આ સરળ રીતો અપનાવીને તમે પોતાના નવા જીન્સને બનાવી શકો છો સોફ્ટ.

પોતાના નવા જીન્સને સોફ્ટ બનાવવા માટે અપનાવો આ ટિપ્સ.

એવા ઘણા કપડા હોય છે જે પહેરતા પહેલા ધોવા પડે છે કે પછી પાણીમાં પલાળીને રાખવા પડે છે, જેથી તે પહેરતી વખતે સોફ્ટ (નરમ) લાગે. તેમાંથી એક છે જીન્સ. ઘણી વખત નવું જીન્સ પહેરવા પર કડક અને અસુવિધાજનક લાગે છે.

ઘણા લોકો નવું જીન્સ પહેલા ઘણી વખત ઘોય છે પછી તેને પહેરે છે. તેથી જો તમારું જીન્સ કાંઈક વધારે કડક છે, તો તેને ઘણી વખત ધોવા કરતા સારું છે કે થોડી સરળ ટીપ્સની મદદથી તેને સોફ્ટ બનાવી લો. આજે આ લેખમાં અમે તમને થોડી ઉત્તમ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને નવા જીન્સને સરળતાથી નરમ બનાવી શકાય છે. તો આવો જાણીએ તે ટીપ્સ વિષે.

સ્ટેપ – 1 : જીન્સને સોફ્ટ બનાવવા માટે તમે સાયકલની મદદ લઇ શકો છો. કદાચ તમે વિચારી રહ્યા હશો કે સાયકલની મદદથી જીન્સને કેવી રીતે સોફ્ટ કરી શકાય છે. તો તમને જણાવી દઈએ કે, નવું જીન્સ પહેરીને થોડી મિનીટ સુધી સાયકલ ચલાવવાથી જીન્સમાં રહેલા સ્ટ્રેચિંગ મોશન ખુલી જાય છે અને તેને વધુ ખેંચાણ મળે છે, જેને લઈને જીન્સ પોતાની જાતે સોફ્ટ થઇ જાય છે.

સ્ટેપ – 2 : જીન્સને સોફ્ટ બનાવવા માટે વાંકુંચૂકું ફોલ્ડ કરીને રાખો એટલે કે તેને વાંકુંચૂકું વાળીને રાખો. તમને કદાચ આ વાત વિચિત્ર લાગશે, પણ એક જીન્સને ઓછામાં ઓછા એક દિવસ માટે વાંકુંચૂકું ફોલ્ડ કરીને કોઈ વજનદાર વસ્તુની નીચે રાખી દો. ત્યાર પછી જીન્સને પાણીમાં પલાળીને તેને સૂકવવા માટે રાખી દો. તેનાથી તે જીન્સ ઘણે અંશે કડકમાંથી સોફ્ટ થઇ જાય છે.

સ્ટેપ – 3 : જીન્સને સોફ્ટ બનાવવા માટે તમે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ફ્રીઝમાંથી એકથી બે પાણીની બોટલ લઇને તેને કોઈ વાસણમાં ખાલી કરી દો. હવે આ પાણીમાં જીન્સને પલાળીને થોડી વાર માટે રહેવા દો. થોડી વાર પછી પાણીને નીચોવીને જીન્સ સુકવવા માટે ટીંગાડી દો. ધ્યાન રાખશો જીન્સને સોફ્ટ બનાવવા માટે આ સ્ટેપમાં તમે જીન્સને ઊંધું કરીને જ તડકામાં રાખો.

સ્ટેપ – 4 : નવા જીન્સને સોફ્ટ બનાવવા માટે તમે જીન્સ પહેરીને થોડી વાર માટે ફન એક્સરસાઈઝ પણ કરી શકો છો. તેના માટે તમારે એક પગને આગળ પાછળ કરવા, પછી વાળવા, નીચેની તરફ નમવું વગેરે જેવી ફન કસરત કરવી પડશે. તેની મદદથી પણ જીન્સને સોફ્ટ કરી શકાય છે.

સ્ટેપ – 5 : જીન્સને સોફ્ટ બનાવવા માટે જો તમે તેને ધોવા માંગો છો, તો પહેલી વખત કોઈ હાર્ડ ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો, તેનાથી જીન્સ ખરાબ થવાનો પણ ભય રહે છે. ક્યારેક કયારેક પહેલી વખત જીન્સ ધોતી વખતે જીન્સ રંગ પણ છોડવા લાગે છે. એટલા માટે પહેલી વખત જીન્સ ધોતી વખતે હંમેશા સોફ્ટ ડિટર્જન્ટનો જ ઉપયોગ કરો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.