તો શું ચૂંટણી પહેલાં ભારતમાં બંધ થઈ જશે WhatsApp જાણો શું છે મામલો.

વોટ્સએપ પર સરકારની તરફથી કંઇક ફેરફાર કરવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યો છે, જેના પર જો અમલ ન કર્યો તો કંપનીને દેશની બહારનો રસ્તો જોવો પડી શકે છે.

વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ભારતને ઘણું પસંદ કરવામાં આવે છે. એટલું જ નહી ભારતમાં વોટ્સએપના વપરાશકર્તાઓ પણ બીજા દેશોની સરખામણીમાં વધારે છે. પરંતુ સમાચારની માનીએ તો આ મેસેજિંગ એપ્લિકેશનને સરકારની તરફથી જોરદાર ઝટકો લાગી શકે છે. વોટ્સએપ પર સરકારની તરફથી કંઇક ફેરફાર કરવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યો છે, જેના પર જો અમલ ન કર્યો તો કંપનીને દેશની બહારનો રસ્તો જોવો પડી શકે છે.

શું છે વોટ્સએપની મુશ્કેલીઓ :-

વોટ્સએપની મુશ્કેલીઓ દેશમાં તે સમયે વધી જ્યારે આ પ્લેટ ફોર્મ દ્વારા અફવાહો અને ફેક સમાચારમાં ભારે જથ્થામાં વાયરલ થવા લાગી. તેના કારણે દેશના ઘણા ભાગોમાં મોબ લિંચિંગ થવાના કારણે કેટલાયનું મૃત્યુ પણ થઇ ગયું.

તેને ધ્યાનમાં રાખીને સરકારે વોટ્સએપને આ આદેશ આપ્યો છે કે આ ફેક સમાચારો પર જલ્દીથી જલ્દી પ્રતિબંધ લગાવવામાં આવે. તેના પછી કંપનીએ પણ તેના પ્લેટફોર્મ પર કેટલાક ફેરફારો કર્યા અને જાહેરાતો દ્વારા લોકોને જાગૃત કરવાનું કામ પણ કરી રહી છે.

શું છે સંપૂર્ણ બાબત :-

દેશમાં થોડા જ મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની છે, જેના લીધે સરકાર અને વોટસૅપ વચ્ચે ફેક સમાચાર પર પ્રતિબંધ લગાવવાને લઈને વાત ચાલી રહી છે. સરકારની બાજુથી વોટ્સએપ પર દબાણ આવી રહ્યું છે કે કંપની એ શોધી કાઢે કે ફેક સમાચાર અને અફવાહો ક્યાંથી ફેલાવાય છે.

તેના માટે કંપનીએ પોતાની નીતિમાં મોટો ફેરફાર કરવો પડશે, જે પહેલાથી જ આમ કરવાનું ના પાડે છે. આ પરિવર્તન એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનના કારણે શક્ય નથી.

આ બાબત પર કંપનીનું કહેવું છે કે પ્લેટફોર્મ પર મોકલેલા કોઈ પણ મેસેજને માત્ર સેન્ડર અને રીસીવર સિવાય કોઈ ત્રીજુ આ મેસેજને ન તો ટ્રેસ કરી શકે છે અને ન તો વાંચી શકે છે.

એટલું જ નહીં વોટ્સએપ પોતે પણ વપરાશકર્તાઓના મેસેજને વાંચી નથી શકે. સરકારની તરફથી સૂચિત કરેલા ફેરફારો મજબૂત પ્રાઈવેસી રક્ષણના કારણે શક્ય નથી. જોકે વોટ્સએપ દ્વારા અત્યાર સુધી દેશ માંથી જવાને લઈને કંઈ પણ નથી કહ્યું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.