પિતા બચી જાય એટલા માટે ડ્રિપ પકડીને ઉભી રહી માસુમ દીકરી, વાયરલ થયા બાપ-દીકરીના ભાવુક ફોટો

આપણા દેશમાં સરકારી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ શું છે એ કોઈનાથી છુપાયેલી નથી. હંમેશા આપણને એવા સમાચાર સાંભળવા મળી જ જાય છે જેમાં દેશની સ્વાસ્થ્ય સેવાઓની પોલ ખુલે છે. એવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે. આ ફોટામાં એક માસૂમ દીકરી પોતાના પિતાનો જીવ બચાવવા માટે દવાની બોટલનું સ્ટેન્ડ (ડ્રિપ સ્ટેન્ડ) બનીને ઉભેલી દેખાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, આ બોટલ પકડીને એ નાની છોકરી કલાકો સુધી ઉભી રહી જેથી એના પિતાને બોટલ ચડાવી શકાય.

વાયરલ ફોટાથી છોકરીને મળી પોપ્યુલારિટી :

હંમેશા તમે સાંભળ્યું હશે કે લોકોને દીકરાની ઈચ્છા વધારે હોય છે. પરંતુ માતા-પિતા માટે જે દીકરીઓ કરી શકે છે એ દીકરા કયારેય નથી કરી શકતા. આ વાતને સાબિત કર્યુ છે મહારાષ્ટ્રની એક 7 વર્ષની છોકરીએ, જેણે હોસ્પિટલમાં દાખલ પિતા માટે કંઈક એવું કર્યુ કે એના વાયરલ ફોટા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈ હોસ્પિટલની બેદરકારી જણાવી રહ્યું છે, તો કોઈ એ છોકરીના ધૈર્યને સલામ કરી રહ્યું છે. સરકારી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓની વાસ્તવિકતાને જાહેર કરતા આ વાયરલ ફોટા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે ફોટા :

મીડિયાના રિપોર્ટ અનુસાર પિતાના જીવને બચાવવા માટે છોકરીએ 2 કલાક સુધી એ બોટલ પકડી રાખી. જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનામાં થયેલી આ ઘટનાના ફોટા આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મરાઠાવાડાનું આ સૌથી મોટું 1200 બેડ વાળું સરકારી હોસ્પિટલ છે. અહીં ઔરંગાબાદ સહીત આસપાસના 8 જિલ્લાના દર્દીઓ ઈલાજ માટે આવે છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદની ઘાટી સરકારી હોસ્પિટલના આ ફોટામાં એક 7 વર્ષની છોકરીને ગ્લુકોઝની બોટલ પકડીને ઉભેલી જોઈ શકાય છે. અને ત્યાં ડ્રિપ સ્ટેન્ડનો અભાવ હતો, પણ દર્દી એકનાથને એની જરૂર હતી. તો એમની દીકરીએ સ્ટેન્ડ ન હોવાને કારણે બોટલને 2 કલાક સુધી પકડી રાખી હતી.

હોસ્પિટલે રાખ્યો પોતાનો પક્ષ :

બાપ અને દીકરીનો આ ફોટો ભાવુક કરી દેવા વાળો છે. ઔરંગાબાદના એકનાથ ગવલીને 5 મે ના રોજ ઘાટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને ઓપરેશન પછી એમને વોર્ડમાં સીફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાં ડ્રિપ સ્ટેન્ડ હતું નહિ. જયારે આ ફોટાનો વિવાદનો વધ્યો ત્યારે હોસ્પિટલના ડીન ડૉ. કાનન યેલિકરે એની તપાસ કરાવી. ત્યારબાદ એમણે જણાવ્યું, કે વાયરલ ફોટાના સમાચાર જયારે એમની મળ્યા ત્યારે એમણે તરત જ એની તપાસ કરાવી, અને એમાં એ વાત સામે આવી કે જે સમયે ડોક્ટર સ્ટેન્ડ લેવા ગયા ત્યારે એક NGO એ એ છોકરીનો ફોટો બોટલ પકડેલી સ્થિતિમાં પાડી લીધો હતો. તેમજ ત્યાં ડયુટી પર હાજર ડોક્ટર પ્રવીણ ગરવારે જણાવ્યું કે ત્યાંનું સ્ટેન્ડ નાનું હોવાને કારણે ડ્રિપ ચડાવવામાં સમસ્યા આવી રહી હતી એટલે તે એને બદલવા થોડી વાર માટે જ ગયા હતા, બે કલાક થયા ન હતા.