SBI ના પૈસા બચાવવા માટે ગુજરાત, રાજસ્થાન સાથે 5 રાજ્યોમાં વીજળી થશે મોંઘી

દેશમાં કોલસાથી ચાલતા પાવર સ્ટેશનો સામે ગંભીર પડકાર ઉભો થઈ ગયો છે. આ પડકારને જોતા ગુજરાત સરકારે રાજ્યમાં ટાટા, અડાણી અને એસ્સાર પાવર કંપનીઓને રાજ્યમાં વીજળીના દરમાં વધારો કરવાની છૂટ આપવાની પહેલ કરી દીધી છે.

આ પડકાર આ વખતે વિદેશી કોલસાને કારણે ઉભો થયો છે. આ પડકાર સામે લડવા માટે જ્યાં ગુજરાત સરકાર સામાન્ય માણસના વીજળીના બિલ મોંઘા કરવાની તૈયારી કરી રહી છે, ત્યાં મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યો પાસે પણ વીજળીના બિલમાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ નહિ રહેશે. આ બધા રાજ્યો પણ પોતાને જરૂરી વીજળી ટાટા, અડાણી અને એસ્સારના ગુજરાતમાં આવેલા પાવર સ્ટેશન પાસેથી ખરીદે છે. આ ત્રણેય પાવર પ્લાન્ટનું કુલ ઉત્પાદન 10,000 મેગાવોટ છે.

હકીકતમાં વીતેલા થોડાં મહિના દરમ્યાન આંતરિક દબાણને કારણે ઈંડોનેશિયાએ નિકાસ કરવામાં આવતા કોલસાની કિંમતમાં વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતમાં સતત ઘટાડો થવાને કારણે ઈંડોનેશિયાના કોલસા ઉત્પાદન એકમો ઠપ થઈ જવાનો ભય ઉભો થયો હતો. એનાથી બચવા માટે ઈંડોનેશિયા સરકારે નિકાસ કરવામાં આવતા કાચા કોલસાની કિંમતમાં સતત વધારો કર્યો છે.

વિચારવા જેવું છે કે ઈંડોનેશિયાએ સપ્ટેમ્બર 2010 માં કોલ માઈનિંગ અને પ્રોસેસિંગ ફોર્મ્યુલામાં મોટું પરિવર્તન કર્યુ હતું. એ સમય સુધી ઈંડોનેશિયાનો કોલસો આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી સસ્તી કિંમતે ઉપલબ્ધ થતો હતો. એ કારણે ભારતમાં ખાનગી પાવર કંપનીઓએ ઈંડોનેશિયાના સસ્તા કોલસાને આધાર બનાવી પોતાના પ્લાન્ટ લગાવ્યા. પરંતુ ફોર્મ્યૂલાના પરિવર્તનને કારણે ભારતીય કંપનીઓ પર સંકટ ઉભો થઈ ગયો હતો, કે ભવિષ્યમાં જયારે ઈંડોનેશિયા કોલસાની કિંમતમાં મોટો વધારો કરશે, ત્યારે ભારતીય કંપનીઓની સામે અસ્તિત્વનું સંકટ આવશે.

પરિણામ સ્વરૂપે, વીતેલા થોડા મહિનાઓથી ઈંડોનેશિયામાં કાચા કોલસાની કિંમતમાં થઈ રહેલા વધારા પછી ગુજરાત સરકારે જુલાઈમાં ઉચ્ચ સ્તરની સમિતિ બનાવી. આ સમિતિમાં ઈંડોનેશિયામાં વધતી કિંમત અને 2010 માં ફોર્મ્યુલામાં થયેલા પરિવર્તનનું પ્રમાણ આપી ખાનગી ક્ષેત્રની ત્રણેય કંપનીઓને વીજળીના ભાવમાં વધારો કરવાની સલાહ આપી.

વિચારવા જેવું છે કે બધા પાવર પ્રોજેક્ટને સ્ટેટ બેંક ઓફ ઈંડિયાનો ટેકો છે. અને એસબીઆઈએ ઉચ્ચ સ્તરની સમિતિને જણાવ્યું, કે આ બધા પાવર પ્લાન્ટ ખોટમાં છે, અને એમને પ્રમોટરોના વધારે પડતા રોકાણની મદદથી ચલાવવામાં આવી રહ્યા છે. એસબીઆઈનો દાવો છે કે હાલની સ્થિતિમાં આ પાવર કંપનીઓની આબરૂ જવી નક્કી છે. જેથી આ નોન પરફોર્મિંગ પ્લાન્ટ થવાની હદ પર છે. આ કંપનીઓ ડૂબશે તો આ કંપનીઓને ઉધાર આપવા વાળી બેંકએ મોટું નુકશાન ભોગવવું પડશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.