અજાણી સ્ત્રીનો જીવ બચાવવા માટે યુવકે 500km ની યાત્રા કરી રક્તદાન કર્યું, બ્લડ ગ્રુપ હતું સૌથી દુર્લભ

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. અને તેમાં ઘણી બધી વસ્તુઓ વાયરલ થતી રહે છે. એમાંથી અમુક તો એવી હોય જે સાંભળીને આપણે વિશ્વાસ જ નથી કરી શકતા કે આવું પણ થઈ શકે છે. ઘણી વાયરલ થયેલી ઘટનાઓ એવી હોય છે જેના પર આપણને ગર્વ થાય છે. અને હાલમાં આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે, અને ખુબ ઝડપથી વાયરલ પણ થઈ રહ્યા છે. એ સમાચાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોવાની વાત સામે આવી રહી છે. આવો જાણીએ શું ખાસ છે એમાં?

તમે બધા જાણો જ છો કે, રક્તદાન એક એવું દાન છે જેની સામે બધા જ દાન તુચ્છ છે. ઘણા બધા લોકો રક્તદાન કરતા હોય છે અને સોશિયલ મીડિયા દ્વારા બીજાને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કરતા હોય છે. તો ઘણા એવા પણ રક્તદાન કરવા વાળા લોકો હોય છે જે ગુપ્ત રક્તદાન કરતા હોય છે. કાંઈક આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ૫૦૦ કી.મી. દુર સુધી પ્રવાસ કરી રક્તદાન કર્યું હતું.

દુનિયામાં અમુક લોકો એવા હોય છે, જે કોઈની પણ મદદ કરવા માટે કોઈપણ મુશ્કેલીઓ પાર કરી જાય છે. ઓડીશામાંથી એક એવી જ ઘટના સામે આવી છે. બેહરમપુરના એમકેસીજી મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સબીતા નામની મહિલા દાખલ થઈ હતી. ઓપરેશન કરવાથી તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. ઓપરેશન દરમિયાન ઘણું લોહી વહી ગયું હતું, અને તેની હાલત નાજુક હતી.

ડોકટરોએ રક્તદાન કરવા માટે લોકોને શોધવાના શરુ કરી દીધા હતા, પરંતુ કોઈ મળી રહ્યું ન હતું. સબીતાનું બ્લડ ગ્રુપ ‘Bombay A+ve’ તે ભારતમાં માત્ર ૨,૫૦,૦૦૦ લોકોના શરીરમાં મળી આવે છે.

વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ મેસેજ કરી દુર દુર સુધી તે વાતને પહોંચાડવામાં આવી. ૫૦૦ કી.મી. દુર એક વ્યક્તિ મળ્યો જેના શરીરમાં ‘Bombay A+ve’ લોહી દોડી રહ્યું હતું. પ્રશ્ન એ હતો કે એટલે દુરથી લોહી આવે કેવી રીતે.

રાઉરકેલાથી દિલીપ બરીક રક્તદાન કરવા માટે પોતે જ નીકળી પડ્યો. ભુવનેશ્વરમાં આવેલા બ્લડ ડોનેશન ગ્રુપે તેની મદદ કરી. જેનાથી સબીતાનો જીવ બચાવી શકાયો. દિલીપે માત્ર રક્તદાન કરવા માટે ૫૦૦ કી.મી.નો પ્રવાસ કર્યો હતો. મળેલી જાણકારી અનુસાર જયારથી દિલીપ બરીકને પોતાના અલગ બ્લડ ગ્રુપ વિષે ખબર પડી છે, તે ચાર વખત રક્તદાન કરી ચુક્યો છે.

આ ઘટના પછી એવું કહી શકાય કે, દુનિયામાં માનવતા હજી જીવિત છે. અને જ્યાં સુધી દિલીપ બરીક જેવા લોકો છે ત્યાં સુધી જરૂરિયાતમંદ લોકોને કોઈ સમસ્યા નહિ આવે. મિત્રો, દરેકે રક્ત દાન કરવું જ જોઈએ, અને જે ન કરતા હોય એમને એવું કરવા માટે સમજાવવા જોઈએ, જેથી યોગ્ય સમયે જરૂરિયાતમંદને લોહી મળવાથી તેનો જીવ બચી શકે.

જો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.