નમસ્કાર મિત્રો, તમારા બધા લોકોનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો ધાર્મિક શાસ્ત્રો મુજબ મંગળવારના દિવસે મહાબલી હનુમાનજીનો જન્મ થયો હતો, તેથી મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું મનાય છે કે મંગળવારના દિવસે જો બજરંગબલીજીની પૂજા કરવામાં આવે તો આ તે ખુબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે, અને વ્યક્તિની બધી ઇચ્છાઓ પૂરી કરે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે બજરંગબલી તેમના પર પોતાની કૃપા બનાવી રાખે અને તેમના જીવનમાં આવતા બધા સંકટો દુર કરે.
જો તમે પણ મહાબલી હનુમાનજીની કૃપા મેળવવા માંગો છો, તો આજે અમે તમને એવા કેટલાક સરળ ઉપાય જણાવવાના છીએ જે તમને મંગળવારના દિવસે કરવાનો છે. જો તમે આ ઉપાયો કરો છો તો તેનાથી તમારી બધી ઇચ્છાઓ પૂરી થશે અને ખુબ જ સરળતાથી તમે પોતાની બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
આવો જાણીએ શું છે ઉપાય :
1. આ ઉપાય કરવા માટે તમે મંગળવારના દિવસે સવારના સમયે ન્હાયા પછી પીપળાના મોટા ઝાડનું એક પાન તોડી લો અને તે પાંદડાને સારી રીતે સાફ પાણીથી ધોઈ લો. ધોયા પછી આ પાંદડાને થોડા સમય માટે હનુમાનજીની મૂર્તિ સામે રાખી દો અને ત્યાર પછી આ પાંદડા ઉપર કેસરથી શ્રી રામ લખી દો.
જયારે તમે આ બધા કામ કરી લો તો ત્યાર પછી તમે આ પાંદડાને પોતાના પર્સમાં રાખો. જો તમે આ ઉપચાર કરો છો તો તેનાથી તમને ધન સંબંધિત કોઈ પણ પરેશાની નહિ થાય અને તમારા ઘર પરિવારમાં હંમેશા બરકત બનેલી રહેશે. જયારે આ પાંદડું સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે આ પાંદડાને તમે નદીમાં પધરાવી દો, અને આ રીતે એક બીજું પાંદડું અભિમંત્રિત કરીને તમે પોતાના પર્સમાં રાખો.
2. તમે મંગળવારના દિવસે કોઈ હનુમાન મંદિરે જઈને હનુમાનજીની મૂર્તિ પર ચોળો ચઢાવ્યા પછી ગુલાબના ફૂલની માળા પહેરાવો અને કેવડાનું અત્તર હનુમાનજીની મૂર્તિના બન્ને ખભા પર છાંટી દો. હવે એક સાબુત(તૂટેલું ફાટેલું ન હોય એવું) પાંદડું લો અને તેના પર થોડો ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવો. ભોગ લગાવ્યા પછી તે જ સ્થાને થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચેના મંત્રોનો જાપ કરો તમારે આ મંત્રોનો જાપ ઓછામાં ઓછો 5 વાર કરવાનો છે.
राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।
જયારે તમે ઉપરના જણાવેલા મંત્રોનો જાપ કરી લો, તો ત્યાર પછી હનુમાનજીને ચઢાવેલા ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડી લો અને તેને એક લાલ કપડામાં વીંટાળીને પોતાના ધન રાખવાની જગ્યા અથવા તો તિજોરીમાં રાખી લો. જો તમે આ ઉપાયને કરો છો તો તેને તમારી તિજોરી ક્યારેય ખાલી નથી થતી હંમેશા પૈસાથી ભરેલી રહે છે.
3. તમે સવારના સમયે જલ્દી ઉઠીને સૌથી પહેલા સ્નાન અને નિયમિત કર્મથી નિવૃત થઈને સાફ કપડા પહેરી લો. પછી પોતાના માતા પિતા ગુરુ ઇષ્ટ અને કુળદેવતાને નમન કરીને કુશનો આસન ગ્રહણ કરો તેનાથી હનુમાનજીની પ્રતિમાની સામે નીચેનામાંથી મંત્રોનો જાપ કરો –
ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रु संहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा
જો તમે આ મંત્રોનો જાપ કરો છો તો તેનાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તમે મંત્રોનો જાપ કરવા માટે હકીકની માળાનો પ્રયોગ કરી શકો છો.