાતા સમયે જ એમાં મેવો ભેગો કરવો.